Gujarat

સંજયનગર PM આવાસમાં 1800 પરિવારનું સપનું પૂરું થશે

વડોદરા : શહેરના વારસીયા સંજયનગર ખાતે 2016 17 માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવે ચોપડા તોડીને 1800 પરિવારોને ઘરવિહોણા કરી નાખવામાં આવ્યા હતા વિસ્થાપિતોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવાની જાહેરાત કરવામાં આવી હતી જોકે 2017 માં મકાનો બનાવવાની શરૂઆત પણ કરવામાં આવી ન હતી જોકે 2018માં અરજદાર કલ્પેશ રમેશભાઈ પટેલ જાહેર હિતની અરજી કરી હતી જેમાં રાજ્ય સરકાર સહિત 9 પક્ષકારો હતા. અરજદારે અરજી કરી હતી કે ૧૯૭૦માં સરકારે ભિક્ષુક ગૃહ માટે આ જગ્યા ફાળવવામાં આવી છે જેથી પ્રધાનમંત્રી આવાસ યોજના ત્યાં બની શકે નહીં આખરે જાહેર હિતની અરજી નો ગુજરાત હાઇકોર્ટમાં નિકાલ થતા સંજયનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનો બનાવવા માટે માર્ગ મોકળો થતા 1800 પરિવારો ના સપના પૂરા થશે.

વડોદરા શહેરના વારસીયા સંજયનગર ખાતે 2017માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર વિનોદ રાવે બુલડોઝર ફેરવી 1800 પરિવારને ઘરવિહોણા કરી નાખ્યા હતા. 1800 પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવાની જાહેરાત કરવામાં આવી હતી જ્યાં સુધી મકાન ના બને ત્યાં સુધી તેઓને ભાડું આપવાની જાહેરાત કરવામાં આવી હતી જોકે પાલિકાએ થોડાક સમય વિસ્થાપિતોને ભાડું આપ્યું અને ત્યારબાદ ભાડું આપવાનો બંધ કરી દીધું હતું જો કે વારંવાર સંજય નગર ના વિસ્થાપિત ઘરનો મોરચો ખંડેરાવ માર્કેટ ની કચેરી ખાતે ભાડાની રજૂઆત કરવા માટે આવતો હતો.

ટૂંક જ સમયમાં વિસ્થાપિતોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવી આપવાની જાહેરાત કરવામાં આવી હતી આવાસ યોજના નારાયણ રિયાલિટી પ્રાઈવેટ લિમિટેડ અને જોઈન્ટ વેન્ચર તરીકે સાઈ રુચિ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. ૨૮ ૨૯ may 2017 ના રોજ 1800 પરિવારોને ઘરવિહોણા કરી નાખ્યા બાદ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી જોકે 2018માં ગુજરાત હાઇકોર્ટમાં અરજદાર કલ્પેશ રમેશભાઈ પટેલ જાહેર હિતની અરજી કરવામાં આવી હતી જેમાં રાજ્ય સરકાર સહિત 9 પક્ષકરો હતા. હિતમાં અરજી કરવામાં આવી હતી કે આ જગ્યા ૧૯૭૦માં ભિક્ષુક ગુહ સમાજ કલ્યાણ વિભાગને ફાળવવેલ છે.

સદર જગ્યા ઉપર હાલ બાંધકામ થઈ શકે નહીં આ જગ્યા ઉપર આવાસ યોજના માટેની વિકાસ પરવાનગી પાલિકા આપે નહીં. ગુજરાત હાઇકોર્ટે સુનાવણી થયા બાદ આ પ્રકારના વચગાળાનો મનાઈ હુકમ આપ્યો હતો. અગાઉ મુખ્યમંત્રી સાથેની મિટિંગમાં ચર્ચા થયા બાદ કલેક્ટરને આ જમીન સંદર્ભે નિર્ણય લેવા આદેશ અપાયા હતા સરકારના મહેસૂલ વિભાગે ૧૨ ૧૦ ૧૮ અને ૩-૧૨-૧૮ ના પત્રથી પુર્તતા માંગી હતી જેથી કલેક્ટરે તારીખ ૨૬- ૧૦-૧૮ અને ૧૯-૧૨-૧૮ ના રોજ રાજ્ય સરકારમાં રિપોર્ટ આપ્યો હતો. મહેસૂલ વિભાગે તારીખ ૧૫-૨-૧૯ ના ઠરાવથી મોજે સવાદની રેવન્યુ સર્વે નંબર ૩૮૪ ની કુલ ૮૯૨૩૪ ચોરસ મીટર માંથી ૨૩૮૦.૧૦ ચોરસ મીટર રોડની જમીન બાદ કરી ૮૬૮૫૩.૯૦ ચોરસ મીટર જમીન પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવા ઠરાવ કર્યો હતો અને જમીન સરકાર હસ્તક દાખલ કરી હતી.

