Columns

જાણો નેધરલેન્ડ્સમાં 1800 અકસ્માતોમાં લાફિંગ ગેસે કેવી રીતે ભૂમિકા ભજવી

દેશના યુવાનોમાં વધી રહેલા ગેસના વપરાશને લઈને સ્વાસ્થ્યની ચિંતા વચ્ચે નેધરલેન્ડ લાફિંગ ગેસ (નાઈટ્રસ ઓક્સાઈડ) પર પ્રતિબંધ મૂકશે.આ પ્રતિબંધમાં માત્ર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ નહીં પરંતુ માર્ગ સલામતી પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.નાઈટ્રસ ઑકસાઈડનો ખાસ કરીને શસ્ત્રક્રિયા અને દંત ચિકિત્સામાં નોંધપાત્ર તબીબી ઉપયોગ છે, તે એનેસ્થેટિક અસરો અને પીડા ઘટાડવા માટે ઉપયોગમાં લેવાય છે. તેનું બોલચાલનું નામ ‘લાફિંગ ગેસ’ છે જે હમ્ફ્રી ડેવીએ બનાવ્યું છે. તે શ્વાસમાં લેતી વખતે ઉત્સુકતાની અસરોને કારણે છે, એક ગુણધર્મ જેના કારણે તેનો એનેસ્થેટિક તરીકે મનોરંજન તરીકે અસર માટે ઉપયોગ થાય છે!

ઉલ્લેખનીય છે કે રોડ સેફ્ટી મોનિટર ટીમ એલર્ટ અનુસાર છેલ્લાં ત્રણ વર્ષમાં સમગ્ર નેધરલેન્ડ્સમાં 1800 અકસ્માતોમાં લાફિંગ ગેસે ભૂમિકા ભજવી છે!જાન્યુઆરીથી ગેસની ખરીદી પર પ્રતિબંધ સાથે વેચાણ અથવા માલિકી ગેરકાયદેસર ગણાશે!
ત્રણ વર્ષથી ઓછા સમયમાં દેશમાં 60 કે વધારે જીવલેણ ક્રેશનું કારણ નાઈટ્રસ ઓક્સાઇડ જોડાયેલું છે.નાઈટ્રસ ઓક્સાઇડ, જે સિલિન્ડર દ્વારા ભરેલાં બલૂનમાંથી શ્વાસમાં લેવામાં આવે છે, તે મનોરંજનની મજા તરીકે વધુને વધુ સામાન્ય બની ગયું છે. દવાઓ અને માનસિક સ્વાસ્થ્યનો અભ્યાસ કરતી ટ્રિમ્બોસ ઇન્સ્ટિટ્યૂટનાં અભ્યાસ મુજબ બે વરસ પહેલાં 50માંથી એક ડચ પુખ્ત વ્યક્તિએ લાફિંગ ગેસનો ઉપયોગ કર્યો હતો.

સંસ્થાએ 12 થી 14 વર્ષની વયના તરૂણોમાં પદાર્થનાં વધતાં ઉપયોગ કરતાં પ્રકાશિત કર્યા! જેઓ તેને વાસ્તવિક દવા તરીકે જોતાં નથી અને તેનાં જોખમોથી અજાણ છે!ગ્રેટર એમ્સ્ટર્ડેમ શહેરની હોસ્પિટલનાં કાર્ડિયોલોજિસ્ટ રોબર્ટ રિઝેબોસે મે મહિનામાં હેટ પરોલ જણાવ્યું હતું કે, ‘નાઈટ્રસ ઑકસાઈડ પરનો પ્રતિબંધ આવતીકાલ કરતાં આજ, એ ધોરણે વહેલી તકે અમલમાં આવવો જોઈએ.’ તેમણે તાજેતરના વર્ષોમાં તેમના વિભાગમાં યુવાન દર્દીઓને હાર્ટ એટેક અને પલ્મોનરી એમ્બોલિઝમ જેવાં આરોગ્યને ગંભીર નુકસાન સહન કરતાં જોયાં હોવાની જાણ કરી હતી, તેમજ એક યુવાન મહિલાનાં પગ પર વિપદા આવી પડી હતી!

જો કે, સત્તાવાળાઓ કહે છે કે તેનો ઉપયોગ હજુ પણ ઔષધીય હેતુઓ અને ખાદ્ય ઉદ્યોગમાં થઈ શકે છે. સરકારને એવી પણ આશા છે કે પ્રતિબંધથી ડ્રગ સાથે સંકળાયેલા રોડ ટ્રાફિક અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે. ટીમ અલર્ટના માર્ટજે ઓસ્ટેરિંકે આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે, ‘દિવસમાં લગભગ બે કેસ આવે છે. આંકડાઓ ખરેખર આંચકો આપતાં હતાં. લાફિંગ ગેસ ઉત્પાદકોના છૂટક વેચાણ પર પ્રતિબંધની માંગ કરી છે.ડચ પાર્ટી સીન પર લાફિંગ ગેસ બલૂન કેટલો ખતરનાક છે,તે તરફ ધ્યાન દોર્યું છે.

