National

500 અને 2000ની નોટ પરથી હટાવી દો ગાંધીજીનો ફોટો.., જાણો કેમ ઉઠી આવી માંગણી

રૂપિયા 500 અને 2000ની ચલણી નોટો પરથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની (Remove Gandhiji’s photo from 500 and 2000 notes) તસવીર હટાવી દેવાની માંગ ઉઠી છે. રાજસ્થાનના કોંગ્રેસ પક્ષના એક ધારાસભ્યએ આ માંગણી કરી છે. સાંગોદ જિલ્લાના ધારાસભ્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી માંગ કરી છે કે, ગાંધીજીની તસવીર 500 અને 2000ની નોટ પરથી હટાવી દો. આ નોટો પર મહાત્માની તસવીર એ તેમનું અપમાન છે.

રાજસ્થાનના સાંગોદ જિલ્લાના સત્તાધારી પક્ષના ધારાસભ્ય ભરત સિંહ કુંદનપુરે (PM Narendra Modi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં ભરતસિંહ લખે છે કે રૂપિયા 500 અને 2000ની નોટ બહાર પડી ત્યારથી જ ભ્રષ્ટ્રાચાર (Corruption) વધ્યો છે. આ બંને નોટોનો ઉપયોગ લાંચ માટે થઈ રહ્યો છે. જે મહાત્મા ગાંધીજીનું અપમાન છે. રાજસ્થાનમાં ભ્રષ્ટાચારની ઘટનાઓ તરફ ધ્યાન ખેચતા સત્તાધારી પાર્ટીના ધારાસભ્ય ભરત સિંહ કુંદનપુરે કહ્યું કે જાન્યુઆરી 2019થી 31 ડિસેમ્બર 2020 સુધી ભ્રષ્ટાચારના કુલ 616 કેસ નોંધવામાં આવ્યા એટલે કે એવરેજ રોજ બે કેસ સામે આવ્યા છે.

ભરતસિંહે ગાંધીજીની 152મી જન્મ જયંતી પર તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો અને ઉચ્ચ મૂલ્યની નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની અપીલ કરી છે. સાંગોદના ધારાસભ્યએ કહ્યું કે મહાત્મા ગાંધીની તસવીર માત્ર 5, 10, 20, 50, 100 અને 200 રૂપિયાની નોટ પર હોવી જોઈએ કેમ કે તેનો ઉપયોગ ગરીબ લોકો કરે છે અને મહાત્મા ગાંધીએ જીવનભર બેસહારા લોકો માટે કામ કર્યું. ભરત સિંહ કુંદનપુરે પત્રમાં લખ્યું કે મારી સલાહ છે કે મહાત્મા ગાંધીની તસવીરનો ઉપયોગ 500 અને 2000 રૂપિયાની નોટોમાં ન થાય. અશોક ચક્ર પણ ઉદ્દેશ્યની પૂર્તિ પ્રભાવી રીતે કરી શકાય છે.

છેલ્લા સાડા સાત દાયકામાં દેશમાં ચોતરફ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. મહાત્મા ગાંધી સત્યના પ્રતિક છે અને મહાત્મા ગાંધીની તસવીર 500 અને 2000ની નોટો પર છપાઈ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે ભ્રષ્ટાચાર અને લાંચની લેવડ-દેવડ માટે થાય છે. કોંગ્રેસી ધારાસભ્યએ એમ પણ કહ્યું કે ઉચ્ચ મૂલ્યની નોટોનો ઉપયોગ ભ્રષ્ટાચારમાં થાય છે જે મહાત્મા ગાંધીનું અપમાન છે એટલે 500 અને 2000 રૂપિયાની નોટો પરથી તેમની તસવીર હટાવી દેવામાં આવે.

નોંધનીય છે કે, 8 નવેમ્બર 2016ની રાતે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટી.વી. ચેનલો પર દેશના નામે સંબોધનમાં નોટબંધી લાગુ કરવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત સાથે જ 500 અને 1000 રૂપિયાની નોટનું ચલણ બંધ થયું હતું.

Most Popular

To Top