5 મી મે પછી સરકાર મીની લોકડાઉનના નિયંત્રણો લંબાવે તેવી સંભાવના

રાજ્યમાં 29 શહેરોમાં મીની લોકડાઉન જેવા નિયંત્રમો અમલમાં છે, તે આગામી ૫મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યા છે. અલબત્ત શહેરી અને ગ્રામ્ય વસ્તારમાં વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે હવે સરકાર આ નિયંત્રણો લંબાવે તેવી સંભાવના છે.

અલબત્ત રાજ્યમાં લોકડાઉન કરવું જોઈએ, તેવી સતત થઈ રહેલી માંગ વચ્ચે રૂપાણી સરકારે લોકડાઉન ટાળીને તેના બદલે લોકડાઉન જેવા નિયંત્રણો અમલમાં મૂકવાનું યોગ્ય માન્યું છે. હાલમાં રાજ્યમાં ઓકિસજન બેડ, વેન્ટિલેટરવાળા બેડ, રેમડેસિવિર ઈન્જેકશન સહિતના મેડિકલ ઈમરજન્સી જેવો માહોલ છે. અમદાવાદમાં શાહીબાગ સિવિલ કે સોલા સિવિલમાં કોરોનાના દર્દીઓ માટે વેઈટિંગ ચાલી રહ્યું છે. ગાંધીનગર સિવિલમાં પણ 10 કરતાં વધુ ઈમરજન્સી એમ્બ્યૂલન્સની લાઈનો જોવા મળી રહી છે. પાંચથી આઠ કલાક જેટલું વેઈંટીગ ચાલી રહ્યું છે. 29 શહેરોમાં રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી કફર્યુ અમલમાં છે.

અલબત્ત સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટે કોરોનાના સંક્રમણની ચેઈન તોડવા માટે જરૂરી પગલા લેવા જણાવ્યું છે. રાજ્યમાં બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે પહેલા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાથી દર્દીઓના મૃત્યુના કેસો નહતા. જ્યારે હવે ગામડાઓમાં દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. કેટલાંક ગામમાં ઓકિસજનના અભાવે પણ દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.

Related Posts