National

ફરી ડ્રેગને વાઘને છંછેડ્યો: અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિક વાસ્તવિક નિયંત્રણ રેખા પર સામસામે

અરુણાચલ પ્રદેશ (Arunachal pradesh)માં ભારત અને ચીન (India vs china)ના સૈનિક (army) વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સામસામે આવી જતા ફરી તણાવ વધ્યો છે. પૂર્વી લદ્દાખ (estern ladakh)માં ગત વર્ષથી જ તણાવ ચાલી રહ્યો છે. દોઢ વર્ષથી વધારે સમય વીતી ગયા બાદ પણ તણાવ યથાવત છે.

બંને દેશો વચ્ચે ગતિરોધ દૂર કરવા માટે સૈન્ય સ્તરની વાતચીત (meeting) ચાલી રહી છે તો સાથે જ ચીન તરફથી ઉશ્કેરવાની કાર્યવાહી પણ યથાવત છે. જેમાં ખાસ 30 ઑગસ્ટના રોજ ભારતીય સીમા (Indian border)માં લગભગ 5 કિલોમીટર અંદર સુધી આવ્યા બાદ ચીની સૈનિક પાછા જતા રહ્યા હતા. જો કે ચીન ફરી LAC પર સતત પોતાના સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે. દરમિયાન ભારત અને ચીન બંને દેશોના સૈનિક પેટ્રોલિંગ દરમિયાન સામસામે આવી ગયા હતા. ઘર્ષણની આ ઘટના ગત અઠવાડિયે જ થઈ હતી.

રિપોર્ટ મુજબ અરુણાચલ પ્રદેશના યાંગત્સે નજીક તવાંગ સેક્ટરમાં ગત અઠવાડિયે ભારતીય સૈનિકોએ લગભગ 200 સૈનિકોને રોકી દીધા હતા. જો કે બંને દેશો વચ્ચે કોઈ રીતેની અસહમતી કે ઘર્ષણના પ્રોટોકોલ મુજબ શાંતિપૂર્ણ રીતે સમાધાન કાઢવામાં આવે છે. એક રક્ષા મંત્રાલયના અધિકારીના જણાવ્યા મુજબ આ ઘટના ગત અઠવાડિયાની છે. હાલ સીમા પર શાંતિ વ્યવસ્થા કાયમ છે. મળતી માહિતી મુજબ ઉત્તરાખંડની બારાહોતીમાં ચીનના લગભગ 100 સૈનિક સીમા રેખા પાર કરીને ભારતીય વિસ્તારમાં પ્રવેશી ગયા હતા. જો કે ભારતીય સેનાના પરસેપ્શન મુજબ આ ચીની સૈનિક વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરીને ભારતીય સીમામાં આવી ગયા હતા. બાદમાં ચીની સૈનિકોને કસ્ટડીમાં લેવાના સંબંધમાં સવાલ થવા લાગ્યા હતા.

ભારતીય રક્ષા મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે ભારત-ચીનની સીમાનું ઔપચારિક રૂપથી સીમાંકન કરવામાં આવ્યું નથી. માટે બંને દેશની સીમા રેખા પરસેપ્શન પર આધારિત છે અને પરસેપ્શનમાં અંતર હોય છે. જેમાં બંને દેશ પોત પોતાની ધારણાં મુજબ પેટ્રોલિંગ કરે છે. હાલના રિપોર્ટ્સ મુજબ ચીની સૈનિકોએ ભારતીય સીમા વિસ્તારમાંથી પરત ફરવા પહેલા એક પુલને પણ નુકસાન પહોંચાડ્યો હતો. જોકે આ સમાચારને સુરક્ષા એજન્સીઓએ સાફ નકારી દીધા હતા. ગત વર્ષે ગલવાન વેલીમાં પણ થયેલી ભારત અને ચીનના સૈનિકો વચ્ચેના હિંસક ઘર્ષણ બાદ બંને દેશો વચ્ચેનો તણાવ અત્યારે પણ યથાવત છે.

નોંધનીય છે કે આ ઘર્ષણ બાદ ગત વર્ષે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ જેવો માહોલ બની ગયો હતો. જેમાં ખૂબ મોટી સંખ્યામાં બંને દેશોની સેનાઓ સામસામે તૈનાત થઈ ગઈ હતી. લદ્દાખ પ્રવાસ પર પહોંચેલા ભારતીય સેનાના પ્રમુખ એમ.એમ. નરવણેએ કહ્યું હતું કે ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં ભારત અને ચીન વચ્ચે 13મા ચરણની વાતચીત થઈ શકે છે.

Most Popular

To Top