Gujarat

રાજ્યમાં અચાનક આવેલા વાતાવરણના બદલાવના કારણે ક્યાક ઉકળાટ તો ક્યાક માવઠું, પાકને નુકશાનની ભીતિ

રાજ્યમાં આગામી ત્રણ દિવસ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ત્યારે વાવાઝોડા ( hurricane) ની આગાહી વચ્ચે ગુજરાત ( gujrat) ના કેટલાય જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો હતો.નવસારી,સુરત,અરવલ્લી,દાહોદ સહિતના જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. ભર ઉનાળે વાંસદા તાલુકામાં કમોસમી માવઠું આવ્યું હતું. માવઠુ થતાં વાંસદાના રસ્તાઓ ભીંજાયા હતા. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં કેરીના પાકને પણ અસર થવાની સંભાવના છે.આજે સવારથી જ સુરત અને આજુબાજુના ગામોમાં પણ ગરમીની સાથે વાદળવાળું વાતાવરણ રહતા લોકોએ બફારો સહન કરવો પડી રહ્યો છે.

દક્ષિણ રાજસ્થાન ( rajsthan ) અને દક્ષિણ પાકિસ્તાન ( pakistan) માં સર્જાયેલા સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે વાવાઝોડા અને કમોસમી વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ગુજરાત રીજીયન અને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવશે. તો આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 32થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાતાવરણમાં પલટાને કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમીમાંથી રાહત મળશે.


દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ પાકિસ્તાનમાં સર્જાયેલા સર્ક્યુલેશનની અસર હવે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે રહેશે. હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો જોવા મળશે. આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વાવાજોડાની આશંકા સેવવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે 32થી 40 પ્રતિ કલાક કિલોમીટરથી પવન ફૂંકાશે. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ગરમીથી રાહત મળશે.


અત્રે નોંધનીય છે કે સાયક્લોનિક સરક્યુલેશનના કારણે છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.  છેલ્લા બે દિવસોથી અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે.  આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરમાં પણ સતત પાંચ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડશે.

અરવલ્લી જિલ્લામાં વાતાવરણ આવ્યો પલટો આવ્યો હતો. વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. શામળાજી , ટીંટોઇ, મોટી ઇસરોલ , જીવણપુર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. માવઠું થવાની ભીતિ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મગફળી,બાજરી સહિતના પાકમાં નુકશાન થઈ શકે છે.

Most Popular

To Top