Gujarat

પાંચ વર્ષથી જૂની પડતર ખાતાકીય તપાસોને એક મહિનામાં પૂર્ણ કરવા દાદાનો આદેશ

ગાંધીનગર: રાજય સરકારનાના અધિકારીઓ સામેની ખાતાકીય તપાસ હવે વહેલામાં વહેલી તકે એક મહિનાની અંદર પૂર્ણ કરવા આજે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે કેબીનેટ બેઠકમાં મહત્વનો આદેશ કર્યો છે. કેબીનેટ બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ રાજ્યમાં પડતર ખાતાકીય તપાસોની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે, તેમજ તમામ ખાતાકીય તપાસોને સત્વરે પૂર્ણ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.

રાજ્યમાં તા. ૩૧મી માર્ચ, ૨૦૨૩ સુધીમાં ૧૨૫૦ કેસોની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાંચ વર્ષથી જૂના આ તમામ કેસોની ખાતાકીય તપાસ એક મહિનામાં પૂર્ણ કરવા સંબંધિત સચિવોને સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ૧૭૨૫ જેટલી પડતર ખાતાકીય તપાસને નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા તેમજ સંબંધિત અધિકારી/કર્મચારીને છેલ્લા દિવસ પહેલા એટલે કે, વયનિવૃત્તિના દિવસ પહેલા આરોપનામું/ચાર્જશીટ અપાય તે પણ સુનિશ્ચિત કરવા તાકીદ કરાઈ છે.

Most Popular

To Top