Gujarat

અમદાવાદમાં 5 વર્ષના બાળકનું એક ફેફસુ બંધ રાખી ડોક્ટરોએ કરી આ દિલધડક સર્જરી

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) અદ્યતન ટક્નોલોજીના નમુનાઓ જોવા મળતા રહે છે. તેેની મદદથી મોટાભાગની તબીબી સારવારો સરળ બની જાય છે. ઓપન હાર્ટ સર્જરી (Heart surgery) વિશે તો તમે જાણતા જ હશો. પરંતુ અમદાવાદની (Ahemdabad) એક ખાનગી હોસ્પિટલમાં 5 વર્ષના બાળકનુ ફક્ત એક ફેફસું ચાલુ રાખીને ડોક્ટરો દ્વારા જટિલ ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી છે. જે થયુ છે. આ પહેલા સુરતની કિરણ હોસ્પિટલમાં ગુજરાતનુ સૌપ્રથમ લિવર ટ્રાન્સપ્લાન્ટ થયુ હતુ. નાના બાળકોમાં હ્રદયની ક્ટલીક ખામીઓ જન્મજાત જ હોય છે. તે માટે તેમની તાત્કાલિક સર્જરી કરવી પડતી હોય છે.

અમદાવાદની નારાયણા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આ ખુબ જ જટિલ સર્જરી કરવામાં આવી છે. 5 વર્ષના એક બાળકના હ્રદયમાં કાણુ હતુ. જે બંને કર્ણકોની વચ્ચેના પડદામાં હતુ કે જ્યાંથી તે ઉપરની તરફ આગળ વધી રહ્યુ હતુ. સામાન્ય રીતેે ફેફસામાંથી ચાર નળીઓ હ્રદયમાં જતી હોય છે. પરંતુ આ બાળકની ત્રણ જ નળીઓ હ્રદયમાં જતી હતી જેે ખુબ જ અવનવુ હતુ. તેની એેક નળી જમણી બાજુ ખુલતી હતી. આ કિસ્સામાં ડોક્ટરો માટે પડકાર એ હતો કે એનું કાણું એવી રીતે બંધ કરવું કે જે નળી જમણી બાજુ જાય છે તે પણ ડાબી બાજુ હૃદયમાં જાય. આ હોસ્પિટલમાં સિનિયર કાર્ડિયાક સર્જન ડો. અતુલ મસલેકર અને પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ વિશાલ ચાંગેલા અને પીડિયાટ્રિક કાર્ડિયાક એનેસ્થેસિસ ડો. હેતલ શાહ દ્વારા આ જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.

આ પ્રકારની સર્જરી બે રીતે કરવામાં આવે છે.

  1. સબ મેમરી- જેમાં સ્તનના નીચેના ભાગે ઇન્સિઝન મૂકીને હૃદયનો સંપર્ક કરવામાં આવે છે.
  2. એગ્જીલરી ઇન્સિઝન અપ્રોચ- તે કાર્ડિયાક ખામીઓની વિશાળ શ્રેણીને સુરક્ષિત રીતે સુધારેે છે અને કોસ્મેટિકલી સ્વીકાર્ય અને લગભગ અદ્રશ્ય ડાઘમાં પરિણમે છે.

આ પ્રકારની સર્જરીમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. સામાન્ય રીતેે જમણી બાજુની એગ્જીલરી એપ્રોચ કરતી વખતે જમણી બાજુનું ફેફસું વચ્ચે આવે છે. તેથી દર્દીને બેભાન કર્યા પછી બંને ફેફસા એક્ટિવ રાખવા પડે છે. તેમજ મશીનની મદદથી શરીરના અંદરનું કાર્બનડાયોકસાઈડ બહાર કાઢવું પડે છે. પરંતુ જ્યારે એગ્જીલરી ઇન્સિઝન અપ્રોચનો ઉપયોગ કરવામાં આવે ત્યારે સૌથી પહેલા જમણી બાજુનું ફેફસું વચ્ચે આવે છે. તેથી ફક્ત ડાબી બાજુના ફેફસાને એક્ટિવ રાખીને તેનું ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંને મેનેજ કરવાનું હોય છે અને જમણી બાજુના ફેફસાને દબાવવું પડે છે. બાળકોમાં આ સર્જરી કરવાના બહુ વિકલ્પો નથી, જ્યારે વસ્તુ કરવા માટે પુખ્ત વયના લોકોમાં ઘણા વિકલ્પો છે. ગુજરાતમાં એગ્જીલરી ઇન્સિઝન અપ્રોચથી પ્રથમ સર્જરી અમદાવાદમાં કરવામાં આવી છે. આ સર્જરી બાદ જ્યારે દર્દી સ્વસ્થ્ય થાય છે ત્યારે તેનું ઇન્સિઝન દેખાતું નથી.

Most Popular

To Top