Charchapatra

વ્યાજબી અને ન્યાયી માંગણી ન સંતોષાય તો નાક દબાવવું પડે

એક જનરલ મેનેજરને પટાવાળા કરતાં ઓછું પેન્શન મળે એવું બને ખરું? જી હા, રાષ્ટ્રીયકૃત બેંકોનાં કર્મચારીઓ જેઓ રિટાયર્ડ થયાં છે અને પેન્શન મેળવે છે તેમને માટે આ વાત સાચી છે. કારણ જ્યારે બેંક કર્મચારીઓના પગારમાં સુધારો થાય છે ત્યારે તેમના પેન્શનમાં તેને અનુલક્ષીને જે વધારો થવો જોઇએ તે થતો નથી અને આવું ફકત રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ જેઓ પેન્શન મેળવે છે તેમના કિસ્સામાં જ બને છે. બાકી બધી જગ્યાએ જ્યાં પગારધોરણમાં સુધારો થાય  ત્યાં પગાર વધે તેની સાથે પેન્શનમાં પણ વધારો થાય છે.

હવે છેલ્લાં ચાર પાંચ વર્ષથી આ અંગે જે કોઈ રજૂઆત થઇ છે તેનું કોઈ ફળદાયી પરિણામ આવતું નથી અત્યંત વ્યાજબી અને ન્યાયી માંગણી હોવા છતાં. તો આ સંજોગોમાં નાક દબાવ્યા વગર કામ નહીં નીકળે. બેંકોના રિટાયર્ડ કર્મચારીઓના યુનિયને એવી જાહેરાત કરવી જોઈએ કે જો અમારી વ્યાજબી અને ન્યાયી માંગણી ન સ્વીકારાય તો ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં કોઇ પણ પેન્શન મેળવનાર બેંક કર્મચારી મતદાન તો કરશે પણ તેમનો મત નોન ઓફ ધ અબોવ ને જ જશે. આવા પેન્શન મેળવનારની સંખ્યા પાંચ લાખ કરતાં વધુ છે એટલે ચૂંટણી પરિણામો પર સારો જેવો ફરક પાડે.

ચમત્કાર વગર નમસ્કાર નહીં અને ન્યાય મેળવવા નાક દબાવવું જ પડે એવું નથી લાગતું ? વળી બેંક કર્મચારી જ્યારે નિવૃત્ત થયા ત્યારે બેંક કોન્ટ્રીબ્યુશન વત્તા વ્યાજના જે પૈસા તેમને આપવાના થતા હતા તે ન આપીને પેન્શન ટ્રસ્ટ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને તેમાંથી એટલે કે તેમના જ પૈસામાંથી તેમને પેન્શન ચુકવવામાં આવે છે . બેંકનો કે સરકારનો એક પૈસો જતો નથી અને છતાં જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે નાક દબાવીએ જ છૂટકો તેમાં બેમત ન હોઈ શકે.
સુરત     સુરેન્દ્ર દલાલ  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ઓનલાઈન સટ્ટો અટકાવો
છેલ્લાં ઘણા  સમયથી સમગ્ર ભારતમાં ઓનલાઈન જુગાર ખૂબ જ મોટા પાયા પર વિકસિત થઈ રહ્યો છે, જેનું પરિણામ નકારાત્મક જ હોય જેને લીધે દેશનાં હજ્જારો પરિવારો બરબાદ થઈ ગયાં અને બરબાદ થઈ રહ્યાં છે. જેની સામે સરકારની લાચારી અને ભૈદી મૌનનાં દર્શન થાય છે. હાલમાં જ સુરતનાં, મોટા વરાછામાં ઓનલાઈન જુગારનું એકાઉન્ટીંગ સેન્ટર પકડાયું. હવે સમજવાની વાત એ છે કે આપણા દેશની એ કરુણતા છે કે જેમાં દેશની જનતાનું અહિત છે. જેમકે તમાકુ સેવન કરવું અને ઓનલાઈન જુગાર રમવો તેની મોટી જાહેરાતો ટી.વી. દૈનિક પત્રો અને જાહેર રસ્તાઓ પર બોર્ડીગ લગાડીને નાંમાકિત સેલીબ્રિટીઓ દ્વારા કરવામાં આવે છે. આ અંગે સરકારે ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે અને તેમાં નિયંત્રણ અંગે જરૂરી કાર્યવાહી કરવી જ જોઈએ!
સુરત     – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top