તાજેતરના વર્ષોમાં ક્લબર્સ અને ફેસ્ટિવલ જનારાઓમાં કાનૂની ઉચ્ચ સ્તરની લોકપ્રિયતા વધી છે અને ઘણી વખત તેનો ઉપયોગ કૃત્રિમ દવા છે જે ઉત્તેજક અને ભ્રમણાનું કાર્ય કરે છે. (એક્સ્ટસી) અથવા કેટામાઇન જેવી અન્ય દવાઓ સાથે સંયોજનમાં થાય છે. ગેસ મોટેભાગે નાના ધાતુનાં ડબ્બાઓમાં વેચાય છે, જે તેને શ્વાસમાં લેતાં પહેલાં ફુગ્ગાઓમાં ભરવામાં આવે છે. ટ્રિમ્બોસ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર મોટાભાગે યુવાનો 37 %થી વધુ ડચ પાર્ટીમાં નિયમિત ધોરણે લાફિંગ ગેસનો બેફામ ઉપયોગ કરે છે પરંતુ ડિપ્રેસન્ટ-પ્રકારની દવાની મગજ અને શરીરના પ્રતિભાવ પર થતી અસર વિશે ગંભીર ચિંતાઓ છે. ભારે નિયમિત ઉપયોગ વિટામિનની ઊણપ તરફ દોરી શકે છે જે કાયમી ચેતા નુકસાન અને કાયમી લકવાનું કારણ બની શકે છે. પ્રતિબંધ પછી નાઈટ્રસ ઓક્સાઈડ ગેસના ડબ્બા સાથે કોઈ વ્યક્તિના વાહનમાં મળે તો પોલીસ તાત્કાલિક પગલાં લેવા સક્ષમ બનશે.

દવાની વધતી જતી લોકપ્રિયતા અંગેની ચિંતા નેધરલેન્ડથી આગળ વધે છે. ઈગ્લેન્ડમાં, તે 16 થી 24 વર્ષની વયનાં યુવા વર્ગમાં સૌથી વધુ દુરુપયોગ કરવામાં આવતો નાઈટ્રસ ઓક્સાઈડ કેનાબીસ પછી છે! UK હોમ ઑફિસે દુરુપયોગની ચિંતાઓને લીધે, ગેસનાં તમામ સીધા ઉપભોક્તા વેચાણ પર પ્રતિબંધ મૂકવાની કોલ્સનો સામનો કરવો પડ્યો. તે મનોરંજનના ઉપયોગ માટે બહોળા પ્રમાણમાં અને સરળતાથી ઉપલબ્ધ બન્યું છે, કારણ કે વ્હીપ્ડ ક્રીમ બનાવવાના હેતુથી તેને કાયદેસર રીતે ખરીદી અને વેચી શકાય છે. હોસ્પિટલો અને ડેન્ટલ સર્જરીમાં દર્દીઓ દ્વારા શ્વાસમાં લેવામાં આવતી એનેસ્થેટિક તરીકે નાઈટ્રસ ઓક્સાઇડનો નિયમિતપણે મોટા ડબ્બામાં ઉપયોગ થાય છે.

ડ્રગ સાથે સંકળાયેલા ટ્રાફિક અકસ્માતોમાં વધારો થયા બાદ પોલીસે પણ પ્રતિબંધને આવકાર્યો છે. પોલીસ સર્વેક્ષણ મુજબ ગેસનો ઉપયોગ કરતાં લોકોનો જોખમી ડ્રાઇવિંગ અને લાયસન્સ વિના ડ્રાઇવિંગનો સમાવેશ થાય છે. પ્રતિબંધને ડચ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ દ્વારા પહેલાથી જ મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ કાઉન્સિલ ઓફ સ્ટેટ, એક સત્તાવાર સલાહકાર સંસ્થા, તબીબી અને મનોરંજનના ઉપયોગ વચ્ચે સ્પષ્ટ કાનૂની તફાવત ઇચ્છે છે. લાફિંગ ગેસના અન્ય ઉપયોગને કારણે અડચણ થઈ હતી. એક અગ્રણી ઉદ્યોગ જૂથે પણ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. ઇન્ડસ્ટ્રી એસોસિયેશન ફોર રિસ્પોન્સિબલ લાફિંગ ગેસ સપ્લાયર્સે સ્વીકાર્યું કે ત્યાં એક સમસ્યા છે, દલીલ કરી હતી કે કડક નિયમો ‘પ્રતિબંધ કરતાં વધુ કડક કામ કરશે’. છેવટે પ્રતિબંધ જ અંતિમ ઉપાય બન્યો,દવા કે આરોગ્યનાં નામે હવે મનોરંજન માટે લાફિંગ ગેસ મળશે નહીં!

Most Popular

To Top