SURAT

પ્રેમિકા પતિ પાસે પાછી જતી રહેતાં વરાછાના યુવકે કોઈ વિચારી પણ નહીં શકે એવું કામ કર્યું

સુરત: સુરતના (Surat) વરાછા (Varacha) વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં લિવ ઈનમાં (Liv In) રહેતી પ્રેમિકા (Lover) છોડીને પરત તેના પતિ (Husband) પાસે જતી રહેતાં હતાશ પ્રેમીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વરાછા પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વરાછા ખાતે આવેલી અંજની સોસાયટીમાં ભીખુ ધીરુ ગોહિલ (ઉંવ.34) રહે છે. તે શર્ટ રિપેરિંગનું કામ કરી ગુજરાન ચલાવતો હતો. દરમિયાન પ્રેમિકા જાગૃતિ સાથે તે પોતાના રૂમમાં લિવ ઈનમાં રહેતો હતો. લાંબા સમયથી બંને જણા એક જ ઘરમાં સાથે પતિ-પત્નીની જેમ રહેતા હતા. દરમિયાન પ્રેમિકા જાગૃતિ અચાનક જ તેને છોડીને પોતાના પૂર્વ પતિપાસે જતી રહી હતી, જેના લીધે ભીખુ ગોહિલ હતાશ થઈ ગયો હતો. પ્રેમિકાના વિરહમાં તે વ્યથિત થયો હતો અને જીવનથી કંટાળી ગયો હતો. હતાશામાં ભીખુ ગોહિલે ઘરમાં જ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની જાણ થતાં વરાછા પોલીસે સ્થળ ઉપર પહોંચી ભીખુ ગોહિલનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

નાનપુરાના એપાર્ટમેન્ટના ત્રીજા માળે વૃદ્ધ દંપતી રૂમમાં ફસાઈ ગયા
સુરત: શહેરના નાનપુરા વિસ્તારમાં ગાંધી સ્મૃતિ ભવનની સામે આવેલા એક એપાર્ટમેન્ટમાં વહેલી સવારે વૃદ્ધ દંપતિ પોતાના રૂમમાં ફસાઈ ગયા હતા. આ દંપતિને સુરત ફાયર બ્રિગેડના જવાનોએ મહામહેનતે સહીસલામત બહાર કાઢ્યા હતા.
આ અંગે ફાયરના સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર ગાંધી સ્મૃતિ ભવનની સામે આવેલા સ્વપ્નિલ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટ નંબર 30માં 81 વર્ષીય આનંદ પાઠક અને તેમના 74 વર્ષીય પત્ની જેતના પાઠક રહે છે. આ દંપતિ એકલા જ રહે છે. દરમિયાન આજે સવારે 8.30 કલાકે ફાયર કંટ્રોલને કોલ મળ્યો હતો કે એકલા રહેતા આ દંપતિ ફ્લેટમાં ફસાઈ ગયાછે. તાત્કાલિક ફાયરની રેસ્ક્યૂ ટીમે એપાર્ટમેન્ટ પર પહોંચી જઈ વૃદ્ધ દંપતિને સહીસલામત બહાર કાઢ્યા હતા. ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર દરવાજો લોક થઈ જવાના લીધે વૃદ્ધ દંપતિ રૂમમાં ફસાઈ ગયું હતું. ઘણા સમય સુધી દરવાજો નહીં ખૂલતા તેઓએ ફાયરને કોલ કર્યો હતો. થોડા જ સમયમાં બંનેને સહીસલામત રેસ્ક્યૂ કરી લેવાયા હતા.

Most Popular

To Top