Gujarat

પેપર લીક કરનારા માફિયાઓને હવે 10 વર્ષની કેદ તથા 1 કરોડનો દંડ

ગાંધીનગર: જુનીયર કલાર્કની (Junior Clerk) પરીક્ષાનું પેપર ફૂટયાબાદ સફાળી જાગી ઉઠેલી દાદાની સરકારે હવે પેપર લીક કરતાં માફિયાઓને ક઼કમાં કક સજા તેવી જોગવાઈ કરતું ગુજરાત (Gujarat) જાહેર પરીક્ષા (ગેરરિતી અટકાવવા બાબત ) વિધેયક આજે બપોરે બપોરે 2 વાગ્યે વિધાનસભા ગૃહની અંદર રજુ ક્રયુ હતું. રાત્રે 9.30 વાગયે લંબાણપૂર્વકની ચર્ચા બાદ સર્વાનુંમતે આ વિધેયક પસાર કરાયુ હતું. ગુજરાત વિધાનસભામાં આજે રાત્રે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ કહયું હતુ પેપર લીક કરનારા તત્વોને હવે આકરી સજા થસે. ગુજરાત જાહેર પરીક્ષા વિધેયકમાં સુધારો કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી મામલે હવે આખરી સત્તા બોર્ડ અને યુનિવર્સિટી પાસે રહેશે. કોંગ્રેસની રજૂઆત બાદ સરકારે સુધારો કર્યો છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ટીમ 182 એ આ નિર્ણય લીધો છે. ગુજરાતના યુવાનો માટે આજે તમામે એક સૂરે નિર્ણય કર્યો છે. તેમના ભવિષ્ય માટે આ બિલ સર્વાનુમતે પસાર કર્યું. તમામ પરીક્ષાઓ આ કાયદો બન્યા બાદ જ લેવાશે. નવો કાયદો અસ્તિત્વમાં આવે એ બાદ જ પરીક્ષાઓ લેવામાં આવશે. સંઘવીએ કહયું હતું કે પેપર લીક કરનારા તત્વોને હવે સમગ્ર કાવતરાના મામલે વધુમાં વધુ 10 લવર્ષની કેદ તથા 1 કરોડના દંડની વિધેયકમાં જોગવાઈ કરાઈ છે.

સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે, કાયદાની મર્યાદાને ઢાલ બનાવીને યુવાનોના ભવિષ્ય સાથે હવે કોઇ રમત કરી શકશે નહિ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે દિવસ-રાત એક કરી તનતોડ મહેનત કરતા રાજ્યના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર તત્વોને રાજ્ય સરકાર સહેજ પણ સાખી લેશે નહીં. જેથી સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ફોડવું, કાવતરું કરવું, ધમકી આપવી, પેપર વેચવું, તેનો લાભ લેવો, ચોરી કરવી, સંગઠીત અપરાધ કરવો- આવી પ્રવૃત્તિમાં સામેલ થઇ શકે તેવા તમામ વ્યક્તિઓને આ વિધેયકમાં આવરી લેવામાં આવ્યા છે. પેપર લીક માટે ષડયંત્ર રચનાર સામે ક્યારેય પગલાં ન લેવાયાં હોય તેવા કડક પગલાં લઇ, ભવિષ્યમાં કોઇ પેપર ફોડવાની કે ખરીદવાની હિંમત ન કરે તેવો દેશભરમાં દાખલો બેસે તેવી કડક કાર્યવાહી આ કાયદાના માધ્યમથી કરી શકાશે. નવા કાયદામાં પેપર લીક ગુનાના ગુનેગારને ૧૦ વર્ષ સુધીની સજા અને રૂ.૧ કરોડ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. વિધાનસભા ખાતે રજૂ કરાયેલ ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક-૨૦૨૩ સર્વસંમતિથી પસાર થયુ હતું.

સંઘવીએ કહયું હતું કે આ વિધેયકમાં પરીક્ષા લેવાના અને તેનું પરિણામ જાહેર કરવાના તમામ સ્તર, તમામ તબક્કા ઉપર ચેક મૂકવામાં આવ્યા છે. પેપર કાઢવું, છાપવું, વિતરણ કરવું તમામ પ્રક્રિયાને આવરી લેવામાં આવી છે. તેવી જ રીતે આ કાયદાના દાયરામાં તમામ પ્રકારની ગેરરીતિ પણ આવરી લેવામાં આવી છે. પેપર ફોડવું, કાવતરું કરવું, ધમકી આપવી, પેપર વેચવું, તેનો લાભ લેવો, ચોરી કરવી, સંગઠીત અપરાધ કરવો- આવી પ્રવૃત્તિમાં સામેલ થઇ શકે તેવા તમામ વ્યક્તિઓને પણ આ કાયદામાં આવરી લેવામાં આવ્યા છે. પેપર ફોડનાર ગેંગ, તેના સભ્યો, પેપર વેચનાર કે ખરીદનાર એજન્ટ કે વ્યક્તિ, ગુનામાં કે કાવતરામાં સામેલ હોય તેવા પરીક્ષાર્થી, કે પરીક્ષા પ્રક્રિયા સાથે સંકળાયેલ કોઇપણ વ્યક્તિ-આમ આ કાયદા અને તેની જોગવાઇઓને એકદમ સચોટ, કડક અને સર્વગ્રાહી બનાવવામાં આવી છે.

આ કાયદાને કારણે આગામી દિવસોમાં લેવાનાર ગુજરાત જાહેર પરીક્ષાઓ ખૂબ જ પારદર્શક રીતે તથા કોઇ૫ણ પ્રકારની ગેરરીતિ વિના લઇ શકાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મંત્રીશ્રીએ કહ્યુ કે, જુદીજુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે દિવસ-રાત એક કરી તનતોડ મહેનત કરતા રાજ્યના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર તત્વોને રાજ્ય સરકાર સાખી લેશે નહીં.અત્યાર સુધી પેપર લીક માટે ષડયંત્ર રચનાર સામે ક્યારેય પગલાં ન લેવાયાં હોય તેવા કડક પગલાં લઇ, ભવિષ્યમાં કોઇ પેપર ફોડવાની કે પેપર ખરીદવાની હિંમત ન કરે તેવો દેશ ભરમાં દાખલો બેસે તેવી કડક કાર્યવાહી આ કાયદાના માધ્યમથી કરી શકાશે તેમાં કોઇ શંકા નથી.

વિપક્ષ કોંગીના નેતા અમીત ચાવડાએ એવો આક્ષેપ કર્યો હતો કે , રાજયમાં 2014થી પેપર લીક થઈ રહયાછે.છેક આજે સરકાર મોડે મોડે જાગી છે. જોકે કોંગીના સભ્યોએ એવો આક્ષેપ કર્યો હતોકે રાજય સરકારે રાજસ્થાન તથા હરિયાણાના વિધેયકની કોપી કરી છે. કોંગીના જીગ્નેશ મેવાણીએ ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનેક પેપર લીકની ઘટના બની છે. ગુજરાતને દેશનું મોડેલ સ્ટેટ કહેવામા આવે છે જ્યાં આવો કાયદો આવી રહ્યો છે. આ બીલના સંદર્ભે ગર્વ લેવાની વાત નથી. ગુજરાતની અંદર સૌથી વધારે રોજગારી ક્યાંથી આવે છે? ગુજરાત સરકાર આવા કોઈ આંકડા આપતી નથી.

Most Popular

To Top