Charchapatra

સર્વજ્ઞાની હોવું ભ્રમ છે, તેમાંથી બહાર આવો

જિંદગીમાં રોજ આપણે અનેક મુશ્કેલીઓ મુસીબતોનો સામનો કરીએ છીએ. આ બધાનો એકમાત્ર ઉકેલ એક જ છે. તમને ખબર છે – ‘‘થઈ જશે’’ આપણી સૌથી મોટી સમસ્યા કંઈ છે જાણો છો ? આપણને વધુ ખબર છે. સર્વજ્ઞાની હોવાના ભમ્રમાંથી આપણે જેટલા જલ્દી બહાર આવી જઈશું, એ આપણા પરિવારના અને સમાજના હીતમાં રહેશે.આપણે ક્યાં હસવું અને ક્યાં રડવું, ક્યાં શું વાત કરવી અને ક્યાં ચુપ રહેવું જો આવડી જાય તો આપણી અડધી તકલીફો દુર થઈ જાય.તમારું બાળક દિવસના 16/18 કલાક જો અભ્યાસમાં રત રહેતું હોય શાળા – ટયુશન કલાસ – મેચિગ ક્લાસ તો સમજી લો. આ બધામાંથી તમારું બાળક એક પણ વિષયમાં પારંગત થશે નહી.સુંદર ત્વચા માટે ગાજર – વેરીઝ – પાણી – તાજા લીલા શાકભાજી અને કઠોળ પણ ઉપયોગી છે.

ખૂબ જ સરસ માહિતીપ્રદ લેખ લખવાં.નસીબ પણ મહેનત કરવાવાલાને જ સાથ આપે છે. નસીબ અને મહેનત વગર તમે કંઈ જ કરી શકવાના નથી. માટે છેલ્લે સુધી પ્રયત્ન કરી જુઓ. ઝુમખામાંથી છેલ્લી ચાવી દરવાજો ખોલી શકે છે એ હંમેશા યાદ રાખો. આજે તો આપણે જાણે ખબર વરસાદમાં સામે ચાલીને પલળવાનું ભુલી ગયા છે. કેવા દિવસો હતા વરસાદમાં સામેવાળાને પલળતા હતા. કેવો કુદરતી સામાજિક અલૌકિક આનંદ હતો. વિદ્યાર્થીઓ કરતા સ્કુલબેગનું વજન વધી જાય છે. આપણે એમ કેમ ચાહીએ છીએ કે એક બાળક 7/8 વિષયમાં એક સાથે હોશિયાર થઈ જાય? જ્યારે બાળકોને ભણાવવાવાલા વિષય પ્રમાણે અલગ અલગ શિક્ષકો હોય છે, તો આટલા બધા વિષયો, અપેક્ષિતો, ગાઈડો સાથે બાળક 30 મિનિટમાં બીજો અલગ વિષય આવે પછી બીજી 30 મિનિટ પછી ત્રીજો વિષય ચાલે. આમ વિષય જ્ઞાન બદલાયા કરે. આમાંથી બાળકોના કુમળા મનમાં કેટલું ઉતરે? કેટલું સમજાય? કેટલું યાદ રહે?
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top