SURAT

સુરતના બ્રિજ પર દોડતી કાર સળગી ઉઠી, મુસાફરો જીવ બચાવી દોડ્યા

સુરત: સુરતમાં (Surat) ત્રણ (Three) અલગ-અલગ જગ્યાએ આગ (Fire) લાગતા સુરતનું ફાયર બ્રિગેડ આખી રાત દોડતું હતુંં. મોડીરાત્રે અડાજણ પાટિયા નજીકના ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપર ફોર વ્હીલ ગાડી (Car) અને ભેસ્તાનમાં ઓટો રીક્ષા તેમજ બાઇકમાં (Bike) આગ લાગતા ત્રણેય વાહનો બળી (Brunet)ને ખાખ થઈ ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપર ગઈ મંગળવારની રાત્રિએ દોડતી કારમાં આગ લાગી હતી. કાર ચાલક અને સવાર મળી પાંચેય લોકો સમયસર કારમાંથી ઉતરી જતા જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થયા બાદ મોરાભાગળ ફાયર સ્ટેશનના જવાનો ઘટના સ્થળ ઉપર પહોંચ્યાં હતાં.

ફાયરના જવાનોએ આગ ઉપર પાણીનો મારો ચલવી બર્નિંગ કાર પરની આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં ફોર વ્હીલ ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.

બીજી ઘટનામાં ભેસ્તાનમાં એક ઓટો રિક્ષા અને બાઈકમાં અચાનક લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં ઓટો રિક્ષા અને બાઈક પણ સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયા હતા. આ ઘટનામાં પણ કોઈ પણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી. આગ કયા કારણોસર લાગી હતી તે જાણવા મળ્યું ન હતું. પરંતુ શોટ સર્કીટના કારણે આગ લાગી હોવાના અનુમાન લગાવાયા છે.

ચોક વિસ્તારમાં વાહનોમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી
ચોકબજાર ખાતે આવેલી સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનના પરિસરમાં પાર્ક વાહનોમાં તારીખ 21ની મોડી રાત્રે રહસ્યમય સંજોગોમાં આગ લાગી હતી. પરીણામે પરીસરમાં ભાગદોડ શરુ થઈ ગઇ હતી. જોત જોતામાં આગ ભીષણ બની જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થયા બાદ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી. ત્યારબાદ પોલીસ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ઘટના મધરાત્રિની હતી. ડીસીબી પોલીસ સ્ટેશન પરિસરમાં આગ લાગી હોવાની જાણ બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વિવિધ ગુનાઓમાં જપ્ત કરેલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. જોતજોતામાં આગ ભીષણ બની ગઈ હતી. એક પછી એક વાહનોને આગે લપેટમાં લેતા વાહનો સળગી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોનોએ આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

Most Popular

To Top