Business

1883ની લોસ્ટ જનરેશનથી લઇને હાલની Gen Zએ દરેક પડકારોનો સામનો કર્યો છે

સમાજ સતત પરિવર્તનશીલ છે. સમયની સાથે માનવજીવનમાં રહેણીકરણી, શિક્ષણ, ટેક્નોલોજી, રોજગાર, સંસ્કૃતિ અને જીવનમૂલ્યોમાં મોટા ફેરફારો આવ્યા છે. જુદા જુદા સમયગાળામાં જન્મેલા લોકોના વિચારો, જીવનશૈલી અને કાર્યપદ્ધતિમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. આ કારણે સમાજશાસ્ત્રીઓએ વિવિધ સમયગાળાને આધારે લોકોને અલગ અલગ ‘જનરેશન’ અથવા ‘પેઢી’માં વર્ગીકૃત કર્યા છે.

છેલ્લા લગભગ 125 વર્ષમાં મુખ્યત્વે સાત પેઢીઓ જોવા મળે છે. સૌથી પહેલી લોસ્ટ જનરેશન પેઢીના લોકોનો જન્મ 1883થી 1900 વચ્ચે થયો હતો. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધનો સમય જોયો હતો. યુદ્ધ, ગરીબી અને અસ્થિરતાને કારણે આ પેઢીના લોકો ખૂબ જ સંઘર્ષમય જીવન જીવ્યા હતા. તેઓ મહેનત, શિસ્ત અને દેશપ્રેમ માટે જાણીતા હતા. તેમના જીવનમાં આધુનિક સુવિધાઓનો અભાવ હતો, છતાં તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ અડગ રહ્યા હતાં. ત્યારબાદ 1901 થી 1927 વચ્ચે જન્મેલાને ગ્રેટેસ્ટ જનરેશન કહેવામાં આવે છે.

આ પેઢીને ‘મહાન પેઢી’ પણ કહેવામાં આવે છે. તેમણે વિશ્વયુદ્ધ, આર્થિક મંદી અને અનેક સામાજિક પડકારોનો સામનો કર્યો હતો. આ પેઢીના લોકોએ દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. મહેનત, જવાબદારી અને રાષ્ટ્રપ્રેમ તેમના મુખ્ય ગુણો હતા. 1928 થી 1945 દરમિયાન જન્મેaલાની પેઢીને સાઇલેન્ટ જનરેશન તરીખે ઓળખવામાં આવતી હતી. આ પેઢીના લોકો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અથવા તેના આસપાસ જન્મ્યા હતા. તેઓ શિસ્તબદ્ધ, આજ્ઞાકારી અને પરંપરાગત મૂલ્યોમાં માનનારા હતા. તેઓ સ્થિર નોકરી, પરિવાર અને સામાજિક જવાબદારીને ખૂબ મહત્ત્વ આપતા હતા. આ પેઢી ટેક્નોલોજી કરતાં મહેનત અને અનુભવને વધુ મૂલ્ય આપતી હતી.

1946 થી 1964 સુધીની જનરેશનને બેબી બૂમર્સ જનરેશન નામ આપવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી જન્મદર વધતાં આ પેઢીને ‘બેબી બૂમર્સ’ નામ આપવામાં આવ્યું. આ સમયગાળામાં શિક્ષણ, ઉદ્યોગો અને અર્થતંત્રનો ઝડપી વિકાસ થયો. આ પેઢીના લોકોએ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેઓ નોકરીમાં સ્થિરતા, બચત અને પરિવારને સર્વોચ્ચ સ્થાન આપતા હતા. 1965 થી 1980 વચ્ચે જન્મેલી જનરેશન X એ પરંપરાગત અને આધુનિક યુગ વચ્ચેનો સેતુ માનવામાં આવે છે. આ પેઢીએ ડિજિટલ યુગ તરફના પરિવર્તનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 1981 થી 1996 દરમિયાન જન્મેલાને મિલેનિયલ્સ અથવા જનરેશન Y તરીકે ઓળખવામાં આવે છે.

મિલેનિયલ્સ એ ઇન્ટરનેટ અને માહિતી ક્રાંતિના યુગમાં ઉછરેલી પેઢી છે. તેઓ ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરે છે. ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી, વૈશ્વિક વિચારસરણી અને નવીનતામાં તેમનો વિશેષ રસ હોય છે. તેઓ કાર્ય અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવવા પ્રયત્ન કરે છે. સ્ટાર્ટઅપ, ડિજિટલ વ્યવસાય અને સોશિયલ મીડિયાના વિકાસમાં આ પેઢીનું મહત્વનું યોગદાન છે.

હાલમાં દુનિયામાં અને ભારતમાં જેની સૌથી વધુ ચર્ચા ચાલે છે તે છે જનરેશન  1997 થી 2012 વચ્ચે જન્મેલી આ જનરેશનને નેપાળના આંદોલન પછી લોકો વધુ ઓળખતા થઇ ગયા હતાં. આ સમયગાળા દરમિયાન જન્મેલાને ડિજિટલ નેટિવ્સ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ જન્મથી જ સ્માર્ટફોન, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા સાથે પરિચિત છે. તેઓ ઝડપથી નવી ટેક્નોલોજી અપનાવે છે અને માહિતી મેળવવામાં ખૂબ કુશળ હોય છે. ઓનલાઇન શિક્ષણ, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), ઇ-કોમર્સ અને ડિજિટલ મનોરંજન તેમના જીવનનો અભિન્ન ભાગ બની ગયા છે. જોકે સોશિયલ મીડિયાના વધુ ઉપયોગથી માનસિક સ્વાસ્થ્ય અને એકાગ્રતા જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે.

2013 પછીની આલ્ફા જનરેશન. આ જનરેશન અલ્ફા આજની સૌથી નવી પેઢી છે. આ પેઢી સંપૂર્ણપણે ડિજિટલ વાતાવરણમાં ઉછરી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને સ્માર્ટ ઉપકરણો તેમના રોજિંદા જીવનનો ભાગ છે. શિક્ષણમાં પણ ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. ભવિષ્યમાં આ પેઢી વિશ્વને નવી દિશા આપશે તેવી અપેક્ષા છે.

Most Popular

To Top