Sports

શ્રીલંકાએ છ વિકેટે હરાવી ભારતના ભાવિને જો અને તો પર મૂક્યું

દુબઇ: એશિયા કપની (Asia Cup) સુપર ફોરની (Super Four) આજે મંગળવારે મહત્વની એવી કરો યા મરો મેચમાં (Match) ભારતીય ટીમે (Team India) રોહિત શર્માની આક્રમક 72 રનની ઇનિંગ અને સૂર્યકુમાર યાદવ સાથેની તેની 97 રનની ભાગીદારીની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 173 રન બનાવીને મૂકેલા 174 રનના લક્ષ્યાંકને શ્રીલંકાએ (SriLanka) પોતાના ઓપનર પથુમ નિસાંકાના 52 અને કુસલ મેન્ડિસના 57 રનની ઇનિંગ ઉપરાંત બંને વચ્ચેની 97 રનની ભાગીદારી ઉપરાંત કેપ્ટન દાસુન શનાકા અને ભનુકા રાજપક્ષે વિચ્ચેની નોટઆઉટ અર્ધશતકીય ભાગીદારીની મદદથી અંતિમ ઓવરના પાંચમા બોલે કબજે કરીને છ વિકેટે જીત મેળવીને એશિયા કપમાં ભારતના ભાવિને જો અને તો પર મૂકી દીધું હતું.

  • ભારતીય ટીમ વતી રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ વચ્ચે થયેલી 97 રનની ભાગીદારી ભારતીય ઇનિંગની હાઇલાઇટ રહી
  • ઓપનર પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસની 97 રનની અને શનાકા-રાજપક્ષેની અર્ધશતકીય ભાગીદારીથી છેલ્લી ઓવરમાં શ્રીલંકા જીત્યું

ટોસ જીતીને શ્રીલંકાએ ફિલ્ડીંગ પસંદ કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી ભારતીય ટીમને શરૂઆતમાં જ ઝાટકો લાગ્યો હતો અને માત્ર 13 રનના સ્કોર પર કેએલ રાહુલ અને વિરાટ કોહલીની વિકેટ તેમણે ગુમાવી દીધી હતી. રાહુલ માત્ર 6 રન અને કોહલી શૂન્ય રને આઉટ થયો હતો. આ બંને આઉટ થયા પછી ભારતીય ટીમના દાવની હાઇલાઇટ સમી ત્રીજી વિકેટની ભાગીદારી રોહિત શર્મા અને સૂર્યકુમાર વચ્ચે નોંધાઇ હતી. આ બંનેએ મળીને 10.4 ઓવરમાં 97 રનની ભાગીદારી કરીને સ્કોર 110 સુધી લઇ ગયા હતા. બંનેની ભાગીદારીથી ભારત મજબૂત સ્કોર તરફ આગળ વધ્યું હતું, જો કે રોહિત 41 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 72 રન કરીને આઉટ થયા પછી સૂર્યકુમાર યાદવ પણ 34 રન બનાવીને આઉટ થયો હતો. આ બે આઉટ થયા પછી ભારતના કોઇ બેટ્સમેને ક્રિઝ પર ટકીને રમવાની દરકાર લીધી નહોતી. તેમાં દીપક હુડાને તો એક ચાન્સ મળ્યા છતાં તે કંઇ કરી શક્યો નહોતો. 19મી ઓવરમાં ભારતે બે બોલમાં સતત બે વિકેટ ગુમાવી દીધી છે. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 173 રન બનાવ્યા હતા.

Most Popular

To Top