Gujarat Election - 2022

વડાપ્રધાન સુરતમાં : તમામ માર્ગો રાબેતા મુજબ ટ્રાફિક માટે ચાલુ રહેશે

સુરત : ચૂંટણીના (Election) પ્રચાર માટે સુરતમાં (Surat) આજે રવિવારે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી વરાછા ગોપીન ફાર્મમાં આવી રહ્યા છે. ત્યારે સવારથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ રહેશે. અને વડાપ્રધાનના આગમન પૂર્વે માત્ર 15 થી 20 મિનિટ જરૂર જણાય તે રસ્તાઓ (Road) બંધ રાખવામાં આવશે. અને તેની જગ્યાએ વૈકલ્પિક રસ્તાઓ પણ ખુલ્લા મુકાશે.

ચૂંટણીની જંગ જીતવા માટે કપરા ચઢાણોની જવાબદારી વડાપ્રધાનના આગમન સાથે સર કરવા આજે નરેન્દ્ર મોદી ખુદ સુરતમાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સુરત એરપોર્ટથી મોટા વરાછા ગોપીન ફાર્મ સુધી 32 કિલોમીટર બાય રોડ જશે. આવું કદાચ સુરતના ઇતિહાસમાં પહેલીવાર બનશે. મોદી 27મીએ અહીં સભા કરશે. સભા અને રૂટ પર અડચણ ન થાય તે માટે પોલીસે વાહનોની અવર જવર અને પાર્કિંગ પર પ્રતિબંધ ફરમાવી દીધો હોવાની ચર્ચાઓ ઉઠતા પોલીસ કમિશનરે ખુદ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, વાહન ચાલકો માટે શહેરના કોઈ રસ્તા બંધ કરાયા નથી. વડાપ્રધાનના આગમનની શહેરની ટ્રાફિક વ્યવસ્થાઓ ઉપર અસર ન થાય તે માટે પુરતી તૈયારી અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શહેરની ટ્રાફિક વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ રહશે. માત્ર વડાપ્રધાનના આગમન વખતે સાંજે મહત્તમ 30 મિનિટ સુધી રસ્તાઓ બંધ કરીને તેની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

એરપોર્ટથી અઠવાગેટ, સહારા દરવાજા, સહારા-રેલ્વે ઓવરબ્રિજ, સરદાર માર્કેટથી આઈમાતા સર્કલ, પરવત પાટીયા-નહેર રોડ, રેશમા સર્કલ, પૂણા જંક્શન, સીમાડા નહેર 3 રસ્તાથી બીઆરટીએસ, સિલ્વર બિઝનેસ હબ, સ્વાગત જંક્શન, સીમાડા ચાર રસ્તા, સવજી કોરાટ બ્રિજ, મોટા વરાછા-લજામણી ચોક, અબ્રામા રોડ, નંદચોક ચાર રસ્તા, ગોપીન ફાર્મ ટી પોઇન્ટ, વેદાંત પેરાડાઇઝ ત્રણ રસ્તાથી સભાના સ્થળ સુધીના રસ્તાઓ વડાપ્રધાનના આગમન વખતે 15 મિનિટથી લઈને 30 મિનિટ સુધી બંધ રહેશે.

શહેરના માર્ગો વડાપ્રધાનના આગમન વખતે માત્ર 15 થી 30 મિનિટ બંધ રહેશે
પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, 27મી તારીખે સવારે 6 વાગ્યાથી સાંજે પીએમ નરેન્દ્ર મોદીના આગમન સુધી કોઈ પણ પ્રકારના ટ્રાફિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી. એરપોર્ટથી ગોપીન ગામ સુધીનો રસ્તો પીએમનો કાફલો પસાર થાય ત્યાં સુધી 15 થી 20 મિનિટ પૂરતો જ બંધ કરવામાં આવશે. અને જેટલુ જલ્દી બને એટલુ જલ્દી વાહન વ્યવહાર ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. વિશેષ કરીને પોલીસને કોઈપણ એમ્બ્યુલન્સ, વરઘોડો કે ઇમરજન્સી હોય તેવા કિસ્સામાં વાહનોને જવા દેવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top