Business

રશિયાથી ડિસ્કાઉન્ટ ભાવથી ક્રુડ ઓઇલ મળ્યું, પણ ભારતીય કંપનીઓ મહત્તમ લાભ લેવામાં સફળ નહીં

મુંબઇ: ભારત (India) રશિયન ઓઇલ (Russian Oil) પરના ડિસ્કાઉન્ટનો (Discount) લાભ લઇને ક્રુડ ઓઇલની આયાત પરની એકંદર ખર્ચ ઘટાડવામાં સફળ રહ્યો છે. જો કે, ઇન્ડિયન ઓઇલ માર્કેટીંગ કંપનીઓ આ સાનુકુળ પરિસ્થિતિમાંથી મહત્તમ લાભ લેવામાં નિષ્ફળ રહી છે. આ સંદર્ભમાં બહાર પડેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારત સસ્તા રશિયન તેલની આયાત કરીને તેની કુલ ક્રુડ ઓઇલની આયાતની કિંમતમાં ઘટાડો કરીને ફાયદામાં છે, પરંતુ ઇન્ડિયન ઓઇલ માર્કેટીંગ કંપનીઓના કાચા માલની કિંમત ત્યાં છે. ક્રુડની સરખામણીમાં કોઇ મોટો ઘટાડો નથી.

નાયરા એનર્જી જેવી કંપનીઓને રશિયન ક્રુડ ઓઇલથી વધુ ફાયદો થશે. નયારા એનર્જી રશિયન ઓએમસી રોઝનેફટની માલિકીની છે. નયારા એનર્જીના સરખામણીમાં ભારતીયતેલ કંપનીઓએ પરિવહન અને વીમા ખર્ચ પર વધુ ખર્ચ કરવો પડે છે. પરિણામે ભારતીય કંપનીઓને રશિયન ક્રુડ ઓઇલ નાયરા એનર્જી કરતાં મોઘું લાગે છે.

નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ક્રુડ સામગ્રીની કિંમત લગભગ 115 ડોલર પ્રતિ બેરલ છે. જ્યારે આ જ સમયગાળામાં દુબઇ ક્રુડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ 105 ડોલરની આસપાસ હતી. તેવી જ રીતે ભારત પેટ્રોલીયમ કોર્પોરેશનના કાચા માલની કિંમત પણ આ સમયગાળા દરમ્યાન લગભગ 115 ડોલર પ્રતિ બેરલ હતી.
તેલ ઉદ્યોગમાં દુબઇ ક્રુડનો ઉપયોગ બેન્ચમાર્ક તરીકે થાય છે. આવી સ્થિતિમાં, જો ભારતીય રિફાઇનર્સની ક્રુડ ઓઇલની કિમત દુબઇ ક્રુડ ઓઇલની સરખામણીમાં ઘટે છે. તો તે તેમના ગ્રોસ રિફાઇનીંગ માર્જિનમાં વધારો કરે છે. ઉપરાંત તેઓ સિંગાપોર જીઆરએમ કરતાં વધુ સારી છે.

ઇન્ડિયન ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ અહેવાલ આપ્યો છે કે, સિંગાપોરના જીઆરએમ કોમ્પ્લેક્સ માર્જિનની સરખામણીમાં તેમના જીઆરએમ મજબૂત સ્તરે છે. નાણાંકીય વર્ષ 2023માં આઇઓસીનું જીઆરએમ પ્રતિ બેરલ 19.5 ડોલર છે. જ્યારે સીંગાપોર જીઆરએમ કોમ્પ્લેક્સ માર્જિન સમાન સમયગાળામાં બેરલદીઠ 10.8 ડોલર હતું. જ્યારે આ સમયગાળા દરમ્યાન બીપીસીએલનું જીઆરએમ પ્રતિ બેરલ 20.2 ડોલર હતું. આ સમયગાળા દરમ્યાન આઇઓસી અને બીપીસીએલનું જીઆરએમ રિલાયન્સ ઇન્ડ., ચેન્નાઇ પેટ્રોલિયમ અને મેંગ્લોર રિફાઇનરી અને પેટ્રો જેવા મોટા રિફાઇનર્સ કરતાં વધુ સારૂં રહ્યું છે.
નોંધનીય છે કે, રશિયા-યુક્રેન યુદ્ધ અને ઘણા દેશો તરફથી રશિયન ક્રુડ પર પ્રતિબંધો બાદ ભારત રશિયન ક્રુડના મોટા ખરીદદાર તરીકે ઉભરી આવ્યું છે. આ યુદ્ધની શરૂઆત પહેલાં ભારતની ક્રુડ ઓઇલની આયાતમાં રશિયાનો હિસ્સો માંડ 1-2 ટકા હતો, તે નાણાંકીય વર્ષ 2023માં ધીમે ધીમે વધીને 21.5 ટકા થઇ ગયો છે. એક રિપોર્ટ છે કે, રશિયા પછી ઇરાક 21.4 ટકા અને સાઉદી અરેબિયા 16.7 ટકા છે.

એચપીસીએલ પર સેલ રેટિંગ ધરાવે છે. જેની લક્ષ્ય કિંમત રૂ. 257 છે. તે જ સમયે, આઇઓસી અને બીપીસીએલનું રેટિંગ ઘટાડ્યું છે અને તેમના માટે 89 અને 357 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. ઉપરાંત, બ્રોકરેજ ફર્મે કહ્યું છે કે, તે ભારતીય ઓએમસીને ત્યારે જ ફરીથી રેટ કરશે જો તેઓ 2024ની સામાન્ય ચુંઠણીઓ પછી તેમના મજબૂત રિફાઇનીંગ પ્રદર્શનને ચાલુ રાખશે. ઓએમસી આ સમયગાળા દરમ્યાન પંપના ભાવ પર વધુ નિયંત્રણ રાખશે.

Most Popular

To Top