SURAT

સુરતમાં વકીલ પર જીવલેણ હુમલો, વકીલે વીડિયો બનાવી ભાજપના કોર્પોરેટર પર આરોપ મુક્યો

શહેરમાં સનસનીખેજ ઘટના બની છે. અહીં એક વકીલ પર ચપ્પુથી જીવલેણ હુમલો થયો છે. ભાજપના કોર્પોરેટરે આ હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ વકીલે વીડિયો બનાવી કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વકીલને પગમાં જાંઘના ભાગે ઈજા થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના જોગાણી માતાજી મંદિરવાળા રોડ પર વકીલ અભિષેક રાજપૂત પર બે અજાણ્યા ઈસમોએ ચપ્પુથી હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વકીલને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલાની ઘટના બાદ વકીલે જાતે એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં વકીલ અભિષેક રાજપૂતે ભાજપના કોર્પોરેટર અમિત સિંહ રાજપૂતે હુમલો કરાવ્યો હોવાનો આરોપ મુક્યો છે.

વીડિયોમાં વકીલે કહ્યું કે, મેરે પે હુમલા હુઆ હૈ. યે સબ અમિત સિંહ ઔર પંકજ સિંહ જો મેરે બડે ભાઈ હૈ ઉનકે જો જીજા ઔર સાલે હૈ ઉનકી યે સબ ચાલ હૈ. ઓર યે મેરે કો મેરે યે પાવ પે ચાકુ માર દીયા હૈ. યે મુજે જાન બુઝકે મારા ગયા હૈ. ઈસમે અમિત સિંહ રાજપૂત જો કોર્પોરેટર હૈ ઉનકી પૂરી પૂરી ચાલ હૈ.

કોર્પોરેટરે આરોપ ફગાવ્યા
આ મામલો બહાર આવતા કોર્પોરેટર અમિત સિંહ રાજપૂતે પોતાનો બચાવ રજૂ કરતા કહ્યું હતું કે, હું હુમલાના સમયે ઘરમાં પૂજા કરી રહ્યો હતો. વકીલના આરોપ પાયા વિહોણા છે. ઘટનાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

કેવી રીતે થયો હુમલો?
પોલીસ સૂત્રોએ કહ્યું કે, આ હુમલો પ્રી પ્લાન્ડ હતો. વકીલ અભિષેક રાજપૂત પર હુમલો કરનારા બંને આરોપી ગાડીમાં આવ્યા હતા અને ચપ્પુથી હુમલો કરી ભાગી છૂટ્યા હતા. તપાસ શરૂ કરાઈ છે. સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા છે.

Most Popular

To Top