World

સોમાલિયામાં ભયાનક બોમ્બ વિસ્ફોટ, 15થી વધુનાં મોત

નવી દિલ્હી: સોમાલિયાની (Somaliya) રાજધાની મોગાદિશુમાં એક સૈન્ય મથક પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં (Bomb explosion) ઓછામાં ઓછા 15 લોકો માર્યા (Death) ગયાની માહિતી મળી આવી છે. મળતી માહિતી મુજબ ઉગ્રવાદી જૂથ અલ-શબાબને આ આત્મઘાતી હુમલા (Attack) માટે જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. જો કે આ હુમલા પાછળ ખરેખર કોણ જવાબદાર છે તે હજુ સ્પષ્ટ થયું નથી. જાણકારી મળી આવી છે આ જૂથ પર ગયા અઠવાડિયે બે કાર બોમ્બ વિસ્ફોટ કરાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.

અલ-શબાબે જવાબદારી લીધી
અલ-કાયદા સાથે સંકળાયેલા એક ઉગ્રવાદી જૂથ અલ-શબાબે આ હુમલાની જવાબદારી સ્વીકારી, કહ્યું કે તે શિક્ષણ મંત્રાલયને નિશાન બનાવી રહ્યું છે, કારણ કે તે માને છે કે “સોમાલી બાળકોને ઇસ્લામિક ધર્મમાંથી દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે”. મળતી માહિતી મુજબ વિસ્ફોટ શનિવારે જનરલ ધગબાદન લશ્કરી તાલીમ સુવિધામાં થયો હતો, જે ભૂતપૂર્વ કેન્ડી ફેક્ટરીમાં સ્થિત છે.

ગયા અઠવાડિયે પણ ભયાનક કાર બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા હતા
30 ઓક્ટોબર સોમાલિયા માટે કાળો દિવસ સાબિત થયો હતો. સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં એક ભયાનક કાર બોમ્બ વિસ્ફોટમાં 100 થી વધુ લોકો માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયા હતા. રાજધાનીમાં ખૂબ જ ભીડભાડવાળા વિસ્તારમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં જીવ ગુમાવનારાઓમાં બાળકો, વૃદ્ધો અને યુવાનોનો સમાવેશ થયો હતો. હુમલો એટલો જીવલેણ હતો કે નજીકમાં બનેલા ઘરો અને દુકાનોના બારી-બારણા પણ ઉડી ગયા હતા. કાચના ફલક તૂટી ગયા હતા. નજીકમાં પાર્ક કરાયેલા અન્ય કેટલાક વાહનો પણ ધુમાડામાં ફેરવાઈ ગયા હતા. લોકોના શરીરના ચીંથરા ઉડી ગયા. હુમલામાં ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એમ્બ્યુલન્સને પણ નુકસાન થયું હતું
એમ્બ્યુલન્સ સેવાના ડાયરેક્ટર અબ્દુલકાદિર અદાને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “પ્રથમ હુમલામાં ઘાયલ લોકોને મદદ કરનાર એમ્બ્યુલન્સ પણ બીજા વિસ્ફોટથી નાશ પામી હતી.” એક પ્રત્યક્ષદર્શી અબ્દિરઝાક હસને કહ્યું, “બીજો બ્લાસ્ટ થયો ત્યારે હું 100 મીટર દૂર હતો. હું જમીન પર પડેલા મૃતદેહોને ગણી શક્યો નહીં.” ઓક્ટોબર 2017માં આ જ જગ્યાએ ટ્રક બોમ્બ વિસ્ફોટમાં 500 લોકો માર્યા ગયા હતા. તે હુમલા પછી આ વિસ્તાર સૌથી ઘાતક માનનામાં આવે છે. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયેલો રહે છે. આ હુમલા બાદ ચારે તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Most Popular

To Top