SURAT

આજે સુરત હીરા બુર્સમાં ગણેશ સ્થાપના સાથે 4200 દીવડાની મહાઆરતી થશે

સુરત: અમેરિકાના પેન્ટાગોનથી પણ મોટા અને વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સના બ્યુટિફિકેશનની કામગીરી પૂર્ણતાના આરે છે. ત્યારે બુર્સ કમિટીએ આજે રવિવારે સાંજે 5 કલાકે સુરત હીરા બુર્સમાં ગણેશ સ્થાપના સાથે 4200 દીવડાની મહા આરતીનો કાર્યક્રમ યોજવાની તૈયારીઓ પૂર્ણ કરી છે. બીજી તરફ 9 કરોડના ખર્ચે બનેલા ડાયમંડ આકારના મુખ્ય ગેટનું કામ પણ પૂર્ણ થયું છે. ડિસેમ્બરમાં ડાયમંડ બુર્સનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે એવા પ્રયાસો ચાલી રહ્યા છે.

  • ડાયમંડ બુર્સના બ્યુટિફિકેશનની કામગીરી અંતિમ તબક્કામાં
  • 9 કરોડના ખર્ચે બનેલા ડાયમંડ આકારના ગેટનું કામ પૂર્ણ થયું

સુરત ડાયમંડ બુ્ર્સના ચેરમેન વલ્લભ લખાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ડાયમંડ બુર્સને ઝડપથી કાર્યરત કરવા માટે ભરચક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બુર્સની કેટલીક ઓફિસોમાં ફર્નિચરનાં કામ પૂર્ણ થઈ ગયાં છે અને કેટલીક ઓફિસોમાં ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે. ભારતીય પરંપરા મુજબ દરેક શુભ કાર્ય વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપનાથી થાય છે. એ પ્રમાણે 5 જૂને રવિવારે ગણેશ સ્થાપના થશે અને બુર્સમાં 4200 ઓફિસ હોવાથી 4200 પ્રજ્વલિત દીવડાની મહાઆરતીનો કાર્યક્રમ યોજાશે. બુર્સનું કામ ખૂબ ઝડપી ચાલ્યું છે. પહેલા ફેઝમાં 2.6 કિલોમીટરમાં સિમેન્ટ કોંક્રીટના રસ્તા, પાણી, ડ્રેનેજ નેટવર્ક, ઇલેક્ટ્રિ બ્યુટિફિકેશનની કામગીરી 104 કરોડના ખર્ચે શરૂ થઈ હતી. બીજા ફેઝમાં રૂ.215 કરોડના ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું હતું. બુર્સના વહીવટી ભવન સાથે 53,000 ચો.મી. જગ્યામાં ગ્રીન સ્પેસ વિકસાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.

સુરતના હીરાવાળાઓ જાણી લે, મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં એન્ટ્રી માટે આ શરતનું પાલન કરવું પડશે
સુરત: સુરત અને મુંબઈ હીરાના પ્રમુખ કેન્દ્રો છે. સુરતમાં તૈયાર થતા પોલિશ્ડ હીરા મુંબઈના બજારથી દેશ-વિદેશમાં સપ્લાય થાય છે. સુરતના હીરાના નાના મોટા વેપારીઓ મુંબઈમાં ઓફિસ ધરાવે છે અને છાશવારે સુરતથી મુંબઈ અપડાઉન કરતા રહેતા હોય છે, ત્યારે મુંબઈમાં કોરોનાના વધતા કેસના લીધે બીકેસીમાં મુકવામાં આવેલા નિયંત્રણોના પગલે સુરતના હીરાવાળાની ચિંતા વધી છે. તેઓએ હવે બીકેસીમાં પ્રવેશ માટે કોરોનાની ગાઈડલાઈન ઉપરાંત બીકેસી મેનેજમેન્ટના નિર્ણયોનું પણ પાલન કરવું પડશે.

મુંબઈના બીકેસીમાં (Bandra kurla complex) આવેલા ભારત ડાયમંડ બુર્સમાં (Bharat Diamond Burs) કેટલાક નિયંત્રણ મુકવામાં આવ્યા છે. અહીં ડાયમંડ બુર્સમાં 50 ટકા સ્ટાફ (Staff) સાથે ઓફિસો ખોલવા માટે આદેશ (Order) આપવામાં આવ્યો હતો. તે ઉપરાંત વિદેશી બાયરો (Foreign buyers) અને હીરા વેપારીઓને (Diamond traders) પણ રોજિંદા ક્રમ કરતા 50 ટકા જેટલી સંખ્યામાં જ વેપારીઓને પ્રવેશ બારકોડેડ પાસ સિસ્ટમથી (Access barcoded pass system) અપાશે.

મુંબઈના ભારત બુર્સમાં 3000 જેટલી હીરાની ઓફિસો, કેબીનો આવેલી છે. બુર્સમાં રોજ 30000થી 40,000 વેપારીઓ રોજ અવર જવર કરે છે. સુરતના હીરા ઉદ્યોગકારો (Diamond industrialists of Surat) ભારત ડાયમંડ બુર્સની કોર્પોરેટ ઓફિસથી તૈયાર હીરા એક્સપોર્ટ (Export polished diamonds) કરે છે. રફ ડાયમંડની સપ્લાય (Rough diamond supply) પણ અહીંથી જ પ્રાપ્ત કરતા હોય છે. તે જોતા સરકારી ગાઈડ લાઇન (Government Guide Line) પ્રમાણે અહીં કર્મચારીઓ,વેપારીઓની હાજરી 50 ટકા મર્યાદિત કરવામાં આવી છે. કર્મચારીઓ ઓડ-ઇવન (Odd-Even) તારીખથી અહીં કામ કરવા આવી શકશે. બુર્સ દ્વારા એક એડવાઈઝરી (Advisory) બહાર પાડી વેપારીઓને જાણ કરવામાં આવી છે.

Most Popular

To Top