Gujarat

પારુલ યુનિ.ના ખોટા પગાર બિલો બનાવી રોકડ ટ્રાન્સફરનું કૌભાંડ બહાર આવ્યું

વડોદરા: વડોદરાની જાણીતી પારૂલ યુનિવર્સિટી અને તેને સંલગ્ન પારૂલ આરોગ્ય સેવામંડળ ટ્રસ્ટ દ્વારા યુનિવર્સિટી કે ટ્રસ્ટના કર્મચારીઓ ન હોય તેવા લોકોનાં પાનકાર્ડ, આધારકાર્ડ, ફોટોગ્રાફ અને રહેઠાણમાં પુરાવાઓને આધારે 178 જેટલાં બોગસ સેલેરી એકાઉન્ટ ખોલાવી કાળું નાણું આરટીજીએસથી બેંક ખાતામાં જમા કરાવ્યા પછી ઉપાડી લેવાના કૌભાંડમાં સુરત આવકવેરા વિભાગના બેનામી પ્રોહિબિશન યુનિટ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 1.64 કરોડ નાણાંકીય વર્ષ 2015-16 અને 2016-17 દરમ્યાન જુદાંજુદાં ખાતાઓમાં નાંખીને તરત ઉપાડી લેવામાં આવ્યા હતા.

આ મામલામાં અમદાવાદ – બહેરામપુરા (ગુજરાતી શાળા નં. 9) ના કમલા નહેરૂ પાર્કમાં રહેતા રાજેશ ભીખુભાઈ દાફડા નામના સિક્યુરિટિ ગાર્ડના નામે પણ ખોલવામાં આવેલા એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર થતાં આવકવેરા વિભાગે તા. 27/09/2021નાં રોજ બેનામી પ્રોપટી ટ્રાન્ઝેકશન એકટની જોગવાઈ પ્રમાણે સુરત આવકવેરા વિભાગનાં મદદનીશ કમિશ્નર શૌર્ય એચ. આધે દ્વારા નોટિસ ઈસ્યુ કરવામાં આવતાં તેમણે નોટિસના ઉત્તરમાં એવો ખુલાસો કર્યો હતો કે તેમણે ક્યારેય વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં કે તેને સંલગ્ન ટ્રસ્ટમાં નોકરી કરી નથી અને જીંદગીમાં તેઓ ક્યારેય વડોદરા ગયા નથી. તેમનાં ડોક્યુમેન્ટના આધારે કોઈએ બોગસ બેંક ખાતું ખોલ્યું છે.

સુરત આવકવેરા વિભાગના બેનામી ટ્રાન્ઝેકશન યુનિટે વડોદરાની શાંતિ સદન હોસ્ટેલના રૂમ નં. 118માં સર્ચ કાર્યવાહી કરી 178 બેંક એકાઉન્ટન્ટે લગતી વિગતો, એટીએમ કાર્ડ ચેંક બુક અને પાસબુક જપ્ત કરી છે. આ મામલે આવકવેરા વિભાગે પારૂલ આરોગ્ય મંડળ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ અને જેમના નામે 178 ખાતાઓ ખુલ્યાં છે અને નાણાંનું ટ્રાન્ઝેક્શન થયું છે. તેમને બે વાર નોટિસ આપવામાં આવી હતી. કેટલાંક ખાતેદારોએ સુરતમાં નિવેદન નોંધાવ્યંુ છે કે આ ખાતાઓ તેમના નથી બીજી તરફ ટ્રસ્ટીઓને બે વાર નોટિસ આપવા છતાં હાજર નહીં રહેતા વિભાગે સમન્સ પાઠવ્યું છે. પરંતુ રૂબરૂ પૂછપરછ ટાળવા ટ્રસ્ટીઓએ વકીલ અને સીએ મારફત લેખિત જવાબ વિભાગને મોકલ્યો છે. આવકવેરા વિભાગે 178 બેંક એકાઉન્ટના મામલે ટ્રસ્ટનાં એસ્ટાબ્લીશમેન્ટ વિભાગમાં એકાઉન્ટ જોતાં અતુલ પંડયા નામના કર્મચારીની પણ પૂછપરછ કરી હતી પરંતુ તેણે સંતોષકારક ઉત્તર આપ્યો ન હતો. આ મામલે ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી પારૂલ પટેલ પાસે પણ આવકવેરા વિભાગે ખુલાસો કરવા નોટિસ પાઠવી છે.

