National

આકરી ગરમી વચ્ચે શિમલામાં આંધી અને કરા સાથે ભારે વરસાદ, યલો એલર્ટ જાહેર કરાયું

શિમલા: એકબાજુ સમગ્ર દેશમાં ઉનાળાની આકરી ગરમીથી તપી રહ્યું છે ત્યારે બીજી બાજુ હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) શિમલામાં (Shimala) આંધી (Storm) સાથે વરસાદ અને કરા (Hail) પડ્યા છે. સોમવારે હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં બરફ (Snow) પડતાની સાથે જ હવામાન બદલાયું હતું અને બપોર પછી વરસાદ (Rain) શરૂ થઇ ગયો હતો. મંગળવારે હવામાન કેન્દ્ર શિમલાએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ, કરા અને આંધીનુ યલો એલર્ટ જાહરે કર્યું છે. વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો થતા બદલાતા હવામાને કારણે પ્રવાસીઓને શિમલા જવા આકર્ષ્યા છે.

આ વિસ્તારોમાં પડ્યો વરસાદ
હિમાચલ પ્રદેશના શિમલામાં સોમવારે વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડ્યા હતા. હિમાચલ પ્રદેશમાં સોમવારે રોહતાંગ સહિત કુલ્લુ અને લાહૌલના ઊંચા શિખરો પર તાજી બરફ નીચે પડી હતી. આ સિવાય શિમલા, કુલ્લુ, લાહૌલ, સોલન, કાંગડા, ચંબા, હમીરપુર સહિતના ઘણા વિસ્તારોમાં હવામાન બદલાયું હતું અને સોમવારે બપોર બાદ ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો. આંધી સાથે વરસાદ વરસયો હોવાથી વિસ્તારોમાં ઘણા વૃક્ષો પડી ગયા હતા અને ઈમારતોની ઉડતી છતને ભારે નુકસાન પણ થયું છે. મંગળવારે હવામાન વિભાગે હિમાચલમાં વરસાદની પાડવાની આગાહી આપી યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું
હવામાન કેન્દ્ર શિમલાએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 20 મે સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ, કરા અને વાવાઝોડું આવાની સંભાવના વ્યક્ત કરી શહેરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જણાવી દઈએ કે શિમલામાં સોમવારે બપોરે 2.15 વાગ્યાની આસપાસ વરસાદ અને કરા પડવાના ચાલુ થયા હતા. શિમલા-રામપુર જિલ્લામાં આંધીને કારણે એચઆરટીએસ વર્કશોપમાં ત્રણ બસો પર વૃક્ષો પડી ગયા હતા. કુલ્લુના બંજરમાં પૂરજોશ પવનને કારણે પ્રાથમિક શાળા મેંગ્લોરની છત ઉડી ગઈ. ઉપરાંત પાલમપુરમાં ઝાડ પડતાં એક 26 વર્ષીય પ્રવાસી મહિલાનું મોત નીપજ્યું હતું. આ સાથે જ મહાનગરપાલિકા કચેરીની બહાર મોટું વૃક્ષ પડતાં ચાર વાહનો દટાઈ ગયા હતા. ભારે પવનને કારણે હોટલના કાચ તૂટી પડતાં ત્રણ બાઇકને નુકસાન થયું હતું.

રવિવાર રાત્રિનું લઘુત્તમ તાપમાન
શિમલા, ધર્મશાલા, ઉના, નાહન, પાલમપુર, સોલન, કાંગડા, મંડી, બિલાસપુર, હમીરપુર, જુબ્બરહટ્ટી અને પાઓંટા સાહિબમાં રવિવારે રાત્રે લઘુત્તમ તાપમાન 20 થી 24 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું. જો કે હવે પડેલા વરસાદ બાદ ત્યાંના તાપમાનમાં ઘટાડો થવાની આશંકા છે. તેથી તાપમાન ઘટતા હવામાનમાં ફેરફાર આવ્યા છે. જેના કારણે પ્રવાસીઓ શિમલાનો નજારો જોવા આતુર બન્યા છે.

Most Popular

To Top