Dakshin Gujarat

ઝઘડિયામાં સસરાની આવી હરકતોથી કંટાળેલી પુત્રવધૂએ આખરે અહીં ફોન કર્યો અને..

ભરૂચ, ઝઘડિયા: (Jhagadia) ઝઘડિયા તાલુકામાં એક ગામમાંથી પરિણીતાએ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન (Help Line) પર ફોન આવ્યો હતો. પીડિત પરિણીતાએ વેદના ઠાલવીને જણાવ્યું હતું કે, ઘરમાં એકલી છું અને મારા સસરા (Father In Law) અઘટિત માંગણી કરીને હેરાન-પરેશાન કરે છે. પતિ (Husband) નોકરી પર જતાં પુત્રવધૂની એકલતાનો લાભ લઇ સસરા લાંછન લાગે એમ નજર બગાડે છે. અને અવારનવાર અડપલાં કરે છે. મંગળવારે ઘરમાં પુત્રવધૂ એકલી હોવાથી સસરા વ્યસન કરીને આવી સૂતેલી પુત્રવધૂને અડપલાં કરી જાતિય વ્યવહાર માટે દબાણ કરતો હતો. આથી ડરી ગયેલી પુત્રવધૂએ મદદ અને બચાવ માટે ૧૮૧ મહિલા હેલ્પ લાઈનમાં કોલ કર્યો હતો.

  • ઝઘડિયામાં સસરાની હરકતોથી કંટાળેલી પુત્રવધૂએ અભયમની મદદ લીધી
  • સામાજિક જવાબદારી વગરનો સસરો પુત્રવધૂ પાસે અઘટિત માંગણી કરતો હતો

પરિણીતાએ આપવીતી વર્ણવતાં જ મહિલાનું સ્વમાન બચાવવા અભયમ રેસ્ક્યુ ટીમ તાબડતોબ એ ગામમાં પહોંચી ગઈ હતી. આખી ઘટના સાંભળતા જ એક તબક્કે સસરા વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરતાની સાથે જ લાંછનરૂપ પ્રવૃત્તિ કરતા સસરાને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. ગ્રામજનો અને ભોગ બનેલી પીડિત પરિણીતા સમક્ષ સસરાએ ભૂલની માફી માંગી લીધી હતી. જો કે, ગામના આગેવાનોએ પણ સસરાને ઠપકો આપી ભવિષ્યમાં આવી હરકત ન કરવાની લેખિતમાં ખાતરી આપી હતી.

વ્યારાની પરિણીતાને દવા લેવાના બહાને બોલાવી હેલ્થ વર્કરે બળાત્કાર ગુજાર્યો
બારડોલી: બારડોલીના મઢી નજીક સુરાલી ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા હેલ્થ વર્કરે વ્યારા તાલુકાની પરિણીતાને દવા લેવા બોલાવી તેની સાથે બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ બારડોલી ગ્રામ્ય પોલીસમથકમાં નોંધાઈ છે. મહિલાએ દવા લેવાના બહાને ત્રણ વખત બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આરોપ લગાવતાં પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વ્યારા તાલુકાના એક ગામમાં રહેતી 36 વર્ષીય પરિણીતાને સુરાલી ગામના લીમડાચોક ફળિયામાં રહેતા નૈનેશ ચૌધરી નામના યુવક સાથે ઓળખાણ થઈ હતી. બંને એક જ સ્કૂલમાં ભણ્યા હોવાથી ઓળખાણ થતાં ફોન પર વાતચીત કરતાં હતાં. દરમિયાન નૈનેશે આજથી આગિયારેક માસ પહેલા પરિણીતાને તેની દેરાણીની દવા લેવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બોલાવી હતી. જ્યાં નૈનેશે પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રૂમમાં જ તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. જબરદસ્તી કર્યા બાદ નૈનેશે આ અંગે કોઈને કહશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું. પ્રથમવાર બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા બાદ અલગ અલગ બે વાર ફરીથી તેણીને બોલાવી તેની સાથે મરજી વિરુદ્ધનું દુષ્કૃત્ય કર્યું હોવાનો પોલીસને કરેલી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે નૈનેશ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જો કે, નૈનેશ હજી પણ પોલીસ પકડથી બહાર છે. વધુ તપાસ બારડોલી ગ્રામ્ય પોલીસના પી.એસ.આઈ. ડી.આર.વસાવા કરી રહ્યા છે.

Most Popular

To Top