Gujarat

ગુજરાત સરકાર દ્વારા કેટલાક IAS અધિકારીઓની બદલી

ગાંધીનગર: રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના કેટલાક IAS અધિકારીઓની બદલી તેમજ વધારાની જવાબદારીઓ સોંપતા મહત્ત્વપૂર્ણ વહીવટી આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આજે સાંજે કરાયેલા આદેશ મુજબ, ડૉ રતનકંવર ગઢવીચારણ , જે હાલમાં આરોગ્ય (ગ્રામ્ય) કમિશનર તથા નેશનલ હેલ્થ મિશનની મિશન ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમને હવે પોષણ મિશનના કમિશનરની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

તેઓ આગામી આદેશ સુધી આ કામગીરી સંભાળશે. બીજી તરફ, બી.એ. શાહની બદલી કરીને તેમને જમીન સુધારણા કમિશનર તથા મહેસૂલ વિભાગના એક્સ-ઓફિશિયો સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ સેટલમેન્ટ કમિશનર અને ડિરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ તરીકે કામગીરી સંભાળી રહ્યા હતા. તે ઉપરાંત, આદ્રા અગ્રવાલને સેટલમેન્ટ કમિશનર તથા ડિરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેઓ હાલમાં સામાન્ય વહીવટ વિભાગ (પ્લાનિંગ)માં સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત, અરવિંદ વી.ને નાણાં વિભાગ (બજેટ)માં સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે જ તેમને અમદાવાદ ખાતે રાજ્ય વેરા વિભાગમાં વધારાના કમિશનરની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ વહીવટી ફેરફારોને વિવિધ વિભાગોની કામગીરીને વધુ અસરકારક અને સુસંગત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top