National

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી તબાહી: 950 લોકોના મોત, 600થી વધુ ઘાયલ, પાકિસ્તાનમાં પણ ધરા ધ્રુજી

અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ભારે તબાહી મચી ગઈ છે. વહેલી સવારે આવેલા ભૂકંપમાં 950 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 600થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપના આ આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતું. ભૂકંપની મહત્તમ તીવ્રતા હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. જોકે, રિક્ટર સ્કેલ પર 7.0 કે તેથી વધુની તીવ્રતા ધરાવતો ભૂકંપ સાધારણ ખતરનાક માનવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા આના કરતા ઓછી હતી.

પાકિસ્તાનના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા
પાકિસ્તાની મીડિયા અનુસાર, ભૂકંપના આંચકા ઈસ્લામાબાદ સહિત અન્ય શહેરોમાં પણ અનુભવાયા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો ભૂકંપ વિશે વાત કરી રહ્યા છે. લોકોએ લખ્યું કે ભૂકંપના આ આંચકા થોડી સેકન્ડ માટે અનુભવાયા હતા. પરંતુ તેના કારણે લોકો ડરના માર્યા અહીં-ત્યાં ભાગવા લાગ્યા. આ પહેલા શુક્રવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ આ આંચકા ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી અને મુલતાનમાં અનુભવાયા હતા. આ આંચકા ફૈસલાબાદ, એબોટાબાદ, સ્વાત, બુનેર, કોહાટ અને મલકંદીમાં પણ અનુભવાયા હતા.

અફઘાનિસ્તાનમાં બચાવકાર્ય શરુ
અફઘાનિસ્તાનની એક ન્યુઝ એજન્સીનાં જણાવ્યા મુજબ, બચાવકર્તા હેલિકોપ્ટર દ્વારા વિસ્તારમાં પહોંચી ગયા છે. અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં ભારે વિનાશ થયો છે અને અહીં 50થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. અફઘાન મીડિયા અનુસાર ખોસ્તમાં ભારે તબાહીની તસવીરો સામે આવી રહી છે. પાકિસ્તાનમાં પણ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક વ્યક્તિના મોતના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના કારણે ઘરની છત પડી ગઈ, જેના કારણે આ વ્યક્તિનું મોત થયું. આ ભૂકંપ પાકિસ્તાની સમય અનુસાર સવારે 1.54 કલાકે આવ્યો હતો.

પેશાવર, ઈસ્લામાબાદ, લાહોર અને પંજાબ અને પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અન્ય ભાગો અને ભારત સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપીયન ભૂકંપ કેન્દ્રનો અંદાજ છે કે લગભગ 500 કિમીના વિસ્તારમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા બાદ લોકો ગભરાઈ ગયા હતા અને રસ્તાઓ પર આવી ગયા હતા. આ પહેલા શુક્રવારે પાકિસ્તાનના ઘણા શહેરોમાં રિક્ટર સ્કેલ પર 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Most Popular

To Top