Charchapatra

હિન્દુ ગુનેગાર છે !?

પાકિસ્તાન ધર્માંધ દેશ છે અને ત્યાં લઘુમતી (હિન્દૂ) ઓને બળજબરીથી ધર્મપરિવર્તન કરાવાય એ કંઈ નવું નથી કેમ કે, ત્યાં હિન્દુઓ જ લઘુમતીમાં છે અને ત્યાં હિન્દુ યુવતીઓનું બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવાય છે,એ જાણીતી વાત છે પણ જ્યાં હિન્દુઓ બહુમતીમાં છે ત્યાં વટાળ પ્રવૃત્તિ કરનારાઓનો રાફડો ફાટ્યો છે ! રેલિજીયન ઇન્ડિયા નામની એક સંસ્થાએ તાજેતરમાં જણાવ્યું હતું કે, ભારતમાં ખાસ કરીને પૂર્વ અને દક્ષિણમાં હિન્દુઓની વસ્તી ઝડપભેર ઘટી રહી છે, કેરળ, તામિલનાડુ, આંધ્ર, કર્ણાટક, બંગાળ,પૂર્વાચલના રાજ્યોમાં હિન્દુ વસ્તીમાં 30 ટકાનો ઘટાડો થયો છે, ‘ધ કેરલ સ્ટોરી’ ની ખાસ્સા વિવાદ સાથે રજૂઆત થઈ, મણીપુરના રમખાણોમાં વટાળ પ્રવૃત્તિની ભૂમિકાની તપાસની માંગણી થઈ છે.

લવ જિહાદ ચાલુ જ છે અને હિન્દુત્ત્વની કોઇપણ વાત કરનારને ગુનેગાર ગણી કહેવાતા બિનસાંપ્રદાયિકો તૂટી પડે છે, ખાલીસ્તાનીઓ પણ ફરી આક્રમક બન્યા છે, ઇતિહાસ તપાસો તો આમાંથી ઘણી સમસ્યાનાં મૂળમાં કોંગ્રેસનું શાસન હતું, આ દેશની બહુમતી હિન્દૂ વસ્તી માટે વાત કરનાર પક્ષ 2014 થી કેન્દ્રમાં સતા પર આવ્યો છે અને આપણે 2002 થી હિન્દુ પ્રેમીઓને પેટમાં દુઃખે છે, આ દેશમાં હિન્દુ હોવું એ ગુન્હો છે !? હિંદુઓ કે, સનાતન ધર્મને  ભાંડનારાઓ અન્ય ધર્મીઓ કે, બિનસાંપ્રદાયિકોને કોઈ કરતા કોઈ ધર્મનું જ્ઞાન જ નથી, તેમનો એજન્ડા એક જ છે : બસ, ‘ હિન્દુઓને ભાંડો ‘! સંબંધમાં સમભાવની ભાવનાનું એક જ ધર્મને લબડધક્કે લો, એવું અર્થઘટન થાય ત્યારે ગીતાનો ઉપદેશ યાદ કરવો પડે : અત્યાચારીઓ સામે હાથ જોડીને બેસી રહેવાથી તેમને શરણે ગયા છે એવો અર્થ નીકળે !
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ભેળસેળ ભારતમાં જ વધુ
સતત સમાચાર પત્રોમાં ભેળસેળ થયાની વાત આવે છે. કદાચ ખાવા પીવાની વસ્તુમાં થાય એ નવાઈની વાત છે. માનવતા મરી પરવારી ગઈ છે. મરચાની ભૂકીમાં ઈંટનો ભૂકો. મસાલા ગુટકામાં કાચનો ભૂકો, કેરીના રસમાં ખાંડ, પીળી હળદળ અને કેમીકલ… ના ભાઈ ના… માણસના આંતરડાનો ભૂક્કો. દૂધના ટેંકરમાં (B.C.U. પ્લાન્ટ પરથી આવેલ ગામડાના) દૂધનો નમૂનો લઈ ટેસ્ટ કરતા તકલીફ, ફેટ, એસએનએફ આવે નહિ. આખી ટીમ ગામે ગઈ, દૂધ ભરનારાના સેમ્પલ લીધા ત્યારે ખબર પડી ચૂનો, યુરિયા, ડાલ્ડા ઘી, અને બીજા કેમીકલ.

યુ.પી. અને દરેક સ્ટેશન ઉપર મળતી ‘‘ચા’’નું દૂધ આ બનાવટી દૂધમાંથી જ તો. હોળી, દિવાળી ઉપર મિઠાઈ માટેના માવાના સ્ટોકમાં દૂધની બનાવટ નહિ પણ બ્લોટીંગ પેપર, અને યુરિયા, ચૂનોમાંથી બનાવેલ માવો. (સુમુલ ડેરી સિવાયના માવા) આ બધુ બનાવનારને એમ માંદા પડશે. ક્યાંક દયા દેખાતી નથી. શાકભાજી મોટી કરવા ઈન્જેકશન, ગટરના પાણીથી શાકભાજી ઘોવી કેટલું ઉચિત છે ?? વિદેશમાં આટલી આરોગ્યનાશક ભેળસેળ નથી થતી. એ પ્લસ પોઈન્ટ ખરો. મારો ભાઈ ખાવાનો છે આ વિચારે કથાના માધ્યમથી પણ પ્રજામાં આનો ફેલાવો થાય એ પણ જરૂરી છે. તો તમારી કથાનો હેતુ સચવાશે.
અછારણ – ભગવતી છ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top