Sports

શું ODI મહિલા ક્રિકેટ મેચમાં ન્યુઝીલેન્ડની બોલરે ભૂલમાં 11 ઓવર નાંખી?

ન્યુ દિલ્હી: હાલ ODI મહિલા ક્રિકેટ મેચ(ODI Women’s Cricket Match)ચાલી રહી છે. જે માટે ન્યુઝીલેન્ડની (Newzealand) મહિલા ક્રિકેટ ટીમ શ્રીલંકા (Shrilanka) આવી છે. આ મેચ દરમિયાન ન્યુઝીલેન્ડના ઓફ સ્પિનર ઇડન કાર્સનએ (Aidan Carson) શુક્રવારે શ્રીલંકા વિરૂદ્ધ બીજા મહિલા વનડેમાં એક અજીબ રેકોર્ડ (Record) બનાવ્યો છે. ત્રણ મેચની આ સીરીઝમાં ન્યુઝીલેન્ડના ઓફ સ્પિન બોલર એડન કાર્સને તેની 10 ઓવરના બોલિંગ ક્વોટા કરતા એક ઓવર વધુ ફેંકી હતી. જ્યારે તેણીએ આવું કર્યું ત્યારે અમ્પાયરો કે તેની ટીમે તેને રોક્યો ન હતો. વાસ્તવમાં આ ઘટના એક ભૂલ છે.

મેચમાં 51 ઓવર હોવા છતાં શ્રીલંકા જીતી ન શકી
મળતી માહિતી મુજબ મહિલા ક્રિકેટ વનડેમાં શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 50 ઓવરની મેચ હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડના ઓફ સ્પિન બોલર એડન કાર્સને 10 ઓવરની જગ્યાએ વધુ એક એટલે કે 11 ઓવર નાખી હતી. તેમ છતાં શ્રીલંકા આ મેચ જીતી ન શકી. ન્યુઝીલેન્ડે શ્રીલંકાને 330 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. એક ઓવર વધુ મળવા છતાં અમ્પાયરો અને મેચ અધિકારીઓએ આ 6 બોલને ટીમના બોલિંગ ટોટલમાં ગણ્યા હતા. પરંતુ શ્રીલંકાની મહિલા ટીમ રમતમાં 48.4 ઓવર એટલે કે 49.4 ઓવર માં ઓલઆઉટ થઈ ગઈ હતી. તે માત્ર 218 રન બનાવી શકી હતી અને આ મેચમાં તેને 111 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

45મી ઓવર સુધી 10 ઓવરનો ક્વોટા પૂરો થઇ ગયો હતો- મેચ અધિકારી
આ મેચમાં ઈડન કાર્સને શ્રીલંકાના દાવની 45મી ઓવર સુધી 10 ઓવરનો પોતાનો ક્વોટા પૂરો કરી લીધો હતો. આ દરમિયાન તેણે ઓપનર હર્ષિતા સમરવિક્રમા (9) સાથે કવિશા દિલહારી (84)ના રૂપમાં 2 મહત્વની વિકેટ પણ લીધી હતી. છેલ્લી ઓવર સુધી પોતાનો 10 ઓવરનો ક્વોટા પૂરો કરવા છતાં કોર્સન 11મી ઓવર ફેંકવાનું ચાલુ રાખ્યું. આ વધારાની ઓવરમાં તેણે 5 ડોટ બોલમાં 1 રન આપ્યો હતો અને આ મેચમાં તેની કુલ બોલિંગ 11 ઓવરમાં 41 રનમાં 2 વિકેટ હતી.

ઈડનની વધારાની ઓવર ન ઉમેરવામાં આવી
આ મેચમાં કાર્સનની 11 ઓવર ઉપરાંત હેન્ના રોવે 7 ઓવર, સુકાની સોફી ડિવાઈને 4 ઓવર, લી તાહુહુએ 8 ઓવર, મિલી કેરે 10 ઓવર, બ્રુક હેલીડે 4 ઓવર, જ્યારે ફ્રાન જોનાસે 5.4 ઓવર નાંખી હતી. જે કુલ 49.4 ઓવર નાખવામાં આવી હતી પરંતુ મેચ અધિકારીઓએ ઈડનની વધારાની ઓવર ઉમેરી ન હતી. જેના કારણે સ્કોરબોર્ડ પર માત્ર 48.4 ઓવર જ નોંધાઈ હતી.

Most Popular

To Top