SURAT

સુરતીઓ આનંદો: અલાયન્સ એર સુરતથી અમદાવાદ અને દીવની ફ્લાઈટ શરૂ કરશે

સુરત: સુરત (Surat) એરપોર્ટ (Airport) પર પેસેન્જર (Passenger) સંખ્યા વધી રહી છે ત્યારે એર ઇન્ડિયાની (AirIndia) સબસીડીયરી કંપની સુરતથી અમદાવાદ, દીવની ફ્લાઈટ (Flight) શરૂ કરવાની તૈયારીઓ કરી રહી છે. એરલાઇન્સે સુરત એરપોર્ટથી સ્લોટની માંગણી કરતી દરખાસ્ત મોકલતાં એરપોર્ટ ડાયરેક્ટરે ટ્વીટ કરી એને લગતી માહિતી આપી હતી.

  • સુરત એરપોર્ટ પર વધતી પેસેન્જર સંખ્યા જોતાં હીરા, ટેક્સટાઇલ સહિતના ઉદ્યોગકારો માટે પ્રીમિયમ એર સુવિધા આપવા માંગે છે
  • સુરત એરપોર્ટથી ઇન્ટ્રા સ્ટેટ કનેક્ટિવિટી પ્રોફેશનલ ધોરણે ન હોવાથી અલાયન્સ એર કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની ફ્લાઈટ શરૂ કરવા માંગે છે
  • સુરતથી ગીર-સોમનાથ જનારા પ્રવાસીઓ પણ આ ફ્લાઇટનો લાભ લઇ શકે છે
  • સુરત એરપોર્ટ પર ટિકિટ બુકિંગ ઓફિસની માંગ કરવામાં આવી

સુરત એરપોર્ટથી ઇન્ટ્રા સ્ટેટ કનેક્ટિવિટી પ્રોફેશનલ ધોરણે ન હોવાથી અલાયન્સ એર કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની ફ્લાઈટ શરૂ કરવા માંગે છે. દીવ ડ્રાય સ્ટેટ ન હોવાથી સુરતથી ગોવાની જેમ આ રૂટ પર પેસેન્જર મળી શકે છે. ઉપરાંત સુરતથી ગીર-સોમનાથ જનારા પ્રવાસીઓ પણ આ ફ્લાઇટનો લાભ લઇ શકે છે. સુરતથી અમદાવાદ 20થી 42 સીટર વિમાનની કોમર્શિયલ ફ્લાઈટ માટેની માંગ પણ ઊઠી હતી. કારણ કે, આ રૂટ પર નિયમિત ફ્લાઈટની જરૂરિયાત છે. સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયાનું કાઉન્ટર ઉપલબ્ધ છે. એ જોતાં ચોમાસું સિઝનના અંત સુધી આ સુવિધા શરૂ થઈ શકે છે. બીજી તરફ તાતા-સિંગાપોર ગ્રુપની દેશની સૌથી પ્રીમિયમ એરલાઈન્સ વિસ્તારા પ્રથમ ફેસમાં સુરત એરપોર્ટથી દિલ્હી અને બેંગ્લુરુની ફ્લાઈટ શરૂ કરશે. એરલાઇન્સનું આયોજન કોઈમ્બતુર અને ગોવાની ફ્લાઈટ શરૂ કરવા ઉપરાંત સુરત એરપોર્ટથી સિંગલ પીએનઆર ટિકિટથી દુબઇ અને સિંગાપોરની ફ્લાઈટની ટિકિટ વિતરણ કરવાનું પણ છે.

સૂત્રોએ જણાવ્યું છે કે, એરલાઇન્સે સુરત એરપોર્ટથી દિલ્હી, મુંબઇ, ગોવા, બેંગ્લુરુની ફ્લાઈટ માટે સ્લોટની માંગ સાથે સુરત એરપોર્ટ પર ટિકિટ બુકિંગ ઓફિસની માંગ કરી તાજેતરમાં વિસ્તારા એરલાઇન્સે દિલ્હી, મુંબઇ, બેંગ્લુરુ અને કોઈમ્બતુરને જોડતી 4 નવી ફ્લાઈટ શરૂ કરી છે. મુંબઈથી એરલાઇન્સ ગોવાની ફ્લાઈટ પણ ચલાવે છે. એરલાઈન્સ સુરત એરપોર્ટ પર વધતી પેસેન્જર સંખ્યા જોતાં હીરા, ટેક્સટાઇલ સહિતના ઉદ્યોગકારો માટે પ્રીમિયમ એર સુવિધા આપવા માંગે છે.

Most Popular

To Top