Sports

IND vs AUS: ટેસ્ટ સિરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, આ ખેલાડી થયો ઘાયલ

અમદાવાદ: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ચોથી ટેસ્ટ (Test) અમદાવાદના (Ahmedabad) મેદાન પર રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં પહેલાથી જ 2-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતે કોઈપણ ભોગે ત્રીજી મેચ જીતવી પડશે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 480 રનનો મોટો સ્કોર બનાવ્યો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ચાર વિકેટના નુકસાન પર 333 રન બનાવી લીધા છે, પરંતુ આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો એક સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થઈ ગયો છે.

આ ખેલાડી બેટિંગ કરવા આવ્યો ન હતો 
મેચના ત્રીજા દિવસે ચેતેશ્વર પૂજારાના આઉટ થયા બાદ શ્રેયસ ઐયરની જગ્યાએ રવીન્દ્ર જાડેજાને પાંચમા નંબરે બેટિંગ કરવા મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ ચોથા દિવસે 28 રન બનાવીને જાડેજા આઉટ થયો. ત્યાર બાદ પણ અય્યર બેટિંગ કરવા આવ્યો ન હતો અને કેએસ ભરતને બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે શ્રેયસને કમરમાં દુખાવો છે. મળતી માહિતી અનુસાર, શ્રેયસ અય્યરે પીઠના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ કરી છે અને તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે અને તે BCCI મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. 

શ્રેયસ અય્યર પ્રથમ મેચમાં પણ રમ્યો ન હતો 
હાલમાં શ્રેયસ અય્યરની ઈજા કેટલી ગંભીર છે અને તે મેચમાં બેટિંગ કરવા ઉતરશે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી. ઈજાના કારણે અય્યર પ્રથમ ટેસ્ટમાં રમી શક્યો ન હતો. જો તે મેચમાં બેટિંગ કરવા માટે નહીં ઉતરે તો ટીમ ઈન્ડિયા માટે તે મોટો ફટકો હશે. 

ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યા 
શ્રેયસ અય્યર તેની શાનદાર બેટિંગ માટે જાણીતો છે, તેણે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. તેણે ભારત માટે 9 ટેસ્ટમાં 999 રન બનાવ્યા છે. 42 વનડેમાં 1631 રન બનાવ્યા. આ સાથે જ 49 ટી20 મેચમાં 1043 રન બનાવ્યા છે. 

ટીમ ઈન્ડિયા 147 રન પાછળ છે 
ઉસ્માન ખ્વાજા અને કેમેરોન ગ્રીનની સદીઓને કારણે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 480 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયા માટે શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી. તેણે 128 રનની ઇનિંગ રમી હતી. ભારતની ધરતી પર આ તેની પ્રથમ સદી હતી. આ સાથે જ વિરાટ કોહલીએ 70 રન બનાવ્યા છે. ચેતેશ્વર પૂજારાએ 42 અને રોહિત શર્માએ 35 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 147 રન પાછળ છે. 

Most Popular

To Top