Dakshin Gujarat

ચોર્યાસી ટોલનાકા પાસે મારબલના પાઉડરની આડમાં લઈ જવાતો ચાર લાખનો દારૂ ઝડપાયો

કામરેજ: (Kamrej) ચોર્યાસી ટોલનાકા પાસે ટ્રકમાં મારબલ પાઉડરની આડમાં લઈ જતો વિદેશી દારૂના (Alcohol) પાઉચ તેમજ બિયરની કુલ્લે 3600 નંગ બોટલના જથ્થા સાથે પોલીસે ટ્રકના કલીનર પકડી પાડયો હતો.

કામરેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પો.કો નામદેવભાઈને શુક્રવારના રોજ મોડી રાત્રિના બાતમી મળી હતી કે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર મારબલના પાઉડરની આડમાં વિદેશી દારૂ ભરીને ટ્રક નંબર આરજે 27 જીડી 7414 માં લઈ જવાઈ રહ્યો છે. જે બાતમીના આધારે સ્ટાફ સાથે કામરેજના ચોર્યાસી ગામની હદમાં ટોલનાકા પાસે બાતમીવાળી ટ્રકની વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા અટકાવતા ટ્રકનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.

કલીનર શીવરામ જ્ઞાના મીણા (ઉ.વ.19)(રહે.છાણી કાતનવાડા,ઉદયપુર,રાજસ્થાન) પકડાઈ જતાં ટ્રકમાં તપાસ કરતા વિદેશી દારૂના પાઉચ અને બિયરના ટીન મળી કુલ્લે 3600 બોટલ નંગ કિંમત રૂ.4,09,920નો મુદામાલ પકડાઈ જતાં કલીનરની પુછપરછ કરતા ડ્રાઈવર કાળુલાલ મીણા (રહે.ફલાસીયા,ઉદયપુર,રાજસ્થાન) તેમજ દારૂનો જથ્થો ભરાવનાર વિરેન્દ્ર (રહે.ઉદયપુર,રાજસ્થાન) અને સુરત ખાતે દારૂનો જથ્થો મંગાવનારને પોલીસે વોન્ટેંડ જાહેર કરી ટ્રકની કિંમત રૂ.20 લાખ, મારબલ પાઉડર કિંમત રૂ.51,600 મળી કુલ્લે 24,65,520નો મુદામાલ પકડી પાડયો હતો.

Most Popular

To Top