Warning: file_put_contents(): Only -1 of 1338 bytes written, possibly out of free disk space in /home/gujaratmitraco/public_html/wp-content/plugins/wp-optimize/minify/class-wp-optimize-minify-cache-functions.php on line 421
Comments

દેશી ટેકનોલોજી, વિદેશી ટેકનોલોજી!

આપણા દેશનાં બજારોમાં એક નવો રોગ આવ્યો છે, જેને ‘વિદેશી ટેકનોલોજીની આયાત’કહેવામાં આવે છે. દરેક વસ્તુના વેચાણની પાછળ આ શબ્દને પૂંછડીની જેમ લગાડવામાં આવ્યો હોય છે. આ વસ્તુ અહીં ઇન્ડિયામાં જ બનાવવામાં આવી છે, પણ એને બનાવવા માટે ખાસ વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને અમે ખાસ કરીને ફક્ત આના માટે જ આયાત કરી છે! હમણાં બે-ત્રણ દિવસ પહેલાં જ મેં જમીન પર પાથરવાની ચટાઈ (સાદડી) માટેની એક જાહેરાત વાંચી, જેમાં લખ્યું હતું, ‘ચટાઈને ગૂંથવા માટે ખાસ જાપાની ટેકનોલોજી આયાત કરવામાં આવી છે.’મતલબ કે એ ફક્ત ચટાઈ નહીં, પણ જાપાની મગજ અને ભારતીય મહેનતનું પ્રતીક બની! જાહેરાત જોઈને હું વિચારવા લાગ્યો કે, ‘હાય રે ભારતીય ટેકનોલોજી, તું પોતાના માટે એક ચટાઈ પણ ન બનાવી શકી!’

 આ એ જ ચટાઈ છે, જેને વર્ષો પહેલાં બૌદ્ધ ભિક્ષુકો એમની સાથે લઈ ગયા હતા. ભારતથી જ્યારે એ ગઈ ત્યારે એ ફક્ત એક સીધી સાદી ચટાઈ હતી, પણ ત્યાં પહોંચીને એ ટેકનોલોજી બની ગઈ! જે નિકાસ માટે કાબેલ અને વધુ સારી બની ગઈ. એ લોકોએ નિકાસ કરી તે પણ કોને? ભારતને! કે જ્યાંથી એ લોકો એને લઈને આવ્યા હતા. આટલા દિવસથી એ ચટાઈ બની રહી હતી, ત્યારે આપણે એને ફક્ત એક ચટાઈ જ સમજતાં રહ્યાં. એનો નિકાસ પણ ચટાઈ સમજીને જ કરતાં રહ્યાં અને સાલું આપણને ખબર જ ન પડી કે આ તો ટેકનોલોજી છે! પહેલાં સમજી ગયા હોત તો આજે આપણી પાસે વેચવા માટે બે વસ્તુઓ રહી ગઈ હોત. એક ચટાઈ અને બીજી ટેકનોલોજી.

ચટાઈ જોઈએ તો એ લો અને ચટાઈ નહીં તો એની ટેકનોલોજી લો! મને લાગે છે કે જો ટૅકનોલૉજી આયાતનો આવો જ ને આવો ચસ્કો રહેશે તો આપણા દેશમાં બજારોમાં ઘણાં બદલાવ, ઘણા બધા ફેરફાર જોવા મળશે. જેમ કે, ટોપલી બનાવવાવાળા કે વેચવાવાળા કહેશે કે એને ગૂંથવા માટે આ ટોપલીને કોરિયાથી આયાત કરેલી ટૅક્નોલૉજીના આધારે બનાવવામાં આવી છે. ઝાડુઓ બનાવવા માટે આપણે જર્મન ટૅકનોલૉજી લાવીશું, લોટ દળવાની ઘંટી માટે રશિયન ટૅકનોલૉજી, કુહાડી બનાવવા માટે ફ્રેંચ ટૅક્નોલૉજી અને માટીના ઘડા બનાવવા માટે ચેકોસ્લોવિયા સાથે કરાર કરવો પડશે, પતરાળી-દડિયા માટે સ્વિસ ટૅક્નોલૉજી અને માટીનાં કોડિયાં માટે ચાઈના પાસે પૂછવા જવું પડશે! હુક્કાના (ચિલમના) નવા આકાર માટે અમેરિકા પાસે જાણકારી લેવી પડશે, જાજમ (કાર્પેટ) માટે રોમાનિયા પાસે ટેકનોલાજી લેવી પડશે. આપણા નેતાઓ જાણે છે કે નહીં, પણ વેલણની બાબતમાં ઈટાલિયન ટૅકનોલૉજીની આયાત અસરકારક રહેશે.

આપણા દેશમાં પણ ટૅકનોલૉજી શોધવા પર મળી શકે છે! પણ સાલું એ ખબર નથી કે, એ ટૅકનોલૉજી નિકાસ માટે કાબેલ છે કે નથી? જે રીતે ચંપલની બાબતમાં કોલ્હાપુરી ટૅક્નોલૉજી, લોટાની (કળશની) બાબતમાં મુરાદાબાદી ટૅકનોલૉજી અને છરી-ચપ્પુ માટે રામપુરી ટૅકનોલૉજી છે.  સમસ્યા એ છે કે જાપાનને ખબર છે કે ‘ચટાઈ’એ ફક્ત ‘ચટાઈ’નથી. એ એક ‘ટૅકનોલૉજી’ પણ છે. પણ ભગવાન જાણે આપણને એ વાતની ખબર ક્યારે પડશે? આપણે ચંપલ, લોટો, છરી, તાળું બધાને ફક્ત એ જ સમજીએ છીએ જે એ છે. પણ ભાઈ, જેવી રીતે ચટાઈ જાપાની ટૅકનોલૉજી છે, એમ ચંપલ, લોટો, છુરી, તાળું આપણી ભારતીય ટૅકનોલૉજી છે! બીજા કોઈ દેશ આપણને ચંપલ, લોટો, છુરી, તાળું માટે ટૅકનોલૉજી નિકાસ કરે એ પહેલાં જ મિત્રો આપણે એની ટૅકનોલૉજી નિકાસ કરીએ! (મૂળ હિંદી લેખ ૧૯૮૫નો છે પણ આજેય ઘણો પ્રસ્તુત છે)
સંજય છેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top