Gujarat

અમદાવાદથી સૌરાષ્ટ્ર જતી બસ અમદાવાદ-બગોદરા હાઈવે પર પલટી, 35થી વધુ ઘાયલ, 11ની હાલત ગંભીર

અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ-બગોદરા હાઈવે (Highway) પર ખાનગી બસ પલટી (Bus Accident) મારી જતાં 34 થી વધુ લોકોને ઇજા (Injured) પહોંચી છે. જ્યારે 3 બાળકો સહિત 11 લોકોને ગંભીર ઇજા થઈ છે. મંગળવારે વહેલી સવારે ધંધુકા બગોદરા રોડ પર ટ્રાવેલ્સ બસ પલ્ટી ખાઇ ગઇ હતી. આ ઘટના ધંધુકાના ખડોળ પાટિયા પાસે બની હતી. આ ટ્રાવેલ્સ બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવી રહી હતી તે દરમિયાન બસને અકસ્માત નડ્યો હતો.

અકસ્માતની ઘટનાની જાણ થતા ધંધુકા, ફેદરા, બગોદરા, ધોલેરા, બરવાળા,અને રાણપુરની મળી 6 જેટલી 108 ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં ધંધુકા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડ્યાં હતા. ઈજાગ્રસ્તોમાં 4ની હાલત નાજૂક જણાતા એમને 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલે ખસેડાયા હતા. વહેલી સવારે બનેલી આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલિસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવા માટે ધંધુકા, ફેદરા, બગોદરા, ધોલેરા, બરવાળા અને રાણપુરની 108 ની મદદ લેવામાં આવી છે. જો કે, તમામ ઇજાગ્રસ્તોને પહેલા ધંધુકા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જો કે, ત્યારબાદ આ તમામ ઈજાગ્રસ્તોને 108 ની ચાર ગાડીઓ દ્વારા વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ ખસેડવામાં આવ્યા છે. જેમાં 12 પુરૂષ, 16 મહિલા અને 6 બાળકો સહિત કુલ 34 લોકોને સોલા સિવિલ ખસેડવામાં આવ્યા છે.

Most Popular

To Top