SURAT

છપરા-સુરત ક્લોન સ્પેશિયલ ટ્રેનમાં વિજિલન્સની રેઇડમાં TTEની હાલત કફોળી થઈ

સુરત : સુરત-છપરા ક્લોન સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનના (Express Train) સ્લીપર ક્લાસમાં વિજિલન્સે રેઇડ કરતા બે ટીટીઈ (TTE) વધારે રૂપિયા સાથે ઝડપાયા હતા. ખાસ વાત એ છે કે રેલવે વિભાગે માત્ર એક ટીટીઈ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં ઉપરા-છાપરી વિજિલન્સ રેઇડ કરી રહી છે. તેમાં ટીટીઈની અંદરો-અંદરની બબાલમાં આ રેઈડ થતી હોવાની રેલવેના અધિકારીઓમાં ચર્ચા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરૂવારે છપરા-સુરત ક્લોન સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન સુરત આવી રહી હતી. ભુસાવલથી સુરતના બે ટીટીઈ કે.કે.મહાજન અને ઇમરાન શેખ સ્લીપર ક્લાસમાં ફરજ બજાવી રહ્યા હતા. ટ્રેન ભુસાવલથી રવાના થઈ હતી. ટ્રેનમાં ભારે ભીડ હતી. સ્લીપર ક્લાસમાં કેટલાક પેસેન્જરો ટીકીટ વગર પ્રવાસ કરી રહ્યા હતા. ટીટીઈ પેસેન્જરો પાસેથી ગેરકાયદેસર રીતે રૂપિયા લઈ રહ્યા હતા. ટ્રેન નંદુરબાર પહોંચી તેજ સમયે વિજિલન્સની ટીમ અધિકારી નિકી સક્સેનાના આગેવાનીમાં અચાનક રેઇડ કરી હતી. ત્યારે ટીટીઈ પાસેથી વધુ રૂપિયા મળી આવ્યા હતા. વિજિલન્સની ટીમે ટીકીટ વગરના પેસેન્જરો પાસેથી પોલીસની હાજરીમાં દંડ વસુલ્યો હતો. ત્યારબાદ વિજિલન્સની ટીમ અને ટીટીઈ સુરત આવ્યા અને સુરતમાં તેના પર મિટિંગ થઈ હતી. તેમાં ખરેખર દંડની રકમ અને ટીટીઈ પાસેથી મળી આવેલી રકમનો તાળો બેસાડતા બે હજાર રૂપિયા વધારે જણાઈ આવ્યા હતા.

ટીટીઈ કે.કે. તારાચંદની લાલીયાવાડી સામે આવતા તેના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રેલવે અધિકારીઓમાં થતી ચર્ચા અનુસાર ટીટીઈ પાસેથી વધારે રકમ હતી પરંતુ કેસને હલકો બતાવવા માટે ઓછી કમરનો કેસ દાખલ કરાયો હતો. આખી ટ્રેનમાં ચાર ટીટીઈ હતા. તેમાં ગેરરીતી સ્લીપર કોચમાં મળી હતી. રેલવેના અધિકારીઓમાં થતી ચર્ચા અનુસાર ટીટીઈની અંદરો-અંદર બબાલ હતી. તેથી એકબીજાની માહિતી આપીને રેઇડ કરાવી હતી.

સપ્ટેમ્બર મહિનામાં બે ટીટીઈ 50 હજાર રૂપિયા સાથે આજ ટ્રેનમાં ઝડપાયા હતા
સપ્ટેમ્બર મહિનામાં પણ વિજિલન્સની ટીમે સુરત-છપરા ક્લોન એક્સપ્રેસ ટ્રેનમાં રેઇડ કરી હતી. ત્યારે ટીટીઈ અજીત કુમાર અને સુધિર કુમાર દંડની રકમ ઉપરાંત 50 હજાર રૂપિયા રોકડા સાથે ઝડપાયા હતા. તેમાં બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયા હતા.

Most Popular

To Top