ગાંધીનગર,તા.10
ગુજરાતે રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈ આપતાં વધુ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે એલન મસ્કની SpaceXની સબસિડિયરી કંપની સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે પરસ્પર સહયોગના Letter of Intent (LoI) કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આ સમારાંભમાં ના ડે સીએમ હર્ષ સંઘવીની પણ ઉપસ્થિતિ રહયા હતા. આ મહત્વપૂર્ણ સમજૂતી પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા ડિજિટલ ભારત અને વિકસિત ભારત–2047ના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત સરકારનો વ્યૂહાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે. આ LoIના અમલથી રાજ્યના અંતરિયાળ, છેવાડાના, ટ્રાયબલ તથા ઓછી ટેલિકોમ સુવિધાવાળા વિસ્તારોમાં હાઈ-સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.
અંતરિયાળ ગુજરાત માટે ડિજિટલ ઇન્ક્લુઝન
પાયલોટ પ્રોજેકટ અંતર્ગત રાજ્યના કોમન સર્વિસ સેન્ટર્સ (CSC),ઇ-ગવર્નન્સ સુવિધાઓ, સરકારી શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), ટેલિ-મેડિસિન સેન્ટર્સ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ,પોર્ટ ફેસિલિટીઝ અને વન્યજીવ અભયારણ્યોને સ્માર્ટ અને વિશ્વસનીય કનેક્ટિવિટીથી જોડવામાં આવશે.નર્મદા, દાહોદ જેવા એસ્પિરેશનલ જિલ્લાઓ તેમજ ટ્રાયબલ વિસ્તારોમાં આ પહેલ ડિજિટલ ઇન્ક્લુઝન માટે ગેમ-ચેન્જર સાબિત થશે. પોલીસ આઉટપોસ્ટ્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો, વન્યજીવ મોનિટરિંગ અને કૃષિ સંશોધન કેન્દ્રો માટે મજબૂત કનેક્ટિવિટીથી સુરક્ષા, સ્ટેબિલિટી અને સર્વિસ ડિલિવરીમાં નોંધપાત્ર સુધારો થશે.
શિક્ષણ, આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપનમાં નવી ક્ષમતા
આ LoI હેઠળ રાજ્યની શાળાઓમાં સ્માર્ટ એજ્યુકેશન, PHC અને હોસ્પિટલોમાં ટેલિ-મેડિસિન, તેમજ ગવર્મેન્ટ એજન્સીઝ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમના કેપેસિટી બિલ્ડીંગ માટે સંયુક્ત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
જોઈન્ટ વર્કીગ ગ્રુપ દ્વારા અમલીકરણ
LoIના અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર અને સ્ટારલિંકના પ્રતિનિધિઓની Joint Working Group રચવામાં આવશે, જે રાજ્યવ્યાપી મોડર્ન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સીમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે.

સ્ટારલિંક – ગુજરાત સરકાર વચ્ચે સહયોગના કરારની હાઈલાઈટ
1. સ્ટ્રેટેજિક બ્રેક થ્રૂ
- એલન મસ્કની SpaceXની સબસિડિયરી Starlink સાથે LoI કરનાર ગુજરાત બન્યું ભારતનું પ્રથમ અગ્રણી રાજ્ય
- સેટેલાઇટ આધારિત કનેક્ટિવિટી દ્વારા ટેલિકોમ ડાર્ક ઝોન ધરાવતા વિસ્તારોને સીધું ડિજિટલ નેટવર્ક સાથે જોડવાનો પ્રયાસ
- ‘Digital India’ અને ‘Viksit Bharat 2047’ના વિઝન સાથે સીધો એલાઈન્મેન્ટ
2. અંતરિયાળ અને ટ્રાયબલ વિસ્તારો પર ફોકસ
- ઓછી નેટવર્ક કવરેજ ધરાવતા ગ્રામીણ, છેવાડાના અને આદિજાતી વિસ્તારો LoIના કેન્દ્રમાં
- નર્મદા, દાહોદ જેવા Aspirational Districtsમાં ડિજિટલ ઇન્ક્લુઝનને પ્રાથમિકતા
- પોલીસ આઉટપોસ્ટ, કૃષિ સંશોધન કેન્દ્રો અને વન્યજીવ મોનિટરિંગ માટે રિલાયેબલ કનેક્ટિવિટી
3. શિક્ષણ અને આરોગ્યમાં ગેમ-ચેન્જ
- સરકારી શાળાઓમાં સ્માર્ટ એજ્યુકેશન માટે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ
- PHC અને રાજ્યવ્યાપી Tele-Medicine Centresને સીધું કનેક્ટ કરવાનું આયોજન
- રિમોટ એરિયામાં નિષ્ણાત ડૉક્ટરો સુધી પહોંચ સરળ બનશે
4. ઇ-ગવર્નન્સ અને CSCને બૂસ્ટ
- Common Service Centres (CSC) મારફતે સરકારની સેવાઓ ઝડપી અને સીમલેસ બનશે
- અંતરિયાળ વિસ્તારોમાં સર્ટિફિકેટ, લાભ યોજનાઓ અને ડિજિટલ સેવાઓનું ડિલિવરી મોડલ મજબૂત થશે
- ડિજિટલ ગેપ ઘટશે, સર્વિસ ટ્રાન્સપરન્સી વધશે
5. આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષામાં મજબૂતી
- જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષોને સ્માર્ટ કનેક્ટિવિટી
- કોસ્ટલ એરિયા, પોર્ટ ફેસિલિટીઝ અને હાઈવે સેફટી સિસ્ટમ્સ માટે રિયલ-ટાઈમ ડેટા ઍક્સેસ
- ઝડપી પ્રતિસાદ ક્ષમતાથી **ડિઝાસ્ટર રિસ્પોન્સ વધુ અસરકારક બનશે
6. ઔદ્યોગિક અને ઇન્ફ્રા ઇકોસિસ્ટમને સપોર્ટ
- GIDC ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સમાં ડિજિટલ ઇન્ફ્રા મજબૂત થશે
- મેરિટાઈમ, પોર્ટ કનેક્ટિવિટી અને કોસ્ટલ પોલીસ ઓપરેશનમાં ટેકનોલોજી આધારિત અપગ્રેડ
- લોજિસ્ટિક્સ અને ઇન્ડસ્ટ્રી માટે વિશ્વસનીય નેટવર્ક ઉપલબ્ધ થશે
7. જોઈન્ટ વર્કીંગ ગ્રુપ દ્વારા અમલીકરણ
- રાજ્ય સરકાર અને Starlinkના પ્રતિનિધિઓ સાથે Joint Working Groupની રચના
- પાયલોટ પ્રોજેક્ટ → સ્કેલ-અપ મોડલ પર અમલીકરણની યોજના
- ટેકનિકલ, સિક્યુરિટી અને ઓપરેશનલ મુદ્દાઓ પર સંયુક્ત મોનીટરીંગ
8. લૉંગ-ટર્મ ઈમ્પેક્ટ
- રાજ્યમાં સીમલેસ, સ્કેલેબલ અને ફ્યુચર-રેડી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
- ઇ-ગવર્નન્સ, શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રે મલ્ટી-લેયર લાભ
- ગુજરાતનું સ્થાન ગ્લોબલ ડિજિટલ ગવર્નન્સ મોડલ તરીકે મજબૂત બનશે