Charchapatra

માનવધર્મ જ શ્રેષ્ઠ નહીં કે મારો ધર્મ

ધર્મ કરતાં પણ પ્રાથમિક જરૂરિયાત છે રોટી, કપડાં અને મકાન. આપણે ધર્મને બીજા કેન્દ્રબિંદુથી જોઇએ છીએ. માનવતાના ખોળામાં પાંગરે તે ધર્મ. આપણે જયારે ટોળાશાહી બનીને અસામાજિક તત્ત્વોને સાથ આપીએ છીએ. કટ્ટર વ્યકિતને આંખ બંધ કરીને વિશ્વાસ મૂકીએ છીએ કે મારો ધર્મ સર્વ શ્રેષ્ઠ. ખરેખર તો ધર્મ એ તો માત્ર માર્ગ છે પરમતત્ત્વને પામવાનો. દરેક ધર્મના રિવાજો હોય છે. તેને સન્માન આપવું પણ ખોટું હોય તો તેને ઠોકી નહીં બેસાડવું. ધર્મ કોઇ પણ હોય, પ્રેમ ધર્મથી ચડિયાતો કોઇ ધર્મ નથી. દરેક વસ્તુમાં અપડેઇટ આવે છે તો વિચારધારામાં કેમ નહીં. હિંદુ, શીખ, પારસી, મુસ્લિમ, ખ્રિસ્તી આવા દરેક ધર્મમાં માનવધર્મ સર્વોપરી છે. કટ્ટરતાને તિલાંજલિ આપી પ્રેમથી જીવવાનું શીખો. આ ભારત દેશે કોઇ પણ ધર્મને બાંધીને રાખવાની કોશિશ નથી કરી. દરેક ધર્મની ભાવનાનું સન્માન કર્યું છે. ધરતી પર રહેવાલાયક દેશ એ આપણો ભારત દેશ છે.
સુરત              – તૃષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઔરંગઝેબ અંગે સિક્કાની બીજી બાજુ
ઔરંગઝેબે નવસારી પાસેના ગણેશવડ જે સીસોદરા નજીક છે ત્યાં શિવમંદિર છે. તે મંદિરને 20 વિંઘા જમીન દાનમાં આપી હતી તે અંગે તથા અન્ય જગ્યાએ પણ દાન કર્યું હતું. ઔરંગઝેબ અંગે મારે ઇતિહાસમાં ભણવામાં આવ્યું હતું કે ઔરંગઝેબ ધર્માંધ અને ધર્મઝનૂની રાજા હતો. તેમણે પોતાની સેનાને હિંદુ મંદિરો તોડી નાંખવાનો આદેશ કર્યો હતો તે અંગે વોટ્‌સએપ દ્વારા મોબાઇલમાં ઔરંગઝેબની સહી સાથેનો આદેશપત્ર પણ રજૂ થયો છે. એમણે ઘણાં હિંદુ મંદિરો તોડી પડાવ્યાં હતાં.કેટલીક જગ્યાએ શિવમંદિરોમાં ચમત્કાર પણ થયા હતા અને તેથી મંદિરો તૂટી શકયાં ન હતાં. સિક્કાની બે બાજુ હોય છે તેમ ઔરંગઝેબની બીજી બાજુ વિષે પણ લખાવું જોઇએ તો એ અંગે તટસ્થ રજૂઆત થઇ ગણાય.
નવસારી           – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top