Vadodara

ગોત્રીમાં ધાબા પર દારૂની મહેફિલ માણતા ચારને LCBએ ઝડપી રૂા.13750નો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા: આમ તો આખાગુજ્રતમાં દારૂ બાંધી છે પરંતુ વડોદરા શહેરમાંતો ઠેર ઠેર દારૂ તો મળે જ છે. હજુ તો થોડાક દિવસ અગાઉજ શહેરની આખી પોલીસે ઠેર ઠેર દારૂના અડ્ડાઓ પર રેડ કરી હતી . પરંતુ શહેરમાં તો દારૂ તો મળી જ રહ્યો છે. શહેરના ગોત્રી વિસ્તારમાં ખંડેર મકાનના ધાબા પર દારૂની મહેફિલ માણતા ચાર શખ્સોએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. વડોદરાના જેતલપુર રોડ વિસ્તારમાં ગઈ રાત્રે મકાનની ટેરેસ પર દારૂની મહેફિલ મારતા ચાર મિત્રોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

જેતલપુર રોડ નજીક અંબિકા મીલની ચાલીના એક ખંડેર મકાનની ટેરેસ પર કેટલાક લોકો દારૂની મેહફીલ માણી રહ્યા હોવાની વિગતો મળતા પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે ચાર યુવકોને ઝડપી પાડી તેમની પાસે દારૂની અડધી બોટલ, ચાર મોબાઇલ તેમજ ત્રણ ગ્લાસ કબજે કર્યા હતા. પકડાયેલાઓમાં સની નારાયણ ભાઈ માહોર, કૃણાલ ભરતભાઈ આઝાદ (બંને રહે.અંબિકા મીલ ની ચાલી જેતલપુર), કુમાર ત્યાગરાજ સેટીઆર (આકાશદીપ સોસાયટી,હાઈ ટેન્શન રોડ,સુભાનપુરા) અને વિનોદ રાજેન્દ્ર મુદલીયા૨ (પેરેમાઉન્ટ ચાલ, જેનીથ સ્કૂલ પાસે, પ્રતાપ નગર રોડ) નો સમાવેશ થાય છે.આરોપીઓ પાસેથી ઇંગ્લિશ દારૂની અડધી બોટલ, મોબાઇલ મળી કુલ 13750નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગોત્રી પોલીસે ગુનો દાખલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top