Dakshin Gujarat

વીજ ચેકિંગ હાથ ધરનાર હોવાની જાણ થતાં જ ભરૂચનાં આ ગામનાં કેટલાંય ઘરોને તાળાં લાગી ગયાં

ભરૂચ: ભરૂચના (Bharuch) કંથારિયા અને દયાદરા ગામે ભૂતકાળમાં ઘર્ષણની ઘટનાઓને ધ્યાને રાખી સુરત વિજિલન્સ, GUVNL, DGVCLની ટીમો ભરૂચ જિલ્લા પોલીસનો (Police) ભારે બંદોબસ્ત લઈ ગુરુવારે ચેકિંગમાં ઊતરી હતી.
અગાઉના ચેકિંગમાં આ ગામોમાં લોકોટોળાં ભેગા કરી વીજ ચેકિંગનો (electricityChecking) વિરોધ નોંધાવી ઘર્ષણ ઊભું કરતા હતા. જો કે, આ વખતે વીજ ચેકિંગથી બચવા કે છટકવા વીજ ચોરી કરતાં તત્ત્વોએ નવો જ કીમિયો અપનાવ્યો હતો.

જે દક્ષિણ ગુજરાત વીજ કંપની સુરત કોર્પોરેટ કચેરી વિજિલન્સના સુપરિન્ટેન્ડેન્ટ અધિક્ષક જી.વી.પટેલ અને તેમની ટીમ સમક્ષ કારગત રહ્યો ન હતો. સુરત વિજિલન્સ વિભાગના SE જી.વી.પટેલ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ભરૂચ DGVCLના ગ્રામ્ય વિભાગના દયાદરા તેમજ કંથારિયા ગામે વીજ ચેકિંગનું આયોજન કરાયું હતું. બંને ગામોમાં વિજિલન્સ, GUVNL, DGVCL ભરૂચની કુલ ૧૯૩ ટીમે વાહનો સાથે સવારે ૫ વાગ્યે ધામા નાખ્યા હતા. સાથે સુરક્ષા બંદોબસ્ત માટે GUVNL, DGVCL અને ભરૂચ જિલ્લા પોલીસની ટીમનો કાફલો જોડાયો હતો.

વીજ ચેકિંગ હાથ ધરનાર હોવાની જાણ થતાં જ બંને ગામનાં કેટલાંય ઘરોને તાળાં વાગી ગયાં હતાં. વીજ ટીમો દ્વારા સવારે પોણા સાત કલાકથી ચેકિંગ શરૂ કરી દેવાયું હતું. વીજ ચેકિંગથી બચવા ઘર બંધ કરી નીકળી ગયેલા વીજ ધારકોને પરત બોલાવી તેમની હાજરીમાં તેમનાં વીજ જોડાણોની તપાસ કરાઈ હતી. વીજ તંત્રે સવારે ૧૧ વાગ્યા સુધી ૪ કલાકમાં કુલ ૧૬૭૩ જોડાણની ચકાસણી કરી હતી. જે પૈકી સીધી કે આડકતરી રીતે વીજ ચોરી કરતાં ૭૩ જોડાણધારક ઝડપાઇ ગયા હતા. બંને ગામનાં આ ૭૩ જોડાણમાંથી રૂ.૫૬.૩૯ લાખની માતબર વીજ ચોરી પકડી પાડી આકારણી કરવામાં આવી હતી.

ભીલાડ નજીક વલવાડા BSNL ટેલિફોન એક્સચેન્જ ઓફિસમાંથી રૂ.56 હજારની બેટરીની ચોરી
ઉમરગામ: ભિલાડ નજીક વલવાડા BSNL ટેલીફોન એક્સચેન્જ ઓફિસમાંથી બે બેટરી તથા સેલ મળીને કુલ 56 હજારની મત્તાની ચોરી થવા પામી છે. પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ, ઉમરગામ તાલુકાના વલવાડા તળાવ ફળિયા પાસે આવેલ BSNL ટેલિફોન એક્સચેન્જની ઓફિસના પાછળના ભાગે તૂટેલા દરવાજાથી અંદર આવી કોઈ ચોર ઈસમો એક એક્સાઇડ કંપનીની તથા અમર રાજા કંપનીની બેટરી તથા 48 સેલ મળી કુલ 56,000 રૂપિયાની મત્તાની ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવની ભિલાડ પોલીસ સ્ટેશનમાં જુનિયર ટેલિકોમ ઓફિસર મનોજકુમાર પ્રતાપસિંહ (રહે., ઉમરગામ)નાએ ફરિયાદ નોંધાવતા આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top