Business

નજમ સેઠીએ ICCને કહ્યુ, પાકિસ્તાન વર્લ્ડકપની મેચ અમદાવાદમાં રમવા નથી માગતું

કરાચી : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના (PCB) અધ્યક્ષ નજમ સેઠીએ વર્લ્ડકપ (Worlcup) દરમિયાન અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કટ્ટર હરીફ ભારત (India) સામે રમવા અંગે આઈસીસી (ICC) અધ્યક્ષ ગ્રેગ બાર્કલેને તેમની આશંકા જણાવી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. પીટીઆઇ દ્વારા આ અગાઉ કહેવાયું હતું કે પીસીબી તેની મેચો કોલકાતા, ચેન્નાઈ અને બેંગલુરુમાં રમવા માંગે છે.

એશિયન ક્રિકેટ કાઉન્સીલ (એસીસી) દ્વારા એશિયા કપની મેચો ‘હાઈબ્રિડ મોડલ’ પર યોજવાની તેમની માંગને નકારી કાઢ્યા પછી બાર્કલે અને આઈસીસીના જનરલ મેનેજર જ્યોફ એલાર્ડિસે તાજેતરમાં વન ડે વર્લ્ડકપમાં તટસ્થ સ્થળોની માગ ન કરવાની ખાતરી માટે પીસીબીના અધિકારીઓની મુલાકાત લીધી હતી.

  • આઇસીસી અધ્યક્ષ બાર્કલે અને જ્યોફ એલાર્ડિસ સમક્ષ પીસીબીએ પાકિસ્તાનની મેચો ચેન્નાઇ, બેંગલુરૂ અને કોલકાતામાં યોજવાની માગ કરી
  • 5 વર્ષની સાયકલમાં આઇસીસીની આવકમાં પાકિસ્તાનનો હિસ્સો નહીં વધારાય તો પીસીબી નવા રેવેન્યુ મોડલને સ્વીકારશે નહીં : નજમ સેઠી

પીસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, સેઠીએ બાર્કલે અને એલાર્ડિસને જાણ કરી છે કે પાકિસ્તાન નોકઆઉટ અથવા ફાઇનલ જેવી મેચ સિવાય અમદાવાદમાં મેચ રમવા માંગતું નથી. તેમણે કહ્યું, હતું કે તેઓએ આઇસીસીને વિનંતી કરી છે કે જો પાકિસ્તાન સરકાર વર્લ્ડ પ રમવા માટે ભારત જવાની પરવાનગી આપે છે, તો પાકિસ્તાનની મેચ ચેન્નાઈ, બેંગલુરુ અને કોલકાતામાં યોજવામાં આવે. સેઠીએ એમ પણ કહ્યું છે કે જો આગામી પાંચ વર્ષની સાયકલ માટે આઇસીસીની આવકમાં પાકિસ્તાનનો હિસ્સો વધારવામાં નહીં આવે તો તેઓ નવા રેવન્યુ મોડલને સ્વીકારશે નહીં.

IPLથી દુનિયાને ઈર્ષ્યા છે, પણ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ માટે ટેસ્ટનો ભોગ ન લેવાય : ફરોખ એન્જિનિયર
લંડન : ભારતના માજી વિકેટકીપર બેટ્સમેન ફરોખ એન્જીનિયર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સફળતાને જોઈને વિશ્વને ઈર્ષ્યા કરે છે તે જોઈને ખુશ છે પરંતુ તેઓ ઈચ્છે છે કે રમતના હિતધારકો ટેસ્ટ ક્રિકેટને સમર્થન આપવાનું ચાલુ રાખીને તેના વિકાસ માટે નક્કર પગલાં ભરવાનું ચાલુ રાખે. આર્થિક રીતે મજબૂત ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ક્રિકેટ માટે પ્રતિબદ્ધ છે પરંતુ નાના દેશોના ખેલાડીઓ વિશ્વભરની ફ્રેન્ચાઈઝી લીગમાં રમવાનું પસંદ કરે છે કારણ કે તેઓ ત્યાંથી સારી કમાણી કરે છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ડબલ્યુટીસી ફાઈનલ જોવા માન્ચેસ્ટરથી લંડન પહોંચેલા 85 વર્ષીય એન્જિનિયરે કહ્યું હતું કે તે સંજોગો પર આધારિત ચેસની રમત જેવી છે. તેમાં બેટ્સમેનોની ખરી કસોટી થાય છે. ટેસ્ટ અને મર્યાદિત ઓવરના ક્રિકેટ બંને માટે પૂરતી જગ્યા હોવી જોઈએ. આ ફાઈનલ ઓવલ ખાતે રમાઈ રહી છે જ્યાં ભારતે 1971માં ઈંગ્લેન્ડમાં તેની પ્રથમ ટેસ્ટ મેચ જીતી હતી. એન્જિનિયરે તે મેચની પ્રથમ ઇનિંગમાં 59 રન બનાવીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એન્જિનિયર એવા દિવસોમાં ક્રિકેટ રમ્યા છે જ્યારે ક્રિકેટરો રોજના 50 રૂપિયા કમાતા હતા. તેઓ ખુશ છે કે વર્તમાન પેઢીના ક્રિકેટરો આઇપીએલમાં કરોડોની કમાણી કરી રહ્યા છે.

એન્જિનિયરે પીટીઆઈને કહ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટ માટે જોખમમાં હોવું એ સારી વાત નથી. તે સારી વાત છે કે ટી-20 દ્વારા આ રમત વિશ્વભરમાં ફેલાઈ રહી છે પરંતુ આ માટે ટેસ્ટ ક્રિકેટનો ભોગ ન આપવો જોઈએ. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિશ્વને એ દર્શાવે છે કે ટેસ્ટ ક્રિકેટ પણ મર્યાદિત ઓવરના ક્રિકેટ જેટલું જ રસપ્રદ હોઈ શકે છે.

Most Popular

To Top