Dakshin Gujarat

ગણદેવીના અનાવિલ યુવકની અમેરિકામાં ગોરાએ ગોળી મારી હત્યા કરી, હત્યા કર્યા બાદ કર્યું આ કામ

ગણદેવી: (Gandevi) અમેરિકામાં (America) વસતા મૂળ ગણદેવી તાલુકાના સોનવાડી ગામના વતની અને નોર્થ કેરોલિનામાં મોટેલ ચલાવતા 46 વર્ષીય સત્યેન નાયકની હત્યા (Murder) થઈ છે. તેમની મોટલમાં બેસી રહેલા હોમલેસ ગોરાએ એમના પર ગોળીબાર કરી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. યુવકની હત્યા બાદ આ ગોરાએ પોતે પર પણ ગોળી છોડી આત્મહત્યા કરી લીધી હતી.

  • ગણદેવી સોનવાડી ગામના અનાવિલ યુવકની અમેરિકામાં ગોરાએ હત્યા કરતાં અરેરાટી
  • 46 વર્ષીય સત્યેન નાયક પોતાની મોટેલમાં હતા ત્યારે ગોરાએ ધસી જઈ ગોળી ધરબી દીધી, બાદમાં ગોરાએ આત્મહત્યા કરી લીધી

નોર્થ કેરોલિનામાં મોટલ ચલાવતા 46 વર્ષીય સત્યેન નાયક દરિયા કિનારા વિસ્તારમાં તેમની મોટલમાં હતા. ત્યારે સત્યેન નાયક પર હોમલેસ ગોરાએ ગોળીબાર કર્યો હતો. જો કે હત્યાનું કારણ હજી જાણવા મળ્યું નથી. હત્યા અને આત્મહત્યા થતાં સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાનું પણ જાણવા મળે છે. ગુજરાતી યુવકની હત્યાથી સોનવાડી ગામ સ્થિત પરિવાર શોકમગ્ન થઈ ગયો છે અને સમગ્ર અનાવિલ સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. વધુ એક ગુજરાતી યુવકની આ રીતે હત્યા અમેરિકામાં થઈ હોવાથી આ પ્રશ્ન ગંભીર બનતો જાય છે.

Most Popular

To Top