નાણાંકીય વર્ષ 2015 અને 2016 – 2017માં 178 પૈકી 139 ચાલીસ બેંક ખાતાઓમાં 1,64,93,296 કરોડ રૂપિયા જમા કરીને ઉપાડી લેવામાં આવ્યા હતાં જ્યારે કેટલાક ખાતાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગને આશંકા છે કે ભૂતિયા કર્મચારીઓના નામે બેનામી વ્યવહારો કરવામાં આવ્યા છે. વિભાગને શંકા છે કે ઘણાં વર્ષોથી આ ગેરરિતી ચાલતી આવી છે. સુરત આવકવેરા વિભાગે વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી ડીસીબી બેંક પાસે પણ આ ખાતાઓની વિગતો તપાસ દરમ્યાન મેળવી લીધી છે.

સેલેરી એકાઉન્ટ બુકમાં વિભાગને 2015-16ના 50.54 લાખ અને 2016-2017માં 2.02 કરોડના હિસાબો મળ્યા છે. તેમાં પણ મોટો ઝોલ હોવાનું જાણવા મળી રહ્યું છે. આવકવેરા વિભાગનાં મદદનીશ કમિશ્નરે 4 ઓકટોબર 2021ના રોજ ટ્રસ્ટીઓ અને ખાતેદારોને તપાસમાં સહયોગ આપવા નોટિસ પાઠવી હતી તેને પગલે ટ્રસ્ટીઓએ લેખિત ઉત્તર રજુ કર્યો છે. આવકવેરા વિભાગે નાણાંકીય વર્ષ 2020-21 સુધીના સેલરી એકાઉન્ટ સહિતનો ઓડિટેડ હિસાબ રજુ કરવા જણાવ્યું છે જો ટ્રસ્ટીઓ અને ખાતેદારો અસરકારક ખુલાસો નહિં કરે તો પ્રોહિબિશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાંન્ઝેક્શન એકટ એમન્ડેડ એકટ 2016 પ્રમાણે નાણાં અને પ્રોપર્ટીની જપ્તી ઉપરાંત મની લોન્ડરીંગ એકટ અનુરૂપ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સુરત આવકવેરા વિભાગનાં બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન યુનિટનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલામાં ઈન્વેસ્ટીગેશન ચાલી રહ્યું છે.  હાલ સમગ્ર મામલે બોગસ ખાતેદારો ખામમ અને ટ્રસ્ટીઓ ના જવાબો  લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સમગ્ર મામલે પારુલ યુનિ.ના CFO દિવ્યાંગ જોશી દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું

આઇટી વિભાગના સર્વેમાં મળેલી હકીકતના આધારે  બેનામી વ્યવહારો વિભાગ દ્વારા સંસ્થા સહિત વ્યક્તિગત નોટિસો મળી છે. જે, અમે માનીએ છીએ, જે નિયમિત રૂપે પુષ્ટિ/ચકાસણીના મર્યાદિત હેતુ માટે છે.  જ્યાં સુધી તેના કોઈપણ નાણાકીય પ્રભાવનો સવાલ છે, અમે પુષ્ટિ કરવા માંગીએ છીએ કે સરકારની એમ્નેસ્ટી સ્કીમ/s અંતર્ગત યોગ્ય જાહેરાત સાથે અમારા દ્વારા ઉઠાવવામાં આવતા સમગ્ર નાણાકીય બોજ સાથે કાયદા અને કાયદાની અંતર્ગત આ મુદ્દો ઉકેલાઈ ગયો છે.  IT સર્વે દરમિયાન જાન્યુઆરી 2017 માં પાછા ફર્યા.  નોટિસની રસીદો કોઈપણ નાણાકીય બોજ/ જોખમ સામે સંપૂર્ણપણે ઇન્સ્યુલેટેડ છે. – દિવ્યાંગ જોશી, સીએફઓ, પારુલ યુનિવર્સીટી

Most Popular

To Top