Sports

હાર્દિક સર્વશ્રેષ્ઠ T-20 ઓલરાઉન્ડર, બુમરાહ તમામ ફોર્મેટમાં પરફેક્ટ બોલર : રિકી પોન્ટિંગ

દુબઈ : દિગ્ગજ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન (Australian Batsman) રિકી પોન્ટિંગે (Ricky Ponting) ભારતના (India) હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને વર્લ્ડ ટી-20 ઇલેવન માટે તેના પ્રથમ પાંચ ખેલાડીઓમાં સામેલ કર્યા છે. પોન્ટિંગે પંડ્યાને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ટી-20 ઓલરાઉન્ડર ગણાવ્યો જ્યારે બુમરાહને ત્રણેય ફોર્મેટમાં પરફેક્ટ બોલર ગણાવ્યો હતો. પોન્ટિંગે કહ્યું કે, વર્તમાન ફોર્મને જોતા હાર્દિક પંડ્યાને ત્રીજા નંબર પર ન રાખવો ખૂબ મુશ્કેલ હશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું

પોન્ટિંગે કહ્યું હતું કે તેણે ફરીથી બોલિંગ શરૂ કરી છે અને તેની ઝડપ 140 કિલોમીટર પ્રતિ કલાક છે, જેવી તે ચાર-પાંચ વર્ષ પહેલા કરતો હતો. પરંતુ તે બેટિંગ કરતી વખતે તેની બેટિંગ અને પરિપક્વતાના સંદર્ભમાં ઘણો આગળ નીકળી ગયો છે. તે કદાચ ટી-20 ક્રિકેટમાં વિશ્વનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. તેની પાસે વન ડે ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર બનવાની ક્ષમતા પણ છે.

ટોપ ફાઇવના અન્ય ત્રણ ખેલાડીઓમાં પોન્ટિંગે રાશિદ ખાન, બાબર આઝમ અને જોસ બટલરનો સમાવેશ કર્યો હતો. પોન્ટિંગે અફઘાનિસ્તાનના સ્ટાર બોલર રાશિદ ખાનના વખાણ કરતાં કહ્યું હતું કે હું ખરેખર રાશિદ ખાનને નંબર વન પર મૂકવા માંગુ છું. મને લાગે છે કે જો આઈપીએલની હરાજીમાં ખેલાડીઓ માટે સ્પર્ધા હોત અને સેલેરી કેપ ન હોત તો કદાચ સૌથી વધુ કિંમત તેની બોલાઇ હોત.

રોહિત એશિયા કપમાં એક હજારથી વધુ રન કરનારો ભારતનો પહેલો અને કુલ ત્રીજો બેટ્સમેન બન્યો
દુબઇ : એશિયા કપમાં આજે મંગળવારે શ્રીલંકા સામેની કરો યા મરો મેચમાં 41 બોલમાં 4 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 72 રનની ઇનિંગ રમનારા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એશિયા કપમાં સર્વાઘિક છગ્ગા ફટકારવાનો પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. શાહિદ આફ્રિદીએ એશિયા કપમાં કુલ 26 સિક્સર ફટકારી હતી, પરંતુ હવે રોહિત શર્માના નામે 29 સિક્સર છે અને તે નંબર વન પર પહોંચી ગયો છે. એશિયા કપમાં સનથ જયસૂર્યા 23 છગ્ગા સાથે ત્રીજા નંબર પર છે, જ્યારે સુરેશ રૈના 18 છગ્ગા સાથે ચોથા અને એમએસ ધોની 16 છગ્ગા સાથે પાંચમા નંબરે છે. આ સાથે જ રોહિત શર્મા એશિયા કપ (વન ડેઅને ટી-20 સહિત)માં 1000થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો. તેના પહેલા શ્રીલંકાનો સનથ જયસૂર્યા અને કુમાર સંગાકારા આ આંકડે પહોંચી ચૂક્યા છે.

Most Popular

To Top