National

ભારતમાં 4 લોકોની સરમુખત્યારશાહી છે: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર

નવી દિલ્હી: મોંઘવારી(inflation) અને બેરોજગારી(Unemployment) સામે કોંગ્રેસ(Congress)ના વિરોધ(Protest) પ્રદર્શન પહેલા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે મોદી સરકાર(Modi Government) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે લોકશાહીનું મૃત્યુ થયું, તેથી તમને કેવું લાગે છે? જે લોકતંત્ર 70 વર્ષમાં બન્યું હતું તે આઠ વર્ષમાં બરબાદ થઇ ગયું. આજે ભારતમાં લોકશાહી નથી. દેશમાં ચાર લોકોની સરમુખત્યારશાહી છે. દેશમાં બેરોજગારી છે, હિંસાનું વાતાવરણ છે. અમે બેરોજગારી અને મોંઘવારીનો મુદ્દો ઉઠાવવા માંગીએ છીએ. રાહુલે કહ્યું કે દેશનું કાયદાકીય માળખું, દેશનું મીડિયા, વિપક્ષ પોતાની તાકાત પર ઊભું છે. પરંતુ આજે દેશમાં આવી તમામ સંસ્થાઓ સરકારના નિયંત્રણ હેઠળ કામ કરી રહી છે. આજે આરએસએસનો દરેક વ્યક્તિ એક સંસ્થામાં બેઠો છે. આજે સરકારનું સમગ્ર માળખું એક પક્ષ પાસે છે. જો કોઈ અન્ય રાજકીય પક્ષને સમર્થન આપવા માંગે છે, તો તેના પર ED અથવા CBI લાદવામાં આવે છે.

હું સત્યથી ડરતો નથીઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે હું સાચું બોલતો રહીશ. હું જેટલું સત્ય કહું તેટલા વધુ હુમલા થશે. મારી સમસ્યા એ છે કે હું સત્યથી ડરતો નથી. જે ભયભીત છે, તે ધમકી આપે છે. સરકાર ડરેલી છે કારણ કે તે ખોટું બોલે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આને સ્ટાર્ટઅપ ઈન્ડિયા કહેવાય છે. પરંતુ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ક્યાં છે? તમામ કંપનીઓ લોકોને ખાસ કરીને યુવાનોને બહાર ફેંકી રહી છે. સૌથી વધુ બેરોજગારી ભારતમાં છે, આજે દેશમાં સૌથી વધુ મોંઘવારી છે અને સરકાર તેને નકારે છે. નાના ઉદ્યોગોને ફટકો પડ્યો છે. જીએસટીને કારણે નુકસાન થયું છે. બેરોજગારી વધી છે અને નાણામંત્રી કહી રહ્યા છે કે ક્યાંય કોઈ સમસ્યા નથી.

હિટલર પણ ચુંટણી જીતીને આવતો હતો: રાહુલ ગાંધી
તેઓ સંસદમાં ચર્ચા ટાળવા માંગે છે. વિપક્ષને ચર્ચા કરવા દેવામાં આવતી નથી. હિટલર પણ ચૂંટણી જીતતો હતો. તે પણ એટલા માટે કે આખે આખું માળખું, આખું બંધારણ તેની પાસે હતું. મને આ સંપૂર્ણ માળખું આપો, પછી હું તમને બતાવીશ કે ચૂંટણી કેવી રીતે જીતી શકાય.

‘ગાંધી’ વિચારધારા છે, પરિવાર નથી: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે આજે મોંઘવારી અને બેરોજગારી પર બોલવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ લોકો ગાંધી પરિવાર પર હુમલો કરે છે કારણ કે અમે વિચારધારા અને લોકશાહી માટે લડીએ છીએ. સાંપ્રદાયિક સૌહાર્દ માટે લડવું. જ્યારે કોઈ હિંદુ મુસ્લિમને મારવામાં આવે છે, કોઈ મહિલાને મારવામાં આવે છે, ત્યારે આપણને પીડા થાય છે. એટલા માટે અમે લડીએ છીએ, આ અમારો પરિવાર નથી, વિચારધારા છે.

મારા પર જેટલો હુમલો થશે તેટલો હું ખુશ થઈશઃ રાહુલ
તેઓ મારા પર જેટલા વધુ હુમલો કરશે, તેટલું મને સારું લાગશે, હું અંદરથી ખુશ થઈશ. કારણ કે હું મારી વિચારધારાને વધુ સમજીશ. હું ભાજપના હુમલામાંથી શીખું છું. જે સરકાર વિરુદ્ધ બોલે છે, સરકાર તેની પાછળ જાય છે. મારું કામ આરએસએસની વિચારધારા વિરુદ્ધ બોલવાનું છે, હું જાણું છું કે હું જેટલો વધુ બોલીશ તેટલા જ આક્રમક રીતે મારા પર હુમલો કરવામાં આવશે.

આજે મૌન રહીશું તો ઈતિહાસ આપણને માફ નહીં કરેઃ અશોક ગેહલોત
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પણ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે કહ્યું કે જનતાની સાથે મીડિયાએ પણ આગળ આવવું જોઈએ. જ્યારે ન્યૂઝ પેપર એટલે કે નેશનલ હેરાલ્ડ પર હુમલો થઈ શકે છે, ત્યારે તે કોઈની પણ સાથે થઈ શકે છે. જો આજે આપણે મૌન રહીશું તો ઈતિહાસ આપણને માફ નહિ કરે. 8 વર્ષમાં લોકશાહીના 70 વર્ષ પૂરા થયા. મારો પ્રશ્ન એ છે કે 75 વર્ષમાં તેમણે ક્યારેય ધ્વજ વિશે વાત કરી છે, જેઓ આ અમૃત મહોત્સવ ઉજવે છે?

Most Popular

To Top