World

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે UNની બેઠકમાં ભારતીય પ્રતિનિધિનું મોટું નિવેદન, સભામાં કેમ ભડક્યું ઇઝરાયેલ?

નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના (Israel-Hamas War) 19 દિવસના સંઘર્ષમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. છેલ્લા ત્રણ સપ્તાહ દરમિયાન બંને તરફથી હુમલા અને વળતા હુમલામાં 7000થી વધુ લોકો માર્યા (Death) ગયા છે. જ્યારે ઇઝરાયેલમાં હમાસના હુમલામાં 1400 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ એરફોર્સના વળતા હુમલામાં 5800 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, ઇઝરાયેલની સેનાએ કહ્યું છે કે તે બંધકોને છોડાવવા અને આતંકવાદીઓને ખતમ કરવા માટે ગાઝામાં સૈનિકો મોકલવા માટે તૈયાર છે.

યુએનમાં (UN) ભારતના (India) નાયબ સ્થાયી પ્રતિનિધિ રવિન્દ્રએ બુધવારે યુએન સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતનો પક્ષ રજૂ કરતા કહ્યું હતું કે ‘ભારત બગડતી સુરક્ષા સ્થિતિ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મોટા પાયે નાગરિકોના જીવને લઈને ખૂબ જ ચિંતિત છે.’ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પેલેસ્ટાઈન સહિત મધ્ય પૂર્વની સ્થિતિ પર ખુલ્લી ચર્ચામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી વખતે રવિન્દ્રએ આ નિવેદન આપ્યું હતું. તેણે આ યુદ્ધમાં ઈઝરાયેલને ખુલ્લેઆમ સમર્થન પણ આપ્યું હતું અને પેલેસ્ટાઈનીઓ માટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. યુએનમાં, ભારતે 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પરના આતંકવાદી હુમલા માટે હમાસની સખત નિંદા કરી હતી.

ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીના લોકોને તે જગ્યાઓ વિશે માહિતી આપવા કહ્યું કે જ્યાં ઈઝરાયેલના નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા છે. તેણે માહિતી આપનારાઓને પૈસાની ઓફર પણ કરી છે. હમાસના આતંકવાદીઓએ 200થી વધુ લોકોને બંધક બનાવ્યા છે. પરંતુ હમાસે ઇઝરાયેલથી ઇંધણની માંગ કરી હતી, જે ઇઝરાયેલે ફગાવી હતી. જે બાદ સંયુક્ત રાષ્ટ્રની રાહત એજન્સીએ ચેતવણી આપી છે કે જો આવતીકાલ સુધીમાં ઈંધણ પહોંચાડવામાં નહીં આવે તો ગાઝામાં રાહત કામગીરી ઠપ્પ થઈ શકે છે.

અભિનેત્રી કંગના રનૌતે બુધવારે ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન સાથે મુલાકાત કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઇઝરાયેલ “આતંકવાદ સામેના યુદ્ધ”માં વિજયી બનશે. રનૌતે ‘X’ પર ઈઝરાયેલના રાજદૂત સાથેની તેની મુલાકાતની તસવીરો અને વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે ઈઝરાયેલ-હમાસના સંઘર્ષ અંગે ઈઝરાયેલના રાજદૂત સાથે ચર્ચા કરી હતી.

Most Popular

To Top