SURAT

સ્પષ્ટ બહુમતથી BJPની જીત થતા જ સુરતના મતગણતરી કેન્દ્રો ભગવા રંગે રંગાયા

સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) 2022 માં આ વર્ષે ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાયો હતો. ચૂંટણી બાદ મતગણતરીનો દોર ગુરુવાર સવારથી શરુ થયો હતો. સવારે 8 કલાકથી શરુ થયેલ મત ગણતરીનું (votes Counting) ચિત્ર બપોરે 12 વાગ્યા સુધી લગભગ સ્પષ્ટ થઇ ગયું હતું. BJPએ (BJP) બહુમત (Majority) હાંસલ કરી મોટાભાગની વિધાન સભાની સીટો ઉપર સરસાઈ મેળવી લીધી હતી. આ દરમ્યાન ભાજપના સમર્થકોમાં જીતની ખુશીનો માહોલ સ્પષ્ટ છલકાઈ આવ્યો હતો. ભાજપ સમર્થકો ભગવો ખેસ ધારણ કરી ટોપી પહેરી રેલી સ્વરૂપે જીતના જશ્નની ઉજવણી કરવા માટે ઉમટી પડી હતી. સુરતની SVNIT કોલેજ અને મજુરાગેટ ગાંધી ઇન્જીન્યરીંગ કોલેજનો માહોલ રીતસર ભગવા રંગથી રંગાઈ ગયા હતા.

કાઉંટીંગ બુથો ભગવા રંગથી રંગાયા હતા
બપોરે 1 વાગ્યા સુધી લગભગ-લગભગ ચૂંટણીનું આખું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું. વિધાનસભાની મોટા ભાગની સીટો ઉપર BJPએ સ્પષ્ટ બહુમત મેળવીને કબ્જો જમાવી લીધો હતો. અને આ સાથેજ ભાજપ સ્પૉર્ટરો ઢોલ,નગારા અને ફટાકડા ફોડીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. બહુમતથી જીત થવાની સાથે જ જાણે મોદી મેજીકનું બુલડોઝર ફરી વળ્યું હોઈ તેવું ભાજપના સમર્થકોનું કહેવું હતું. જયારે અન્ય પક્ષોના સૂપડા સાફ થઇ ગયા હતા. આ સાથે સવારથી જ ભાજપે દરેક બેઠકો ઉપર લીડ હાસિલ કરતા ફરી એક વાર સાબિતી આપી હતી કે અત્યાર સુધીના ઇતિહાસમાં ગુજરાતની જનતાએ ત્રીજો પક્ષ કયારેય સ્વીકાર્યો જ નથી. ભાજપ સમર્થકોએ અલગ-અલગ અંદાજમાં જીતની ખુશી વ્યક્ત કરી હતી.

SVNIT કોલેજ અને ગાંધી કોલેજ ભગવા રંગે રંગાઈ
સવારના 8 વાગ્યાથી સુરતમાં પીપલોદ SVNIT ઇન્જીન્યરીંગ કોલેજ અને અને મજૂરાગેટ ગાંધી કોલેજ ખાતે મતગણતરી કેન્દ્રો પર 182 સીટની મતગણતરી શરૂ થઈ ગઈ હતી. આ ચૂંટણી પરિણામાં મુખ્યમંત્રી ટ્રેન્ડમાં ભાજપે 150ની સીટ વટાવી જતા સુરત ઉધના કાર્યાલય કમલમ પર જીતની ઉજવણીની તૈયારીઓ થઈ ચૂકી હતી. તેમજ 12.30 પછી રેલીઓ સ્વરૂપે જીતની ઉજવણી કરવામાં સમર્થકો ઉમટી પડયા હતા..

ગુજરાતની જનતાએ સ્પષ્ટ રીતે અન્ય પક્ષોને જાકારો આપ્યો
વિધાનસભાની ચૂંટણીના પરિણામોં જાહેર થતાની સાથે BJPના સમર્થકોએ અન્ય પક્ષને જાકારો આપી દઈ ફરી એક વાર સાબિત કર્યું હતું કે આખરે જનતા જ જનાર્ધન છે. જનતાએ ખોબેખોબા ભરીને ભાજપને મતો આપી સ્પષ્ટ કર્યું હતું કે ગુજરાતમાં તો ભાજપ સિવાય અન્ય કોઈ વિકલ્પ જ નથી રહ્યો અને આ સાથે જ સુરત શહેરમાં ભાજપના સમર્થકોનો મોટો વર્ગ ઉપરાંત કિન્નર સમુદાય તરફના કિન્નરો ભાજપને સમર્થન આપી તેમની લાગણીઓ વ્યક્ત કરીને તેમનો ટેકો પણ જાહરે કર્યો હતો.

SVNIT કોલેજ ઉપર હર્ષ સંઘવીએ જાતે ટ્રાફિક સમસ્યા હલ કરી
સુરત પીપલોદ SVNIT ક્લોજ઼ ખાતે બપોરે 1 વાગ્યા બાદ ભાજપની જીત થતાની સાથે જ સમર્થકોનું જુલુસ રેલી સ્વરૂપે ઉમટી પડ્યું હતું. જોકે અહીંના મત ગણતરી કેન્દ્ર ઉપર સવારથી જ ભીડનો માહોલ હતો. ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બેરીકેટ મૂકીને સવારના ટ્રાફિક નિયંત્રણોને હળવા કરવાના પ્રયાસોમાં જોડાયા હતા છતાં બપોરે 1 વાગ્યા પછી અહીંનો માહોલ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો હતો. રેલી સ્વરૂપમાં BJP સમર્થકોના ટોળે-ટોળા અહીં ભેગા થઇ જતા ખુબ જ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.અહીં ટ્રાફિક જામના માહોલને હળવો કરવા માટે ગુજરાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાતે રસ્તા ઉપર આવી ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી. આ ફોટાઓ સોશિઅલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થયા હતા.

મતગણતરી કેન્દ્રોથી દુર પાર્કીંગના કારણે લોકો અટવાયા
સુરત: સુરતમાં વિધાનસભાના પરિણામો માટે બે મતગણતરી કેન્દ્રો રાખવામાં આવ્યા હતા. એસવીએનઆઈટી કોલેજ ખાતે 6, અને ગાંધી એન્જીનીયરીંગ કોલેજ ખાતે 10 વિધાનસભા માટે મતગણતરીની વ્યવસ્થા રાખવામાં આવી હતી. મતગણતરી કેન્દ્રથી પાર્કીંગની વ્યવસ્થા ખુબ જ દુર રાખી હોય, ઘણા લોકો પાર્કીંગ માટે વહેલી સવારથી આંટા ફેરા મારવા પડ્યા હતા. અને લોકો પાર્કીંગ માટે અટવાતા રોષે ભરાયા હતા. વિધાનસભા બેઠકોના ઉમેદવારોના સમર્થકો મત ગણતરી કેન્દ્રો પર સવારે છ વાગ્યેથી જ પહોંચી ગયા હતા. આ દરમ્યાન મત ગણતરી કેન્દ્રોથી દોઢ – દોઢ કિલોમીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવતાં વાહન ચાલકોમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો હતો. પાર્કિંગ સ્થળે ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓ સાથે વાહન ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.

Most Popular

To Top