Gujarat

પોતાનો મત આપવા ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા, પૌત્રી સાથે મતદાન કર્યુ

ગાંધીનગર (Gandhinagar): ગુજરાતના 6 શહેરો -અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં આજે મહાનગર પાલિકાનું મતદાન છે. તો  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) અમદાવાદ મહાનગર પાલિકામાં પોતાના મતવિસ્તારમાં મતદાન કરવા સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમિત શાહે અમદાવાદના નારણપુરા ખાતે સપરિવાર મતદાન કર્યું હતું. તેઓ પત્ની, પુત્ર તથા પુત્રવધુ સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતાં. 

સુરક્ષા વ્યવસ્થાના કારણોસર શહેરના નારણપુરામાં મતદાન મથક હાઈસિક્યુરિટી ઝોનમાં ફેરવાયું છે. ક્રાઈમ બ્રાન્ચ સહિતની અનેક સુરક્ષા એજન્સીઓ કેન્દ્રીય ગૃહમંત્રીની સુરક્ષાના બંદોબસ્તમાં ગોઠવાઈ ગઈ હતી. અહીં મતદાન કરવા માટે આવનારા મતદારોને મેટલ ડિટેક્ટરમાં (metal detector) પસાર કરીને જ મતદાન કરવા માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ફોર્સ (Crime Branch) પણ તેનાત કરવામાં આવી છે.

અમિત શાહની સાથે પાટીદાર આગેવાન અને રાજ્યસભાના સભ્ય નરહરી અમીન પણ આ મતદાન કરવા આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ મેયર ગૌતમ શાહ સહિતના નેતા પણ તેમની સાથે હતા. જણાવી દઇએ કે અમિત શાહ નારણપુરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. શાહ  10.20 કલાકની આસપાસ મત આપવા પહોંચ્યા હતા. જાણવ મળ્યુ છે કે મતદાન બાદ અમિત શાહે મોટેરા સ્ટેડિયમની (Motera Stadium) મુલાકાત લીધી છે. જે બાદ તેઓ દિલ્હી જવા રવાના થવાના છે .

ગુજરાતના 6 શહેરો -અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મહાનગર પાલિકાના મતદાન માટે 2276 ઉમેદવારોએ (candidates) પોતાની દાવેદારી નોંધાવી છે. રાજ્ય સરકાર દ્વારા છ મહનગરપાલિકની ચૂંટણી (Election) માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કુલ 3411 મતદાન મથકો (Polling Booth) ઉપર મતદાન યોજાનાર છે, ત્યારે પોલીસ (Police) દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્યભરમાં જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં 40 હજારથી વધુ પોલીસકર્મીઓને ફરજ પર ગોઠવવામાં આવ્યા છે. જ્યારે 44 એસઆરપી કંપનીઓના જવાનોને મતદાન મથકમાં તૈનાત કરવામાં આવ્યા છે.

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે. સાથે જ 21મી ફેબ્રુઆરીના રોજ રાજ્યની 6 મહાનગર પાલિકાઓની ચૂંટણી યોજાનાર છે, ત્યારે રાજ્યમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય રહે તે માટે રાજ્યમાં તમામ પોલીસને સ્ટેન્ડ ટુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top