Entertainment

જલ્દી જ રણબીર કપૂરના ઘરમાં ગૂંજશે કિલકારીઓ, કપલ પહોંચ્યું હોસ્પિટલ

મુંબઈ: આ સમયે કપૂર પરિવારમાં (Family) ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે બેબી કપૂરનું આગમન થવા જઈ રહ્યું છે. જણવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હોસ્પિટલ (Hospital) પહોંચી ગયા છે. હોસ્પિટલની બહાર કપલને જોઈને ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે. જણાવી દઈએ કે આલિયા ભટ્ટની નવેમ્બરમાં HN રિલાયન્સ હોસ્પિટલમાં ડિલિવરી થવાની છે. કપૂર પરિવારની સાથે હવે રણબીર-આલિયાના તમામ ચાહકો બેબી કપૂરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આલિયા ભટ્ટ પોતાની ડિલિવરી માટે હોસ્પિટલ પહોંચી છે. રણબીર પણ તેની સાથે છે. રણબીર અને આલિયાની હોસ્પિટલની બહારની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે આલિયા સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પ સાથેના ફોટા પોસ્ટ કરે છે. હમણાં થોડા સમય પહેલા જ તેનું બેબી શાવરનું ફંકશન પણ કરવામાં આવ્યું હતું જેમાં આલિયાના ફેસ પર પ્રેગન્નેન્સી ગલો જોઈ ચાહકો ખુશ થઈ ગયા હતા.

જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે આ વર્ષે એપ્રિલમાં લગ્ન કર્યા હતા. બંનેએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ઇન્ટિમેટ લગ્ન કર્યા હતા. પરંતુ આલિયા અને રણબીરના લગ્ન કોઈ ડ્રીમ વેડિંગથી ઓછા નહોતા. બંનેએ પોતાના ઘરમાં સાત ફેરા લઈને કાયમ માટે એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો. કપલના લગ્ન અને વિધિની સાથે તેમના વેડિંગ લૂકની પણ ખૂબ ચર્ચા થઈ હતી. રણબીર અને આલિયાના લગ્નના ફોટાએ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો હતો. આલિયાના કલિયર્સથી લઈને મંગળસૂત્ર સુધી, દરેક વસ્તુમાં રણબીરનો લકી નંબર 8 જોવા મળ્યો, જેની ખૂબ ચર્ચા થઈ હતી.

લગ્નના થોડા સમય પછી જ આલિયા અને રણબીરે ચાહકોને ખુશખબર આપી હતી. આલિયા ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ સક્રિય હતી. આલિયાએ પ્રેગ્નન્સીની સ્થિતિમાં પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું જોરદાર પ્રમોશન કર્યું હતું. ચાહકોને પણ આ ફિલ્મ ઘણી પસંદ આવી અને તે હિટ બની હતી. આ ઉપરાંત રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર જ પ્રેમમાં પડ્યા હતા.

Most Popular

To Top