આખરે નવલી નવરાત્રીના પહેલા નોરતે સાત ઓક્ટોબરના રોજ ગુજરાત હાઈકોર્ટે જાહેર હિતની અરજી નો નિકાલ કેટલીક સૂચનાના આધારે કર્યો હતો. આ લીગલ બેટલ પૂરી થઈ આખરે જાહેર હિતની અરજી નો નિકાલ થતા સંજયનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 1800 વિસ્થાપિતોને પરિવાર નું મકાનોનું સપનું પૂરું થશે. હવે પાલિકા બાંધકામની મંજુરી આપી શકશે.ડેવલપર કોઈ બહાના બતાવ્યા વગર નિયમ મુજબ બાંધકામ કરી શકશે.ભોગ બનેલા-ઘરવિહોણા લોકોને ઘર મળશે.

ડેવલોપર્સ અને અિધકારીઓએ  વિસ્થાપિતોને કોઈ મદદ ન કરી

રાજ્ય સરકાર અને વડોદરા કલેકટર આવાસ યોજના માટે હકારાત્મક વલણ હતું જે આવાસ યોજના ની આગળ પ્રધાનમંત્રી લાગ્યું હોય તેનું કામ કરી શકતા નથી. પ્રધાનમંત્રી નામે મત લેવામાં આવે છે. પાલિકા આવી આવાસ યોજનામાં નેતા કે અધિકારીઓ રસ લીધો નથી ડેવલોપરસ અને પાલિકા એ ખેલ જોયા કર્યા.

ડેવલોપર્સ આવાસ બનાવવા સક્ષમ નથીની પાલિકામાં ચર્ચા

ચાર વર્ષમાં પાલિકામાં પાંચ મ્યુનિ.કમિશનર બદલાયા પરંતુ સંજય નગર પ્રધાનમંત્રી આવાસ યોજના આકાર લઇ શકી નહીં. ભૂમિ પૂજન વખતે જે સ્થિતિ હતી એજ પરિસ્થિતિ હાલમાં છે. પાલિકાએ ડેવલોપર્સ પાસે પેનલ્ટી લેવી જોઈએ. પાલિકાના અધિકારીઓ  માત્ર વાતો કરતા રહ્યા અને ડેવલોપર્સ ગોઠવણ કરતા રહ્યા. ડેવલોપર્સ આર્થિક રીતે સક્ષમ નથી તેવી વાત પાલિકાના સંકુલમાં ચર્ચાતી હતી.

1800 પરિવારને મકાનનું ભાડું પણ અપાયું ન હતું

2017માં સંજય નગર 1800 પરિવારને ઘરવિહોણાં કરી નાખવામાં આવ્યા હતા.વિસ્થાપિતો સપના જોતા હતા કે ઘર મળશે અને ત્યાં રહીશું.ઘરનું ભાડું પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.પાલિકા ની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે વિસ્થાપીતો કમિશનર અને મેયરને રજૂઆત કરતા હતા. જોકે નેતાઓ અને અધિકારીઓ 4 વર્ષ સુધી ડેવલોપરસ વિરુદ્ધ કોઈ બોલી શક્યો નહીં. પાલિકાના બે બોર્ડ બદલાયા પરંતુ કોઈએ રસ લીધો નહીં. જોકે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જેને પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે કે ડેવલોપર્સ આવાસ યોજના બાંધવામાં સક્ષમ નથી તેવી વાત પાલિકા ની કચેરી ના વર્તુળ માં ચર્ચાતી હતી.

Most Popular

To Top