Dakshin Gujarat

માંડવીમાં કાકરાપાર ડેમ અને સુરતનો વીયર-કમ-કોઝવે ઓવરફ્લો

સુરત: (Surat) સુરતના વિયર કમ કોઝવે (Weir Come Causeway) અને માંડવી ખાતે આવેલ કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. કાકરાપાર ડેમની સપાટી 160 ફૂટ છે. શનિવારે 1 જુલાઈના રોજ ડેમ 160.60ની સપાટી સાથે ઓવરફ્લો થયો છે. જેથી ડેમની ઉપરથી પાણી વહી રહ્યા છે. બીજી તરફ સુરતનો વિયર કમ કોઝવે પણ ચોમાસાની (Monsoon) શરૂઆતમાં પહેલી વાર ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.

ઉપરવારમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારે વરસાદને કારણે તાપી નદીમાં નવા નીર આવ્યા છે. જેને કારણે ચોમાસાની શરૂઆતમાં જ સુરતનો વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો હતો. શનિવાર બપોરે 12 વાગ્યા સુધીમાં કોઝ-વેની સપાટી ભયજનક સપાટી 6 મીટરને પાર કરીને 6.80 મીટર સુધી પહોંચી ગઈ હતી. જેને કારણે કોઝ-વે વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે.

ઉકાઈ અને કાકરાપાર ડેમ સાથે સુરતીઓને વર્ષો જુનો નાતો છે. એટલે આ બે ડેમ ઓવરફ્લો થતાંજ સુરતીઓનું બીપી હાઈ થઈ જાય છે. જોકે હાલ ચોમાસાની શરૂઆતમાં જ કાકરાપાર ડેમ ઓવરફ્લો થતાં વાતાવરણ રમણીય બન્યું હતું. અને હરવાફરવાના શોખીન સુરતીઓ શનિવાર રવિવારની રજા માણવા પહોંચી ગયા હતા. આ તરફ કાકરાપાર ડેમ ઓવરફ્લો થતાં હાલ ડેમ 160.60 ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમની સપાટી 160 ફૂટ છે. કાકરાપાર ડેમમાં પાણીનો પાણીનો ઈનફ્લો અને આઉટ ફ્લો 3000 ક્યુસેક છે.

સોનગઢ અંતરિયાળ જંગલ વિસ્તારનો ચિમેર ધોધ સોળે કલાએ ખીલી ઉઠ્યો
વ્યારા: તાપી જિલ્લામાં સર્વત્ર વરસાદને પગલે નાના ઝરણાં અને ધોધ ફરી જીવંત થયા છે. સોનગઢ અંતરિયાળ જંગલ વિસ્તારમાં ચિમેર ધોધ સોળે કલાએ ખીલી ઉઠ્યો છે. ધોધમાં નવા નીરની આવક થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે. દક્ષિણ સોનગઢના જંગલ વિસ્તારોના નાના-મોટા ઝરણા તેમજ ધોધ ફરી જીવંત થઇ ઉઠ્યા છે. ચિમેર ધોધ ચોમાસાની ઋતુમાં ફરી જીવંત થયો છે. ગાઢ જંગલની વચ્ચો વચ આશરે 300 ફૂટની ઊંચાઈએથી પડતો ચિમેર ધોધ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. ચિમેર ધોધને નિહાળવા માટે સહેલાણીયો ઉમટી રહ્યા છે. જોકે સુવિધાનાં અભાવે મોટાભાગનાં લોકો અહીં સુધી પહોંચવામાં અસમર્થ હોય છે જેથી નાના બાળકો- વૃધ્ધો આ ધોધની મજા માણી શકતા નથી. અહીં વરસાદ વચ્ચે જંગલની લીલોતરીને લઇ ખુશનુમા વાતાવરણ સર્જાયુ છે.

Most Popular

To Top