Gujarat

ભરૂચના દુષ્યંત પટેલને ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા

આગામી તા.27 અને 28મી સપ્ટે.ના રોજ એમ બે દિવસ માટે વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર મળી રહ્યુ છે. જેના પગલે ગાંધીનગરમાં દાદાની સરકારમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ખાસ કરીને ભાજપની નેતાગીરી દ્વારા કેબીનેટમાં ભરૂચને સ્થાન નહીં મળતા, હવે ભરૂચના પાર્ટીના યુવા અને સિનિયર ધારાસભ્ય દુષ્યંત પટલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એટલે બે દિવસના સત્રનું સંચાલન હવે દુષ્યંત પટેલ દ્વારા કરાશે. બીજી તરફ ફતેપુરાના ભાજપના ધારાસભ્ય રમેશ કટારાને હવે ઉપ દંડક બનાવાયા છે. અગાઉ ડૉ. નીમાબેન આચાર્ય દ્વારા કાર્યકારી અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દેવામાં આવ્યુ હતું.

Most Popular

To Top