Madhya Gujarat

અકસ્માતમાં કાપવો પડે તેવો પગ તબીબે બચાવ્યો

       દાહોદ: દાહોદ શહેરમાં આવેલ સોની હોસ્પિટલના તબીબ દ્વારા કેન્યાથી આવેલ એક ૨૨ વર્ષિય યુવતિ દર્દીની સઘન સારવારમાં પગ કાપવો પડે તેવી હાલતમાં આવી હતી. પરંતુ દાહોદના આ સોની હોસ્પિટલના તબીબે કેન્યાથી આવેલી આ યુવતિ દર્દીને પગ કાપ્યા વિના લાંબી સારવાર બાદ અને પગના અનેક ઓપરેશનો બાદ ખડેપગે યુવતિને નિર્ભર બનાવી દેતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

આ મહિલાને કેન્યામાં વર્ષ ૨૦૧૯ની સાલમાં ભયંકર માર્ગ અકસ્માતમાં પગ કચ્ચરઘાણ વળી ગયો હતો. કેન્યાના ડોક્ટરો દ્વારા પગ કાપવો પડે તેવી સલાહો પણ આપી હતી. પરંતુ ઈન્ડિયામાં તેઓ સારવાર માટે આવતાં પ્રથમ તેઓ નવસારીની એક હોસ્પિટલમાં ગયા હતાં.

ત્યાથી દાહોદના આ અમર સોનીને ત્યા આ મહિલા દર્દીને લઈ આવતાં આ દાહોદના તબીબે આ યુવતિ દર્દીના પગના ઓપરેશન તેમજ સઘન સારવાર કર્યા બાદ ચાલતી હાલતમાં યુવતિ દર્દી ઈન્ડિયાથી પુનઃ કેન્યા જવા દેપતિ સાથે રવાના થયું હતું.

કેન્યાના મોમબાસા ખાતે રહેતી ૨૨ વર્ષીય યુસદા ફહીમ નામની યુવતિને વર્ષ ૨૦૧૯ની સાલમાં પ્રેગન્ટ હતાં. યુસદા ફહીમ પ્રેગ્નેન્સીની હાલતમાં હોઈ તેઓને પ્રથમ સીઝીરીયન મારફતે ડિલીવરી કરાવી તબીબોએ બાળકને જન્મ અપાવ્યો હતો .આ બાદ તેઓના પગની સારવારનો આરંભ કરવામાં આવ્યો હતો.

યુસદા બેનના પગની હાલત જોઈ કેનીયાના તબીબો દ્વારા ત્રણ અઠવાડિયામાં પગ કાપવો પડશે તેમ જણાવ્યું હતું.પરંતુ યુસદાબેનના પરિવારજનો દ્વારા તેઓને કેનીયાથી તારીખ ઓગષ્ટ ૨૦૧૯ની સાલમાં ઈજાગ્રસ્ત પગની હાલતમાં ભારતમાં લવાયા હતાં.

દાહોદ શહેરની અમર સોની હોસ્પિટલના તબીબ અમર સોનીનો સંપર્ક કરતાં અમર સોની નવસારી આ યશદીન હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતાં જ્યાં અમર સોની દ્વારા તારીખ ૧૧.૦૮.૨૦૧૯ના રોજ પ્રથમ આ મહિલા દર્દીના પગનું ઓપરેશન કર્યું હતું.આ બાદ આ યુવતી દર્દીને દાહોદ ખાતે લાવી તારીખ ૧૧,૦૯,૨૦૧૯ અને ૨૨.૧૧.૨૦૧૯ના સમયગાળા દરમ્યાન દાહોદની અમર સોનીની હોસ્પિટલ ખાતે બે ઓપરેશનો સહિત આ પગની પ્લાસ્ટીક સર્જરી પોતે અમર સોની દ્વારા કરાઇ હતી .

આ બાદ ૧૫ મહિના કેનીયામાં રહેતી અત્રે ૨૦ ફેબ્રુઆરીના ૨૦૨૧ના રોજ અંતિમ તબક્કાની સારવાર માટે પાછા દાહોદ આવ્યાં હતાં. અંતિમ તબક્કાની સારવાર કર્યા બાદ આ મહિલા દર્દીનો પગ સાજો કરી આપ્યો હતો. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top