Dakshin Gujarat

વાપીમાં બે કિશોરી માતા-પિતાના ડરથી જઈ રહી હતી ઝારખંડ પહોંચી ગઈ ગોવા

વલસાડ: વલસાડના (Valsad) ઔદ્યોગિક વિસ્તાર વાપીમાં (Vapi) નોકરી અર્થે આવેલા ઝારખંડના (Jharkhand) પરિવાર ની બે કિશોરી ટ્રેનમાં (Train) બેસીને ઝારખંડ જવાના બદલે ગોવા (Goa) પહોંચી ગઇ હતી. જેઓ ગોવા 35 દિવસ રહ્યા બાદ ચાઇલ્ડ વેલફેર કમિટીના અધ્યક્ષ સોનલબેન સોલંકીના પ્રયાસોથી વલસાડ આવી પહોંચી છે. જેમને તેમના માતા-પિતાને સુપ્રત કરવામાં આવી છે.

  • વલસાડ ચાઇલ્ડ વેલફેર કમિટીના સોનલબેન સોલંકીએ તેમનું કાઉન્સિલિંગ કરી માતા-પિતાને સુપ્રત કરી દીધી
  • નહેરમાં નાહવા ગઇ હતી, જ્યાંથી મોડું થઇ જતાં માતા ખિજવાશે એના ડરથી ટ્રેક પકડી

ઝારખંડથી વાપીમાં આવીને વસેલા એક પરિવારની બે કિશોરી ગત 8 મી એપ્રિલના રોજ નહેરમાં નાહવા માટે ગઇ હતી. જ્યાંથી મોડું થઇ જતાં માતા ખિજવાશે એના ડરથી તેઓ સ્ટેશન પર પહોંચી ટ્રેન પકડી ઝારખંડ જવાનું વિચારી ગોવાની ટ્રેનમાં બેસી ગઇ હતી. ટ્રેનમાં તેમની હિલચાલ શંકાસ્પદ જણાતા એક મહિલાએ ગોવામાં તેને ઉતારી પોલીસને સોંપી દીધી હતી. ગોવા પોલીસે તેને ગોવા ચિલ્ડ્રન હોમમાં મોકલી આપી હતી.

જેમને ઝારખંડ જવું હોય થોડા દિવસ સુધી ઝારખંડનું જ નામ લેતાં વલસાડના વાપી સાથેનું તેમનું કનેક્શન ખબર પડી શક્યું ન હતું. બીજી તરફ વાપીમાં તેના માતા-પિતાએ તેમની ગુમ થયેલી પુત્રીની પોલીસને ફરિયાદ પણ કરી હતી. ગોવામાં રહેતી બંને કિશોરીને ઝારખંડમાં રહેતા તેના મામાનો નંબર યાદ આવતા તેમણે ચિલ્ડ્રન હોમમાં જણાવ્યો હતો. જ્યાંથી ઝારખંડ વાત કરી અને પછી આખો કેસ વલસાડ સીડબલ્યુસી પાસે આવ્યો હતો. ત્યારે વલસાડના અધ્યક્ષ સોનલબેન સોલંકી એ તેમની સાથે વાત કરી પોલીસની ટીમ મોકલી બાળકીને વલસાડ બોલાવી લીધી હતી. તેમનું કાઉન્સિલિંગ કરી તેમના વાલીઓને સુપ્રત કરી દીધી હતી.

માસી સાથે કપડા ધોવા ગયેલા બાળકનું ચેકડેમમાં ડૂબી જતાં મોત
સાપુતારા : ડાંગ જિલ્લાનાં પીપલ્યામાળ ગામે માસી સાથે ચેકડેમમાં કપડા ધોવા ગયેલો બાળક પાણીમાં ડૂબી જઈ મોતને ભેટ્યો હતો.

ડાંગ જિલ્લાનાં સોડમાળ ગામનો રહેવાસી રાજેશભાઈ ગામીત એકનો એક દીકરો નામે આયુષ ગામીત (ઉ.9 વર્ષ) જેઓ ગત તારીખ 15-05- 2022નાં રોજ તેના મામાનાં ઘરે પીપલ્યામાળ ગામે ગયો હતો. અહીં તેની માસી સાથે નજીકમાં આવેલા ચેકડેમમાં કપડા ધોવા માટે ગયો હતો. અહીં માસી કપડા ધોઈ રહી હતી. તે દરમ્યાન 5 વાગ્યાનાં અરસામાં 9 વર્ષીય બાળક આયુષ ગામીત ચેકડેમનાં ઊંડા પાણીમાં પડી સરકી ગયો હતો. જેની જાણ માતા-પિતા સહીત પરિવારજનોને ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગ્રામજનોની મદદથી આયુષની શોધખોળ આરંભી હતી. થોડા સમય બાદ આયુષનો મૃતદેહ મળી આવતા પરિવારજનોનાં માથે દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો. આ બનાવ અંગે ભાનુબેન બાબુભાઈએ આહવા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા બનાવની નોંધ લઇ આગળની તપાસ આહવા પોલીસે હાથ ધરી છે.

Most Popular

To Top