Madhya Gujarat

મોડાસામાં ચૂંટણીની અદાવતમાં ઘર સળગાવ્યું

       મોડાસા: વર્ષોથી ભાજપ સાથે ગઠબંધન ધરાવતા ચાંદ ટેકરીના અપક્ષ ઉમેદવારોની હાર થતા, ચાંદ ટેકરીના રહિશો એ રોષે ભરાયા હતા. તેવા માં  કેટલા અસામાજીક તત્વો દ્રારા કોંગ્રેસ ના ઉમેદવાર ના સંબધીનું ઘર સળગાવી દેતા વાતાવરણ માં તંગદીલી ફેલાઇ હતી.

 પીડિત પરિવારે આક્ષેપ કર્યો હતો કે તેમના સંબધી કોંગ્રેસ ની પેનલ માં વિજયી બનતા તેઓ સરઘસ માં જોડાયા હતા.  તેની અદાવત રાખી તેમનું મકાન હારી ગયેલા ઉમેદવારો ની ઉશ્કેરણી થી સળગાવામાં આવ્યુ છે. પીડિત પરિવાર મૂળ રાણા સૈયદનો રહેવસી હતો. પરંતુ ચૂંટણીના એક વર્ષ પુર્વે ચાંદ ટેકરી રહેવા જતા રહ્યો હતો.

નોંધનીય છે કે  ગત ટર્મમાં ભાજપને ૧૮ સીટ મળી હતી ત્યારે બહુમતના જાદુઈ આંકડાને સ્પર્શ કરવા માટે વોર્ડ.નં-૯ ના મુલતાની સમાજના ૪ અપક્ષ ઉમેદવારોનું સમર્થન મેળવી ૫ વર્ષ સત્તા ભોગવી હતી.  છેલ્લી બે ટર્મથી ચાંદટેકરી અને રાણાસૈયદ વિસ્તારમાં સર્વસંમતિથી, ૪ અપક્ષ ઉમેદવારો ચૂંટતા હતા. પરંતુ આ વખતે મોડાસા નગરપાલિકાની ચૂંટણી પુર્વે  વોર્ડ.નં-૯ ના  મુલતાની સમાજના મતદારોમાં  બે ભાગ પડી
ગયા હતા.

વોર્ડ.નં-૯ માં રાણાસૈયદ વિસ્તારમાંથી મુલતાની સમાજના ૨ ઉમેદવાર અને લઘુમતી સમાજના બે ઉમેદવારોએ કોંગ્રેસમાંથી ઝંપલાવતા તેમની જંગી બહુમતિથી જીત
થઇ હતી.  જ્યારે ચાંદ ટેકરીથી અપક્ષ ઉમેદવારોની હાર થઇ હતી.

આ ઘટનાના અનુસંધાન મા મોડાસા ટાઉન પોલીસ મથકે  મહિલાઓ સહિત 22 લોકોના ટોળા સામે રાયોટિંગ સહિતની વિવિધ કલમો મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top